1 રૂપિયાવાળા વટાણાના પેકેટનો બિઝનેસ શરૂ કરીને આ શખ્સે ઉભી કરી આખી ફેક્ટરી, જાણો જુસ્સો વધારનારી પોઝિટીવ કહાની

એક એવા શખ્સની હાલમાં ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે કે જેણે માત્ર વટાણાથી બિઝનેસની શરૂઆત કરી હતી આજે એ ખુબ ઉંચા મુકામ પર છે. આ એક એન્જિનીયર છે અને તેની ખંત મહેનત સાથે બુદ્ધિ શક્તિનો પણ વિકાસ થયો છે. તો આવો જાણીએ આ શખ્સ વિશે. વાત છે રાજસ્થાનના ટોંક જિલ્લામાં રહેતા અંશુલ ગોયલની. આમ તો અંશુલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ હાલમાં સ્નેક્સ વેચવાનું કામ કરી રહ્યા છે. કોલેજમાં ઉદ્યોગ સાહસિકતાના એક પ્રોજેક્ટ દરમિયાન જ તેમણે વિચારી લીધું હતું કે બિઝનેસ જ કરવો છે. પરિવારજનોના કહેવાથી દોઢ વર્ષ સરકારી નોકરીની તૈયારી પણ કરી, પણ મન લાગ્યું નહીં તો બંધ કરી દીધું.

image source

ત્રણ વર્ષમાં પોતાના પાર્ટનર સાથે મળીને એકથી દોઢ લાખ રૂપિયા સુધીની માસિક આવક પર પહોંચી ગયા છે. તે હાલમાં બધાને મેસેજ આપી રહ્યો છે કે, જે લોકો પોતાનું કામ શરૂ કરવા માગે છે તેમને એ જ કહેવા માગું છું કે જે કોઈ કામ કરો, પ્રથમ એના વિશે રિસર્ચ કરો. એ પ્રોડક્ટના માર્કેટને સમજો. કોમ્પિટિશન ખૂબ વધારે છે, જો યોગ્ય પ્લાનિંગથી નહીં જાઓ તો નુકસાન થઈ શકે છે. અંશુલ યુટ્યૂબ પર કામકાજી ચેનલ દ્વારા લોકોને બિઝનેસ એડવાઈઝ પણ આપે છે.

image source

તો આવો જાણીએ કે આ ભાઈને કઈ રીતે વિચાર આવ્યો અને કેવા કેવા સંઘર્ષો બાદ ગાડી આગળ ધપી. એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન અંશુલને લાગ્યું કે નોકરીના બદલે મારે બિઝનેસમાં જવું જોઈએ. પછી અંશુલે જણાવ્યું કે હું એક સેલરી પર બંધાઈને કામ કરવા માગતો નહોતો, પણ પોતે પોતાના કામનો બોસ બનવા માગતો હતો. કોલેજમાં થર્ડ યરમાં એન્ટ્રપ્રિનરશિપ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું. એક બિઝનેસ પ્રોજેક્ટ પર કામ કર્યું. ત્યારે દિમાગમાં એ વાત ઘર કરી ગઈ કે બિઝનેસ જ કરવો છે. ઘરના લોકો ઈચ્છતા હતા કે હું અભ્યાસ કરીને નોકરી કરું. સરકારી નોકરીની તૈયારી પણ કરી, પરંતુ થોડા દિવસ પછી મન લાગ્યું નહીં અને બિઝનેસ વિશે વિચારવા લાગ્યો. અે હું ત્યારે માર્કેટમાં બિઝનેસ સર્ચ કરી રહ્યો હતો કે આખરે શું કરી શકાય તેમ છે. .

અંશુલે કહ્યું કે, મારા મોટા ભાગના સંબંધીઓ બિઝનેસમેન જ છે. તેમને પણ કન્સલ્ટ કરી રહ્યો હતો. મુસીબત એ હતી કે બિઝનેસ શરૂ કરવા માટે વધુ પૈસા નહોતા. હું જોઈ રહ્યો હતો કે કઈ પ્રોડક્ટ કેટલી વેચાઈ શકે છે. એની માર્કેટમાં ક્રેડિટ કેટલા દિવસની હોય છે. સૌથી વધુ કયા લોકો એને ખરીદે છે. અનેક ચીજો જોયા પછી મને લીલા વટાણાનું કામ સમજમાં આવ્યું, મેં જોયું કે એક રૂપિયામાં ફ્રાઈ મટર વેચાય છે. આ પેકેટ ખાસ કરીને બાળકોને ટાર્ગેટ કરીને માર્કેટમાં ઉતારાય છે.

