112 હેલ્પલાઈન પર કોલ કરી બાળકીએ કીધું કે ઘરમાં અનાજ નથી ભુખે મરવાના દિવસો છે, અધિકારીઓ પહોંચ્યા ઘરે તો થયો મોટો ખુલાસો
કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉના કારણે ગરીબ લોકો સામે રોજી-રોટીની સમસ્યા ઊભી થઈ છે. તેવામાં સરકારે મદદ માટે 112 હેલ્પલાઈન શરુ કરી છે. જો કે આ હેલ્પલાઈન પર આવેલા એક કોલના કારણે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

આ ઘટના છે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાની. અહીં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. 112 પર કોલ કરી એક 9 વર્ષની બાળકીએ અધિકારીઓને કહ્યું કે તેના ઘરમાં અનાજ નથી અને હવે તેમને ભૂખે મરવાના દિવસો આવ્યા છે. આ ફરિયાદ સીધી લખનઉ પહોંચી અને ત્યારબાદ રાજધાનીથી લઈ જિલ્લા સુધી હડકંપ મચી ગયો. યૂપી તંત્રએ તુરંત રામપુર જિલ્લા અધિકારીનો સંપર્ક કર્યો અને આ અંગે જાણ કરી.

રામપુર જિલ્લાના સ્વાર વિસ્તારના નાનકાર રાની ગામની રહેવાસી એવી 9 વર્ષની બાળકીએ યૂપી સરકારની હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. તેણે કહ્યું કે તેમને અનાજની જરૂર છે તેઓ ભૂખે મરી રહ્યા છે. આ કોલ પછી લખનઉ સુધી ખળભળાટ મચી ગયો. ઉચ્ચ અધિકારીઓએ તુરંત સ્થાનિક ટીમને અનાજ સાથે બાળકીના એડ્રેસ પર મોકલ્યા. ઉપરથી થયેલા આદેશના કારણે 10 અધિકારી બાળકીના ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું કે બાળકીએ તો રમત રમતમાં કોલ કરી દીધો હતો.

બાળકીના પિતાએ અધિકારીઓને જણાવ્યું કે તેમને અનાજની જરૂર નથી. તેમની બાળકીએ રમત રમતમાં હેલ્પલાઈન પર કોલ કરી દીધો. બાળકીના પિતાએ કહ્યું કે હાલ ચારેતરફ કોરોનાની અને તેના માટેની મદદ અંગે જ ચર્ચા થતી હોય છે તેવામાં બાળકી આ બધું સાંભળી હોય છે અને તેવામાં તેને 112 હેલ્પલાઈનની ખબર પડી. તેણે જણાવ્યું કે થોડા સમય પહેલા તે બહાર ગયો હતો પણ જ્યારે પરત આવ્યો તો અધિકારીઓ ઘરે બેઠા હતા.
બાળકીના પિતાએ અધિકારીઓને થયેલી તકલીફની માંફી પણ માંગી હતી. જો કે આ ઘટના બાદ જિલ્લા પ્રશાસને આવા મામલે પરિવારોને સજાગ રહેવા પણ કહ્યું છે, કારણ કે કોરોનાના સમયમાં આ પ્રકારના કોલને અધિકારીઓ ગંભીરતાથી લેતા હોય છે. તેમાં પણ કોઈ બાળકી કહે કે ભુખે મરવાની સ્થિતિ છે કો ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતાતુર થઈ જતા હોય છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત