Site icon News Gujarat

અમદાવાદની હાલત ખરાબ: 108 માટે 20થી 24 કલાકનું વેઇટિંગ, એમ્બ્યુલન્સના અભાવે આટલા લોકોના થયા કરુણ મોત, વધુ વિગતો જાણીને છૂટી જશે ધ્રુજારી

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે કપરી સ્થિતી:108 માટે 20થી 24 કલાકનું વેઇટિંગ, એમ્બ્યુલન્સના અભાવે 8થી વધુનાં મોત

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. માત્ર અમદાવાદમાંથી જ 108 એમ્બ્યુલન્સને રોજના સરેરાશ 20 હજાર ઈમર્જન્સી કોલ આવે છે. દર્દીને દાખલ કરવા માટે તેમનાં સગાં સરેરાશ પાંચ વાર ફોન કરે તોપણ એવું કહી શકાય કે 5 હજાર દર્દી હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ દર્દી સુધી એમ્બ્યુલન્સને પહોંચવામાં 20થી 24 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. સિવિલની 1200 બેડ હોસ્પિટલ બહાર રોજેરોજ 35થી 40 એમ્બ્યુલન્સની લાઈન લાગતી હોવાથી એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ પણ ઘણો વધી ગયો છે. આને કારણે સમયસર સારવાર ન મળતાં 8થી વધુ દર્દીનાં અત્યારસુધી મૃત્યુ પણ થયાં છે.

image source

દાખલ કરવાનો સમય વધીને 10 કલાક થયો

108નાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ અમદાવાદ માટે વધુ 30 એમ્બ્યુલન્સ વધારી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવામાં 126 એમ્બ્યુલન્સ જોતરવામાં આવી આવી છે. જોકે 108ને રોજના સરેરાશ 20 હજાર કોલ આવે છે. 108ના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર પરથી 70 ટકા દર્દીને 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવે છે. આ કારણે સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો થઈ જાય છે. પહેલાં 1200 બેડવાળી સિવિલમાં દર્દીને દાખલ કરવામાં 10થી 12 મિનિટનો સમય લાગતો હતો, જે હવે વધીને 10 કલાકની આસપાસ થઈ ગયો છે. એકવાર દર્દીને સિવિલ લઈને પહોંચેલી એમ્બ્યુલન્સે 30થી 40 એમ્બ્યુલન્સની કતારમાં ઊભા રહેવું પડે છે.

image source

ખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કરાતા નથી

વધારામાં જ્યાં સુધી દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી એમ્બ્યુલન્સ અન્ય દર્દીને લેવા જઈ શકતી નથી. આ કારણે જ દર્દીનાં સગાં વારંવાર ફોન કરે છતાં એમ્બ્યુલન્સને પહોંચવામાં 18થી 20 કલાક લાગે છે. હોસ્પિટલો માત્ર 108માં આવેલા દર્દીને જ દાખલ કરવાનો હઠાગ્રહ રાખે છે. આને કારણે ખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કરાતા નથી. ઘણી વખત એવું બને છે કે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દી વિલંબને લીધે હોસ્પિટલના દરવાજે જ મૃત્યુ પામે છે.

વિલંબ માટે આ ત્રણ મુખ્ય કારણ છે

image source

1. સિવિલના દરવાજે આવેલા દર્દીને દાખલ કરવામાં 10થી 12 કલાક લાગે છે

108 દર્દીને સિવિલ હોસ્પિટલ લઈને આવે ત્યારે પહેલેથી 40થી 50 એમ્બ્યુલન્સ વેઈટિંગમાં હોય છે. એક પછી એક દર્દીને દાખલ કરવાની પ્રોસિજરમાં છેલ્લે ઊભેલા દર્દીને હોસ્પિટલ બિલ્ડિંગ સુધી પહોંચતાં 10થી 12 કલાકનો સમય લાગી જાય છે. આ દરમિયાન દર્દીને જો ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો 108માં હોય એટલો જ ઓક્સિજન મળી શકે છે. સિવિલમાંથી પહેલાં ઓક્સિજન મળી શકતો હતો, પણ હવે મળતો નથી.

image source

2. 108એ ઓક્સિજન પુરાવવા અલગ અલગ પ્લાન્ટના ધક્કા ખાવા પડે છે

હાલ મુખ્યત્વે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે ત્યારે લિમિટેડ સ્ટોકની કેપેસિટી સાથે 108 એમ્બ્યુલન્સ દર્દીને લઈ હોસ્પિટલ પહોંચતી હોય છે. આ દરમિયાન દર્દીને જો વધુ ઓક્સિજન આપવાની જરૂર પડે તો એમ્બ્યુલન્સ પાસે સ્પેર રાખેલો ઓક્સિજનનો સિલિન્ડર હોય છે, પરંતુ સ્પેર રાખેલો સિલિન્ડર પણ ખાલી થઈ જાય પછી એમ્બ્યુલન્સે ફરજિયાત નિયત કરેલા ઓક્સિજન પ્લાન્ટ અથવા કઠવાડા મુખ્ય મથક પર ઓક્સિજન-સિલિન્ડર રિફિલ કરવા જવાનું હોય છે. સિલિન્ડર રિફિલ કરવા માટે પણ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો હોય છે, એને કારણે એમ્બ્યુલન્સને પરત આવવામાં વિલંબ થાય છે. સરવાળે આવા વિલંબને લીધે દર્દી માટે એમ્બ્યુલન્સના રિસ્પોન્સ ટાઈમમાં ઘણો વધારો થઈ જતો હોય છે.

3. સિવિલમાં રજિસ્ટ્રેશન માટે જ એક કલાકનો બિનજરૂરી વિલંબ થતો હોય છે

ખાસ કરીને સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓનો 24 કલાક સતત ધસારો હોય છે. આવી પરિસ્થિતિમાં એક વખત દર્દી લાંબી લાઈનનું વેઈટિંગ ભોગવી હોસ્પિટલ બિલ્ડિંગ સુધી પહોંચે ત્યારે દર્દીને દાખલ કરવા માટે કેટલાક પુરાવા સહિત રિપોર્ટની વિગતો રજિસ્ટ્રેશન કાઉન્ટર પર આપવાની હોય છે. રજિસ્ટ્રેશન કાઉન્ટર પર દર્દીની પર્ફેક્ટ માહિતી લેવાની હોય છે, કારણ કે આ માહિતી સિવિલના સંગ્રહમાં રાખવી પડતી હોય છે અને આ માહિતીના આધારે દર્દીને ટ્રેસ કરવામાં સરળતા રહેતી હોય છે. આ પ્રક્રિયા કદાચ દર્દી દાખલ થાય પછી પણ થઈ શકે છે. આ‌વા બિનજરૂરી વિલંબના કારણે રોજેરોજ 15 જેટલા દર્દીનાં મૃત્યુ થાય છે.

રજિસ્ટ્રેશન પ્રોસેસ ધીમી હોવાથી 38 એમ્બ્યુલન્સનો ખડકલો થઈ ગયો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version