ગઠીયાની જબરી બુદ્ધિ, લોકરમાં મુકેલા આટલા બધા ઘરેણાંઓ લઇને ફરારા, તમે પણ ખાસ રાખો ધ્યાન તમારા લોકરનુ નહિં તો…

બેંકનું લોકર ખોલ્યું તો મેનેજરના ઉડી ગયા હોશ, ઘરેણાંઓના 101 પેકેટ થયા ગાયબ.

મેનેજરે પોલીસને જણાવ્યું કે આ લોકરની ચાવી માર્ચ મહિનામાં ખોવાઈ ગઈ હતી અને લોકડાઉનના કારણે બીજી ચાવી મુંબઈથી બનીને હવે આવી. જ્યારે લોકર ખોલવામાં આવ્યું ત્યારે ઘરેણાંઓના પેકેટ ગાયબ થઈ ગયા છે.

image source

મુંબઈથી બીજી ચાવી મંગાવી ત્યારે થયો ચોરીનો ખુલાસો, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી.

મધ્યપ્રદેશના શ્યોપુરની એસબીઆઈની એક બ્રાન્ચમાં ગોલ્ડ લોન લોકરમાંથી ઘરેણાં ચોરીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બેંકના લોકરમાંથી ઘરેણાંઓના 101 પેકેટ ચોરી થઈ ગયા છે. આ ચોરી લોકડાઉનના પહેલા ચરણથી લઈને 10 જૂન વચ્ચે થઈ છે પણ આ ચોરી અંગેનો ખુલાસો હવે થયો. બેન્ક મેનેજરની લેખિત ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે અને આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.

image source

આ ચોરી શ્યોપુરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્ટેશન રોડ શાખામાં થઈ છે. ચોરીની આ ઘટના સામે આવ્યા પછી બેંકના ઓફિસરોથી લઈને પોલીસ સુધીના હોશ ઉડી ગયા છે.બેંકના ગોલ્ડ લોનના લોકરમાંથી જવેલરીના 101 પેકેટ ચોરી થઈ ગયા છે. આ ચોરીની ખબર ગુરુવારે એ સમયે મળી જ્યારે 26 માર્ચ પછી પહેલી વાર લોકર ખોલવામાં આવ્યું.લોકર ખોલતા જ ખબર પડી કે ઘરેણાંના 101 પેકેટ ગાયબ છે.

image source

ત્યાર પછી ગભરાઈ ગયેલા મેનેજર વિનોદ કુમારે સીટી કોતવાલી પોલીસને લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું કે લોકરમાં ઘરેણાના 214 પેકેટ હતા જેમાંથી 101 પેકેટ ગાયબ છે. મેનેજરે પોલીસને એ પણ જણાવ્યું કે આ લોકરની ચાવી માર્ચ મહિનામાં ખોવાઈ ગઈ હતી અને લોકડાઉનના કારણે બીજી ચાવી મુંબઈથી બનીને હવે આવી છે. આ ચાવીથી જ્યારે લોકર ખોલવામાં આવ્યું તો ઘરેણાંના પેકેટ ગાયબ થયેલા હતા.

image source

ચોરી થયેલા ઘરેણાનું વજન અને એની કિંમત વિશે જાણવા માટે બેન્ક અને પોલીસની એક ટીમ ગોલ્ડ લોન આપવા-લેવા વાળાનો રેકોર્ડ ફેંદવામાં લાગી ગઈ છે. બેન્ક મેનેજર કેમેરાની સામે આવવાની ના પાડતા ચોરીની વાત કબૂલી રહ્યા છે. બીજી બાજુ સીટી કોતવાલી પોલીસ ઓફિસરોનું કહેવું છે કે મેનેજરની ફરિયાદ પે હમણાં કેસ નોંધાયો છે જેની શોધખોળ અમે શરૂ કરી દીધી છે.

image source

બેંકના સુરક્ષિત લોકરમાંથી ચોરીની આટલી મોટી ઘટના પછી ઘણા બધા સવાલ ઉભા થયા છે કારણ કે લોકરની એક મહીં ત્રણ ચાવીઓ હોય છે અને જ્યાં લોકર હોય છે ત્યાં કોઈ આવી નથી શકતું ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ એના પર નજર રાખવામાં આવે છે. એવામાં ચોરીની આ ઘટનામાં બેંકના કર્મચારીઓ પર જ શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. સીટી કોટવાળીના ટીઆઈ દલ સિંહ પરમારનું કહેવું છે કે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસ આ અંગે શોધખોળ કરી રહી છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત