શિક્ષણ બોર્ડનો ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ સૌથી મોટો નિર્ણય: માર્કશીટમાં નહિં પરંતુ આ ડોક્યુમેન્ટમાં લખાશે ‘માસ પ્રમોશન’

કોરોનાની બીજી લહેરમાં વધતા જતા કેસ અને આગામી સમયમાં ત્રીજી લહેરનું જોખમ માથે તોળાતું હોવાથી રાજ્ય સરકારે આ વર્ષે ધોરણ 1થી 12 સુધીના તમામ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ રાજયભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ થઈ ચુકયો છે.

જાણવા મળ્યાનુસાર નવા વર્ષનો અભ્યાસક્રમ 10 જુલાઈ બાદ શરૂ થશે. કોરોનાની મહામારી વચ્ચે વિધાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે માટે સરકાર દ્વારા હોમ લર્નિંગ શરુ કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે આગામી એક મહિના સુધી જુના ધોરણનું પુનરાવર્તન કરાવવામાં આવશે ત્યારબાદ નવા અભ્યાસક્રમ ઓનલાઈન શરૂ કરાવવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

image source

આ સાથે જ વધુ એક જાણકારી સામે આવી છે. આ જાણકારી અનુસાર ધોરણ 10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશન લખવામાં આવશે. આ અંગેની જાણ શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. પરંતુ હવે સામે આવ્યું છે કે માર્ક શીટમાં નહીં પરંતુ એલસીમાં માસ પ્રમોશન લખેલું આવશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને જે એલસી આપવામાં આવશે તેમાં માસ પ્રમોશન લખવાનો નિર્ણય ભારે ચર્ચા વિચારણા બાદ લેવાયો હોવાનું પણ જાણવા મળે છે.

image source

આ પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને કેવી રીતે માર્ક અપાશે તે માટેની પદ્ધતિ શિક્ષણ વિભાગે જણાવી હતી. આ પદ્ધતિ અનુસાર માર્કની ગણતરી થશે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. જે અનુસાર માર્ક બે ભાગમાં અપાશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે જે 20 માર્કનું હશે અને બીજું 80 માર્કનું મૂલ્યાંકન હશે.

image source

આ 80 માર્કના મૂલ્યાંકનમાં વિવિધ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરની શાળાઓમાં આજથી માર્કશીટ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન એવું નહીં લખાય. માર્કશીટ સામાન્ય જ હશે પરંતુ વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટીફીકેટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે.

image source

એલસીમાં માસ પ્રમોશન લખવા અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને સુચના આપવામાં આવી છે. આજથી શાળાઓ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન તૈયાર કરશે અને તે તમામ 17 જૂનના રોજ સાંજે 5 કલાક સુધીમાં સાઈટ પર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *