માતા-પિતાને ખાસ વાંચે આ કિસ્સો: રમત રમતમાં 1 વર્ષના બાળકનું માથું ફસાઇ ગયુ કુકરમાં, આટલી મિનિટ પછી ડોક્ટરનો મળી સફળતા

માતા-પિતા ચેતી જાઓ – રમત રમતમાં 1 વર્ષના બાળકનું માથું ફસાયું કુકરમાં

ઘરમાં જ્યારે નાનું બાળક હોય ત્યારે તેઓ શું રમી રહ્યા છે, તેમના હાથમાં કઈ વસ્તુ છે તેના પર સતત ધ્યાન રાખતા રહેવું પડે છે નહીંતર ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. તાજેતરમાં આવી જ એક ઘટના ભાવનગરમાં ઘટી છે. અહીં બાળક વાસણ સાથે રમી રહ્યું હતું અને રમત રમતમાં જ તેનું માથું કુકરની અંદર ફસાઈ ગયુ હતું. ઘરે મહાપ્રયત્ન કરવા છતાં પણ માથુ કૂકરમાંથી બહાર ન નીકળતા બાળકને હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યું હતું.

image source

આ ઘટના ભાવનગર શહેરની પિછલા શેરીમાં ઘટી હતી. અહીંના રહેવાસિ ધાર્મિકભાઈ વાળાની 1 વર્ષિય દીકરી પ્રિયાંશી કૂકર સાથે રમી રહી હતી અને કૂકરમાં તેનું માથુ ફસાઈ ગયું હતું. આ જોઈ માતાપિતા પણ પરેશાન થઈ ગયા હતા તેમણે પોતે પણ બાળકીનું માથું કૂકરમાંથી કાઢવા ખૂબ પ્રયાસ કર્યો પણ માથુ બહાર નહોતું નીકળી શકતું. છેવટે તેઓ તરત જ શહેરની સર ટી હોસ્પિટલમાં પહોંચી ગયા.

image source

આ હોસ્પિટલમાં ફરજ બજાવતા પિડિયાટ્રીશન ડોક્ટર, અહીંના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે પણ બાળકીનું માથું કૂકરમાંથી બહાર કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો. અને છેવટે મહામહેનતે તેમને બાળકીનું માથું કૂકરમાંથી કાઢવામાં સફળતા મળી હતી. જો કે આ પ્રક્રિયામાં ઘણો સમય પસાર થઈ ગયો હતો અને તે દરમિયાન બાળકીના શ્વાસ યોગ્ય રીતે ચાલી રહ્યા છે, તેમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય છે તે બધાનું મોનિટર બાળરોગ નિષ્ણાત એકધારુ કરી રહ્યા હતા. પણ કેમે કરીને તેમણે માસુમ બાળકીનું માથું કુકરમાંથી કાઢી લીધું હતું. અને બાળકીનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. તેના માટે ડોક્ટરોએ સતત 45 મિનિટ સુધી મહેનત કરવી પેડી હતી.

image source

બાળરોગ વિભાગના ડોક્ટર મેહુલ ગોસાઈ, ડો. આદિત્ય નિખિલેશ્વર, ડો. ઉન્નતિ શાહ, એડમીન હાર્દિકભાઈ ગાથાણી, નર્સિંગ સ્ટાફ મનીષાબેન, કૃષ્ણાબેન, તૃપ્તિબેન આ બધાની મહેનત ફળી હતી. અને તેમણે એ બાબત પર સતત ધ્યાન આપ્યું હતું કે કૂકર કાઢવાના પ્રયાસમાં બાળકીને કોઈ પણ પ્રકારની ઇજા ન થાય. કારણ કે કૂકરને માથામાંથી કાઢવા માટે કૂકર કાપવું પડ્યું હતું.

એવું નથી કે આવી ઘટના પહેલીવાર બની હોય આ પહેલાં પણ મધ્ય પ્રદેશમાં એક પાંચ વર્ષના બાળકનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. અને તે વખતે પણ ડોક્ટરોએ મહાપ્રયત્ને તેનું માથુ બહાર કાઢ્યું હતું.

તો વળી 2011માં પણ દિલ્લી ખાતે ત્રણ વર્ષના બાળકનું માથું રમતા રમતા કૂકરમાં ફસાઈ ગયું હતું. અને તાત્કાલિક તેના માતાપિતા ત્યાંની હેસ્પિટલમાં લઈ ગયા હતા. આ કેસમાં 12 ડોક્ટર્સની ટીમે બાળકનું માથું કૂકરમાંથી બહાર કાઢવા ખૂબ મહેનત કરી હતી અ છેવટે બે કલાકની મહામહેનતે તેનું માથુ બહાર કાઢી શક્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત