રાજ્યમાં રોજ થશે 1000 ટેસ્ટ, જે ઘરમાં દર્દી હશે તેના ઘરનાએ કરવું પડશે આ કામ

ગુજરાતભરના શહેરોમાં કોરોનાનો જે રીતે પ્રકોપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી સરકારએ નવો એકશન પ્લાન તૈયાર કર્યો છે.

image source

જે અનુસાર હવે રોજ રાજ્યમાં 1000 ટેસ્ટ થશે અને જે ઘરમાં એક પણ દર્દી સંક્રમિત હશે ત્યાં બધા જ લોકોને કોરોન્ટાઈનમાં રાખવામાં આવશે. રાજ્યમાં કેટલાક શહેરોમાં જે તે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને આ જાણ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના સચિવ ડો જયંતી રવિએ કહ્યું છે કે કોરોનાની સ્થિતિને લઈ કહી શકાય કે પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ છે. હજી રોગ એટલો નથી ફેલાયો કે સ્થિતિ નિયંત્રણ બહાર જાય. કેસ વધી રહ્યા છે પરંતુ લોકો જરા પણ ગભરાય નહીં કારણ કે રાજ્યમાં કોરોના સ્ટેજ થ્રી સુધી પહોંચ્યો પણ નથી.

રાજ્ય સરકાર વિવિધ શહેરોના હોટસ્પોટ પર કામ કરી રહી છે. આ વિસ્તારોને સીલ કરી ત્યાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે તેમના ટેસ્ટ પણ 7 દિવસ બાદ કરવામાં આવશે. આ ઉપરાંત રોજ 1000 જેટલા લોકોના ટેસ્ટ થશે.

જે હોટસ્પોટ જાહેર થયા છે જે એરિયામાં ઘરે ઘરમાં લઈ આરોગ્યની ટીમ ટેસ્ટ કરી રહી છે. જો આ રીતે ચેકીંગ દરમિયાન કોઈ પોઝિટિવ કેસ મળે તો તેના પરીવારના દરેક સભ્યને કોરોન્ટાઈન કરવામાં આવશે અને તેમના પણ 7-7 દિવસે ટેસ્ટ કરાશે.

ટેસ્ટ કર્યા બાદ જ કોરોન્ટાઈન પૂર્ણ કરનાર લોકોને પણ ઘરે જવા દેવામાં આવશે. કારણ કે હોટસ્પોટ છે તેવા એરિયામાં સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે તે વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે જેથી જે વિસ્તારોમાં કેસ નથી નોંધાયા ત્યાં સુધી સંક્રમણ ન ફેલાય.