image source

પછી અંશુલે વાત કરી કે, મને રિસર્ચ કરવાથી ખ્યાલ આવ્યો કે આ કામમાં ખૂબ વધારે રોકાણ પણ નહોતું અને રિટર્ન મળવાની પૂરેપૂરી સંભાવના હતી. 2017માં મેં જયપુરથી જ દોઢ લાખ રૂપિયામાં આ કામ શરૂ કર્યું. મારા 60થી 70 હજાર રૂપિયા પ્રિન્ટિંગમાં ખર્ચ થયા, કેમ કે પ્રિન્ટિંગનો ઓર્ડર બલ્કમાં આપવો પડે છે. પચાસ હજાર રૂપિયામાં પેકિંગનું એક સેકન્ડ હેન્ડ મશીન ખરીદ્યું. આ ઉપરાંત મંડીમાંથી બસો કિલો સૂકા વટાણા ખરીદ્યા. શરૂઆતમાં એક મહિનો ભારે મુશ્કેલીઓ આવી. અનુભવ ન હોવાથી અમારા વટાણા પૂરેપૂરા ફ્રાય થઈ શકતા નહોતા. ક્યારેક ક્રિસ્પી બનતા નહોતા. ક્યારેક તેલ વધુ રહી જતું હતું તો ક્યારેક મસાલા સારી રીતે મિક્સ થતા નહોતા.

ત્યારબાદ અંશુલે ઓળખીતા દુકાનદારોને સેમ્પલિંગ માટે પેકેટ આપ્યાં હતાં. તમામે ફીડબેક આપ્યો પછી ખબર પડી કે તેલ સૂકવવા માટે પણ મશીન આવે છે. મસાલા લગાવવા માટે પણ મશીન આવે છે અને અન્ય નાની નાની વાતો પણ જાણવા મળી. એક મહિનાના લર્નિંગ પછી મને ખબર પડી કે ઉત્તમ ક્રિસ્પી મટર કેવી રીતે તૈયાર કરાય છે. અમે સારો માલ તૈયાર કરવા લાગ્યા. મહિનામાં જ ઓર્ડર વધવા લાગ્યા.

image source

પહેલા કઈ રીતે શરૂઆત કરી એના વિશે માહિતી આપી કે, પ્રથમ ટોંક જિલ્લાના ગામમાં જ હું પેકેટ પહોંચાડતો હતો. બીજા મહિનાથી જ મારી 45થી 50 હજાર સુધીની બચત થવા લાગી. આ કામ 6 મહિના સુધી ચાલતું રહ્યું. પછી દુકાનદારોએ જ કહ્યું, આની સાથે સ્નેક્સની બીજી પ્રોડક્ટ્સ આવે છે, એ પણ વધારો. એ પ્રોડક્ટસની પણ ઘણી ડિમાન્ડ હોય છે. મેં પણ વિચાર્યું કે પ્રોડક્ટ્સ વધારીશ નહીં તો કામ કઈ રીતે વિસ્તરશે. મટરના કામમાં મેં એક વ્યક્તિને મટર ફ્રાય કરવા માટે રાખ્યો હતો અને બીજાને પેકિંગ માટે. માર્કેટિંગનું કામ હું પોતે જોઈ રહ્યો હતો. પરંતુ મારી પાસે અનેક પ્રોડક્ટસ કરવા માટે પૈસા નહોતા. પછી પોતાની સાથે એક પાર્ટનરને જોડ્યો.

image source

અંશુલે કહ્યું કે, અમે સૌપ્રથમ ફર્મ રજિસ્ટર કરાવી. માર્કેટ અને બેંકમાંથી લગભગ 50 લાખ રૂપિયા ઉઠાવ્યા અને એકસાથે 11 પ્રોડક્ટ લોન્ચ કરી દીધી. ટોંકની સાથે જ જયપુર અને બીજા એરિયામં પણ અમે ડિસ્ટ્રિબ્યુશન દ્વારા પ્રોડક્ટસ પહોંચાડવા લાગ્યા. કોરોના અગાઉ અમારી માસિક આવક એકથી દોઢ લાખ હતી. માર્કેટમાંથી જે પૈસા ઉઠાવ્યા હતા એમાંથી 50% ચૂકવી પણ દીધા.

કોરોનાથી શું થયું એના વિશે પણ અંશુલે વાત કરીકોરોનાને કારણે 6 મહિનાની બ્રેક લાગી ગઈ હતી. હવે ફેક્ટરી ફરીથી શરૂ કરી દીધી છે. આજે મારી પાસે લગભગ 30 લાખ રૂપિયાનાં મશીનો છે. આઠથી દસ વર્કર છે. પેકિંગથી લઈને ડ્રાય કરવા સુધીનાં મશીનો છે. હવે અમે દિવાળી પછી ચિપ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત