11 વર્ષની આ દીકરીએ બુર્જ ખલીફા માં થોડી જ મિનિટોમાં કર્યા 100 યોગાસન

11 વર્ષની ભારતીય બાળકી દુબઈમાં વગાડ્યો ડંકો, બુર્જ ખલીફા માં થોડી જ મિનિટોમાં કર્યા 100 યોગાસન, છ વર્ષની ઉંમરથી સમૃદ્ધિ કરી રહી છે યોગ

યોગ એ ભારતની પ્રાચીન વિદ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં યોગનો પ્રચાર-પ્રસાર ખૂબ વધ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાની જાહેરાત પણ કર્યા બાદ વિશ્વભરના દેશો યોગનું મહત્વ વધારે સમજવા લાગ્યા છે. યોગ દુનિયાને ભારતની સૌથી મોટી અને અમૂલ્ય દેન છે

image source

જોકે યોગનું મહત્વ હવે બાળકો પણ સમજવા લાગ્યા છે અને યોગને માધ્યમ બનાવી અને નવા નવા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે આવીશ એક બાળકી છે સમૃદ્ધિ કાલીયા

સમૃદ્ધિ કાલીયા દુબઈમાં રહે છે તાજેતરમાં જ આ ભારતીય મૂળની દીકરીએ યોગાસન કરી વિશ્વ રેકોર્ડ સર્જી દીધો છે. સમૃદ્ધિ એ એક નાનકડી જગ્યામાં થોડી જ મિનિટો ની અંદર યોગના 100 અલગ અલગ આસન કર્યા હતા. નવા રેકોર્ડ સાથે સમૃદ્ધિ એ પોતે સર્જેલા મહિનાના બીજા વિશ્વ રેકોર્ડ તોડી દીધો છે અત્યાર સુધીમાં સમૃદ્ધિ એ આ રીતે ત્રણ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે.

image source

સમૃદ્ધિ એ આ વિશ્વ રેકોર્ડ દુબઇની સૌથી પ્રખ્યાત બુર્જ ખલીફા નોંધાવ્યા છે બુર્જ ખલીફા માં એક નાનકડી જગ્યામાં તેણે સૌથી વધુ ઝડપથી યોગના આસાન કરી વિશ્વ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવ્યું છે સમૃદ્ધિ એ માત્ર 3 મિનિટ અને 18 સેકન્ડમાં કીર્તિમાન સ્થાપિત કરી પોતાનું નામ વિશ્વ ફલક પર ચમકાવી દીધું છે.

image source

મહત્વપૂર્ણ છે કે સમૃદ્ધિ એ થોડા સપ્તાહ પહેલા એક નાનકડા બોક્સની અંદર એક મિનિટમાં 40 ઉન્નત યોગાસન કરી અને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો ગત માસમાં 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તેણે બીજું વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો યોગના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ માટે જાન્યુઆરી 2020 માં પ્રવાસી ભારતીય દિવસ પર પણ તેને ખાસ એવોર્ડ થી નવાજવામાં આવી છે.

image source

સમૃદ્ધિના પિતા સિદ્ધાર્થ માલ્યાએ જણાવ્યું હતું કે સમૃદ્ધિ ત્યારે છ વર્ષની હતી ત્યારથી તે યોગ શીખી રહી છે આ ક્ષેત્રમાં તેને રસ છે અને તેથી જ તે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં આ કારણે જ સફળ થઇ અને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત