12 ફીટ લાંબી મૂંછવાળા ફેમસ કલાકારનું કોરોનાથી નિધન, કરી ચૂક્યા હતા 2 ડઝનથી વધારે ફિલ્મોમાં કામ

દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર સતત ફેલાઈ ચૂક્યો છે ત્યારે રાજસ્થાનમાં પણ કોરોના યથાવત છે. અહીં પણ 8 જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ શરૂ કરાયો છે. કોરોનાની મહામારીમાં અનેક કલાકારોનું નિધન થયું છે ત્યાં રાજસ્થાનના એક કલાકારનો વારો પણ આવ્યો હતો. શનિવારે રાજસ્થાનમાં 12 ફીટ લાંબી મૂંછોવાળા ફેમસ કલાકાર મૂલચંદ શર્માનું નિધન થયું છે.

image source

મૂલચંદ શર્મા 2 ડઝનથી પણ વધારે ફિલ્મોમાં કિરદાર નીભાવી ચૂક્યા હતા. તેઓ બે વખત મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત પણ થઈ ચૂક્યા હતા. મૂલચંદ શર્માના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ આનંદપુરામામં કરાયા હતા. કલાકારના અંતિમ સંસ્કારમાં કોરોના ગાઈડલાઈનના તમામ નિયમોનું પાલન કરાયું હતું. આખા જિલ્લા નાગૌરમાં શોકનું મોજું છવાયું હતું.

image source

રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને કાબૂમાં લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં ફરીથી નાઈટ કરફ્યૂની જાહેરાત કરી છે.

image source

હાલ રાજસ્થાનના 8 જિલ્લામાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેના કારણે રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કારણ વગર બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જ્યારે આ બાજુ રાજધાની જયપુરમાં કલમ 144 લાગુ કરાઈ છે.

image source

સરકારી આદેશ મુજબ સૌથી વધુ પ્રભાવિત જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડા જિલ્લામાં રાતે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ આઠ જિલ્લાઓમાં બજાર, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને અન્ય વાણિજ્ય સંસ્થાનો ફક્ત રાતે 7 વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખી શકશે. આ સિવાય પ્રભાવિત આઠ જિલ્લાઓમાં કાર્યાલયો તથા સંસ્થાઓમાં જ્યાં 100થી વધુ કર્મચારીઓ કાર્યરત છે ત્યાં કામકાજી દિવસોમાં કર્મચારીઓની હાજરી 75 ટકાથી વધુ નહીં રાખી શકાય

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત