100 વર્ષના દેવીબેનને 40 વર્ષથી બીપી-ડાયાબિટીસ છે, પછી આવ્યો કોરોના, છતાં આ રીતે ઘરે રહીને જ કોરોનાને હંફાવ્યો

હાલમાં કોરોનાના કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે. એમાં પણ દિવાળી બાદ તો ગુજરાતમાં કોરોનાએ અસલી રૂપ ધારણ કર્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી રોજ 1500 ઉપરના કેસ નોંધાય રહ્યા છે. તો વળી શરૂઆતથી જ કહેવામાં આવી રહ્યું છે કે બાળકો અને વૃદ્ધોમાં કોરોનાનો ડર વધારે રહે છે. પરંતુ આ બધાની વચ્ચે એક જોરદાર ઉદાહરણ સામે આવ્યું છે અને શાહીબાગમાં રહેતાં 100 વર્ષનાં દેવીબેન ચોપરાએ કોરોનાનો હરાવ્યો છે. તેઓ કહે છે કે, ‘તમારા મનમાં રહેલા પોઝિટિવ વિચારો તમને ધાર્યું પરિણામ આપી શકે છે. બસ આ જ વિચારોથી 100 વર્ષ સુધી જીવી રહી છું. હું આજે પણ મારા દરેક કામ જાતે જ કરું છું અને જવાબદારી જાતે જ રાખું છું. દેવીબેન 40 વર્ષથી બીપીની બીમારી છે, ડાયાબિટીસ પણ છે છતાં કોરોના થતાં હોસ્પિટલને બદલે 15 દિવસ ઘરમાં જ આઇસોલેટ થઈને સાજા થયાં છે અને આ સમાચારથી વાહ વાહી થઈ રહી છે.

image source

તો આવો દેવીબેનના કેસ વિશે વિગતે વાત કરીએ, દેવીબેનને 11 નવેમ્બરે તાવ આવ્યો હતો. પછી તેમણે પુત્ર જવાહરભાઈનાં પત્નીને વાત કરતાં તેમના પૌત્ર દીપકભાઈએ 104 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને હેલ્પલાઇનના સૂચનથી પરિવારે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

image source

દાદીની તબિયત જોતાં દીપકભાઈએ તેમના ફેમિલી ડોક્ટરને જાણ કરી હતી. ડોક્ટરે પણ દેવીબેનની ઉંમર વધુ હોવાથી હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી પણ તેમણે હોસ્પિટલાઇઝ થવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે એક્સરે અને સિટી સ્કેન કરાવવાની પણ ના પાડી દીધી હતી. પછી પરિવારના લોકોને એક રૂમમાં આઇસોલેટ કર્યાં હતાં. તેમની સારવાર માટે ફેમિલી ડોક્ટરના કહેવાથી નર્સની વ્યવસ્થા કરાઈ હતી.

image source

જો દેવીબેનના તબિયત વિશે વાત કરીએ તો, પાંચ દિવસ સુધી તેમને તાવ, શરદી, અશક્તિ હતાં. ઘરના અન્ય સભ્યો પણ તેમના રૂમની બારીથી થોડે દૂર ઊભા રહી ચિંતા કરતા હતા, પરંતુ દેવીબેન તેમને કહેતાં રહ્યાં કે, હું જલદી સાજી થઈ જઈશ.

image source

તેમણે તો એમ પણ કહ્યું હતું કે, નર્સને રાખવાની અને ખોટા પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. જો કે પરિવારે છેક સુધી અલગ અલગ 12 કલાકની શિફ્ટમાં બે નર્સને 24 કલાક સુધી રાખી હતી. ત્યારબાદ દેવીબેનના 70 વર્ષના પુત્ર જવાહરભાઈ ચોપરા પણ કોરોના પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ થયાં છે. દેવીબેન રોજ સવારે નાસ્તામાં દૂધ અને દલિયાં લે છે. બપોરે દાળ, ભાત કે રોટલી અને શાક, સાંજે કઢી અને ખીચડી ખાય છે.

image source

જોવા જેવી વાત એ છે કે આ ઉંમરે પણ હોમ આઇસોલેશન વખતે પણ તેઓ ત્રણ ટાઇમ ભરપેટ જમતાં હતાં. આ ઉપરાંત ત્રણ ટાઇમ પૂજાપાઠ કરતાં હતાં. જ્યારે શરીર દુખતું ત્યારે આરામ કરતા હતા. શરીર સતત દુખતા નર્સ પગ દબાવે તો તેને ના કહેતા કેમ કે તેમને આવી ટેવ જ નહોતી પાડવી. દેવીબેનનું દિવસમાં ચારથી વધુ વખત ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર ચેક કરાતું હતું.

image source

ઓક્સિજન લેવલ 98ની આસપાસ રહેતું જ્યારે ટેમ્પરેચર પાંચ દિવસ 100ની આસપાસ રહેતું હતું. તેમને તેમનાં દીકરાનાં પત્ની રોજ બહારથી જ જમવાનું આપતાં હતાં. દસમાં દિવસે ફરી આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યાં હતાં. જો કે, 15મા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત