108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમીટ કરાશે, જાણો સરકારે શું કર્યો મોટો નિર્ણય

અમદાવાદમાં કોરોનાના દર્દીઓને મોટી રાહત મળી છે. હાઈકોર્ટ દ્વારા સ્થાનિક તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી ત્યારબાદ રાજ્યના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક આપાતકાલિન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે 108માં જ દર્દીને લાવવા ફરજિયાત નહીં હોય. ખાનગી વાહનમાં આવતા દર્દીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

image source

આ નિર્ણય ઉપરાંત આ બેઠકમાં હાલમાં જે કોવિડના કેસમાં થયેલા વધારાને પહોંચી વળવા અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરના મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર, આઈએએસ તેમજ અન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે પણ હાજરી આપી હતી. તમામની સહમતિથી શહેરના કોરોનાના દર્દીઓ માટે આ મુજબના નિર્ણયો લેવાયા છે.

image source

કોવિડ હોસ્પિટલોમાં દાખલ થવા માટે 108 મારફતે જ દર્દીને લાવવાની જરૂરીયાત હતી તે નિયમ પરત લેવાયો છે. હવેથી તમામ હોસ્પિટલોને કોવિડ દર્દીઓને તે કોઈપણ રીતે હોસ્પિટલ પહોંચ્યા હોય તેમને દાખલ કરવાના રહેશે. આ હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલો, એએમસીની હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલો ડેઝીગ્નેટેડ હોય કે ન હોય તેને દર્દીને દાખલ કરવા પડશે.

આ નિયમ તારીથ 29 એપ્રિલ 2021 સવારે 8 કલાકથી લાગુ થશે. એટલે કે આવતી કાલ સવારથી કોઈપણ દર્દી 108 મારફતે, ખાનગી એમ્બ્યુલન્સ મારફતે કે ખાનગી વાહનમાં આવે તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ બેડની ઉપલબ્ધતાના આધારે કરવામાં આવશે.

આ સિવાય હોસ્પિટલોમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે જે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે તેમને જ હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે.

image source

શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ કોવિડની સારવાર માટે ફાળવવાના રહેશે. એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે 25 ટકા બેડ ઉપલબ્ધ રહેશે. આ નિયમ લાગુ થવાથી શહેરમાં કોવિડની સારવાર માટે વધારાના 1000 બેડ ઉપલબ્ધ થશે.

આ સિવાય અન્ય એક નિયમને જનહિતમાં પરત લેવામાં આવ્યો છે. આ અગાઉ નિયમ જાહેર કરાયો હતો કે જેની પાસે આધાર કાર્ડ અમદવાદનું હોય તેને જ દાખલ કરવામાં આવતા હતા. પરંતુ જનહિતને ધ્યાનમાં રાખી અને હાલની સ્થિતિની ગંભીરતા જોતા આ નિયમ પણ બદલી દેવામાં આવ્યો છે.

image source

તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને ઝડપભેર હોસ્પિટલમાં દાખલ કરી શકાય તે હેતુથી અમદાવાદના આધાર કાર્ડની જરૂરિયાતને પણ તાત્કાલિક અસરથી પરત લેવામાં આવી છે. આ સાથે જ આજની બેઠક બાદ શહેરની તમામ હોસ્પિટલ જે કોરોનાની સારવાર આપે છે તેમને દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમણે દર્દીઓના સ્વાસ્થ્યને ઝડપથી તપાસી અને સારવાર થઈ શકે અને જરૂરીયાત મુજબ તાત્કાલિક તેને દાખલ કરી શકાય તે માટે ઓપીડીની સુવિધા પુરી પાડવાની રહેશે.

આ સાથે જ કોરોનાની સારવાર માટે હોસ્પિટલોમાં એએમસી ક્વોટામાં દાખલ થવા માટે 108 સેવાનો કે 108 કંટ્રોલ રુમના રેફરન્સની જરૂરીયાતને પણ હટાવી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *