ગુજરાતમાં મોતનું તાંડવ: સુરતમાં 100 ચિતા સળગી શકે તેવા સ્મશાન ઉભા કરાયા…

કોરોનાએ બતાવ્યા આવા દિવસો, સુરતમાં તાપીના કિનારે 100 ચિતા સળગી શકે એવું ટેમ્પરરી સ્મશાન બનાવવાની ચાલી રહી છે તૈયારી.

માણસને જીવવા માટે એક જમીનનો ટુકડો ન મળે એવું તો કદાચ તમે સાંભળ્યું હશે, પણ માણસને મર્યા પછી એના અંતિમ સંસ્કાર માટે જમીનનો ટુકડો નથી મળી રહ્યો એવા દિવસો આપણને આ જીવલેણ કોરોના વાયરસ બતાવી રહ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાએ પોતાના ઘાતક પ્રહારો ચાલુ રાખ્યા છે એવામાં.સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે.

સુરતમાં રોજના રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. કેસ એટલી હદે વધ્યા છે કે હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે. અરે એટલું જ નહીં કોરોના વાયર્સમાં પોતાનો જીવ ગમાવેલ વ્યક્તિના સ્વજનોને મસ્મશાન ભૂમિની અંદર અંતિમવિધિ માટે પણ હવે વેઈટીગમાં બેસવાનો વારો આવી રહ્યો છે.

કોરોનાને કારણે દરેક શહેરની સ્થિતિ વણસી રહી છે એવામાં સુરતની સ્થિતિ તો દિવસેને દિવસે વધુ વનસતી જાય છે.ક સુરતમાં તો એવી સ્થિતિ ઉભી થઈ કે હવે એ માટે નવું સ્મશાન બનાવવુ પડશે…

સુરતમાં કોરોનાના કહેરમાં પોતાનો જીવ ગુમાવેલ વ્યક્તિઓના મૃતદેહને કારણે હાઉસફૂલ બનેલા સ્મશાનોને પગલે હવે તાપી નદીના કિનારે નવું સ્મશાન બનાવવાની તૈયારી કરાઈ છે…સુરતની સામાજિક સંસ્થાઓની મદદથી તાપી નદીના કિનારે 100થી વધુ ચિતા સળગી શકે તેવું ટેમ્પરરી સ્મશાન બનાવાઈ રહ્યું છે..

તમને જણાવી દઈએ કે જો રોજના 100 લોકોના અંતિમસંસ્કાર થાય તો સુરતની સ્મશાનોમાં અંતિમ વિધિ માટે લાઈનો લાગશે નહીં.

સુરત મહાનગર પાલિકા અને રાજ્ય સરકાર કોવિડના મૃત્યુઆંક છુપાવી રહી છે પરંતુ સુરતના સ્મશાનમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે થતાં અંતિમ સંસ્કાર સરકારની પોલ ખોલવા પુરતા બની રહ્યાં છે. સુરતના ત્રણેય મુખ્ય સ્મશાનોમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે અને પરિણામે સ્મશાનના સંચાલકો દ્વારા અંતિમસંસ્કાર માટે ટોકન આપવામાં આવી રહ્યાં છે. સુરતની સ્મશાનભુમીમાં જગ્યા ખુટી પડી હોય તેવી સ્થિતિ છે અને સુરત બહારના ગામડાંઓના સ્મશાનમાં અંતિમસંસ્કાર થઈ રહ્યાં છે તેમ છતાં કોવિડના મૃતકોના મૃતદેહના ઢગલા થઈ રહ્યાં છે.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!