103 વર્ષના દાદી એક મહિના સુધી બરફના ગાંગડા ચૂસી થઈ ગયા સ્વસ્થ, ડોક્ટરો પણ આ ઉપાયથી ચોંકી ગયાં!

કોરોના મહામારીએ વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. દેશનાં દરેક ખૂણેથી કોરોનાનાં કેસો આવી રહ્યાં છે. એક તરફ વાયરસની આ ચેઇનને તોડવા માટે અનેક શહેરોમાં લોકડાઉન તો બીજી તરફ વેક્સિન આપવાનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે.

આ વચ્ચે ઘણાં એવા સમાચારો આવી રહ્યાં છે કે દેશી દવાઓથી કોરોનાને મ્હાત આપી છે. હાલમાં 103 વર્ષનાં એક માજીએ આવી જ રીતે કોરોના સામે જંગ જીતી છે. મળતી માહિતી મુજબ નારણપુરામાં રહેતા 103 વર્ષના સ્વાતંયસેનાની કમળાબેન ભાવસારે કોરોના થયા બાદ સતત એક માસ આ દેશી રીતનો ઉપયોગ કર્યો હતો.

તેમણે ડોક્ટરે સૂચવેલી દવા સાથે બરફના ગાંગડા (રોજની બરફની એક પ્લેટ)ચૂસી અને જ્યૂસનું સેવન કરીને કોરોનાને હરાવ્યો હોવાનો પરિવારે દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓએ કોરોનામાં જરા પણ અન્નનું સેવન કર્યું નહોતું. તેમનાં વિશે વિગતે વાત કરીએ તો 1918માં ખંભાત ખાતે તેમનો જન્મ થયો હતો. કમળાબેન ભાવસારને એપ્રિલ માસના અંતમાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ ડોક્ટર્સની સલાહ અનુસાર ઈન્જેક્શન, બાટલા ચડાવવાની ફરજ પડી હતી.

image source

તેમનાં વિશે ડોક્ટરોનું કહેવું છે કે તેમની વય વધારે હોવાથી પરિવારનો આગ્રહ હોવા છતાં જરા પણ અન્નનું સેવન કર્યું ન હતું અને પરિવારની અપેક્ષાથી વિપરિત બરફના ગાંગડાની માગણી કરી હતી જેથી સૌ નવાઈ પામ્યાં હતાં. તેમના પુત્ર પ્રશાંત અને પુત્રવધૂ યોગિનીની આનાકાનીની પરવા કર્યા વિના પોતાની માગણી પર મક્કમ રહીને બરફના ગાંગડાના ચૂસતા હતા.

આ સાથે તેઓ પરિવારનાં આગ્રહથી ફળોનો જ્યૂસ પણ પીવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી ધીરે ધીરે રોજની એક ટ્રે ભરીને બરફનાના ગાંગડા ચૂસવાનું તેમને કાયમ ચાલુ રાખ્યું હતું. એક તરફ બધા કોરોના થવાથી માજી જીવશે કે કેમ તેવી ચિંતા કરતા હતા ત્યારે બીજી તરફ માજી બિંદાસ જ્યુસ અને બરફની મોજ કરી રહ્યા હતાં.

image source

તેમની પુત્ર-પુત્રવધૂ સાથે આ બાબતે થયેલી વાતચીતમાં તેણે કહ્યું હતું કે અમારા પરિવારમાં તમામને કોરોના થયો હતો. આ પછી અમારી માતાને પણ કોરોના થયો હતો. જો કે કોરોનાની પહેલી લહેરમાં અમને માતાની ઉંમર વધારે હોવાને કારણે ચિંતા હતી અને જ્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે અમે ડરી ગયા કે હવે બા જીવશે કે કેમ? પરંતુ અમારી ધારણા ખોટી પડી અને તેમણે કોરોના સામે જંગ જીતી લીધી.

કમળા બેનના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો ત્યાં પણ તેમની વીરતા છલકાઈ છે. જાણવા મળ્યું છે કે તેમણે આઝાદીની લડતમાં ભાગ લેવા માટે સરકારી નોકરી પણ તે સમયે છોડી દીધી હતી. ખંભાત, બોરસદ, અમદાવાદમાં સ્વાતંત્ર્ય ચળવળમાં તેઓએ ભાગ લીધો હતો. કમળાબેન અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની સ્કૂલમાં શિક્ષક રહી ચૂક્યાં છે.

image source

પીટીસીની શૈક્ષણિક લાયકાત ધરાવતા કમળાબેને સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેવાને કારણે ખાડિયા ઢાળની પોળ પાસેની મ્યુનિ.કોર્પો.ની સ્કૂલમાં શિક્ષિકાની નોકરી છોડી હતી. જો કે પાછળથી તેમને આ સ્કૂલમાં નોકરીમાં જોડાવા માટેનું આમંત્રણ અપાયું હતું અને તેમણે નોકરી કરી હતી.

પરિવારનાં લોકો કહે છે કે હજી તો દાદીને 151 વર્ષ જીવવાની ઈચ્છા છે. જ્યારે દાદી સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે આ વાયરસથી મુક્તિ અને મારા લાંબા આયુષ્ય પાછળ કદાચ ડોક્ટરોની દવા ઉપરાંત મારી જીજીવિષા અને હકારાત્મક દ્રષ્ટિકોણ જવાબદાર છે. મારા જીવનકાળ દરમિયાન મેં ક્યારેય નકારાત્મક વિચાર્યું નથી અને દરેક સ્થિતિમાં મનોબળ મજબૂત રાખી મુશ્કેલીને બાથ ભીડી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!