Site icon News Gujarat

કોરોના વાયરસને પગલે આ મંદિર ઇતિહાસમાં પહેલી વાર થયુ બંધ, જોજો જતા નહિં હમણાં

ચોટીલા મંદિર

image source

ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભારત દેશના તમામ રાજ્યોના યાત્રાધામો પર અસર જોવા મળી રહી છે. આવામાં ગુજરાત રાજ્યના ચોટીલા ડુંગર પર સ્થિત ચામુંડા માતાજીના મંદિરને ૧૦ દિવસ સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

લોકોની સુરક્ષા અને સાવધાનીના પગલાં માટે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિરના ટ્રસ્ટી મંડળે ચોટીલા માતાજીના મંદિરને શ્રદ્ધાળુઓ માટે આગામી ૧૦ દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

ચોટીલા મંદિરના ઇતિહાસમાં પહેલીવાર બનેલ ઘટના.

image source

ચોટીલા ડુંગર પર આવેલ ચામુંડા માતાજીનું આ મંદિર આશરે ૯૦૦ વર્ષ જુનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈ રોગચાળાના લીધે બધા રાજ્યના યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

ચોટીલા ડુંગર પર સ્થિત ચામુંડા માતાજીના મંદિરના ઇતિહાસના ભાગ

image source

કેટલીક લોક વાયકાઓ મુજબ, ઝાડોલ અને ફલાસિયા મુખ્ય માર્ગના કિનારે બનેલ આ મંદિર આશરે ૯૦૦ વર્ષ જુનું છે. લોકવાયકા મુજબ, તત્કાલીન રાજાઓની વચ્ચે આંતરિક સંઘર્ષ અને લોહિયાળ યુધ્ધોને પગલે હજારો ક્ષત્રિયોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ બચી ગયેલ ક્ષત્રિયો ગુજરાત જવા માટે રવાના થયા. કહેવાય છે કે આ દરમિયાન ક્ષત્રિયોના કુળદેવી ચામુંડા માતા પણ તેઓની સાથે જ ચાલ્યા.

image source

પરંતુ ચામુંડા માતાજીએ એક શરત કરી કે ચાલતા ચાલતા જ્યાં પણ સૂર્યોદય થઈ જશે ત્યાં જ ક્ષત્રિયોએ વસવાટ કરવાની શરત પણ રાખી દીધી હતી. વર્તમાન સમયમાં જ્યાં ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં જ સૂર્યોદય થયો અને કુકડાએ બાંગ પોકારી દીધી એટલે માતાજીએ ત્યાં જ ત્રિશુલને જમીનમાં ખોસી દીધું.

તે સમયે કુળદેવીના નિર્દેશ મુજબ મંદિરથી થોડાક અંતરે કોદરિયા નામના સ્થાન પર ક્ષત્રિય રાજા પાલ સિંહે પાલસીયા નામના ગામની સ્થાપના કરી. પાલસીયા ગામ લગભગ ૨૦૦ વર્ષ સુધી અહિયાં જ વસેલું હતું.

image source

નવ દુર્ગા સહિત કેટલીક મૂર્તિઓની સ્થાપના સમયની સાથે ધીરે ધીરે અન્ય કેટલાક સમુદાયો પણ અહિયાં આવીને વસવાટ કર્યો અને પાલસીયા ઉત્તર-પૂર્વ તરફ ફેલાઈ ગયા. સમયની સાથે અપભ્રંશ થયું અને પાલસીયાનું નામ ફલાસિયાના રૂપમાં પરિવર્તિત થઈ ગયુ અને વર્તમાન સમયમાં પણ આ ફલાસિયા નામથી જ જાણવામાં આવે છે.

image source

તેમજ ફલાસિયાથી ત્રણ કિલોમીટર દુર આવેલ ચામુંડા માતાજીનું મંદિર બિછીવાડા પંચાયતના ક્ષેત્રમાં આવેલ છે. આ ક્ષેત્રનું એકમાત્ર મંદિર છે જ્યાં નવદુર્ગાની સાથે ધર્મરાજ, હનુમાન જી, સિદ્ધિ વિનાયક, શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

Exit mobile version