તંત્રએ 12 વર્ષે ન્યાય આપ્યો, 26/11ના હુમલામાં ભોગ બનેલા નવસારીના માછીમારના પરિવારોને આખરે મળી

ક્યારેક એવી એવી સહાયો અને લાભો મળે કે લોકો પણ વિચારતા રહી જાય. એવો ન્યાય જોઈને આપણી ન્યાય વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થાય. આવું એટલા માટે બોલવું પડે કારણ કે હાલમાં એક એવો ન્યાય આપવામા આવ્યો કે લોકો વિચારતા રહી જશે.

image source

12 વર્ષ પહેલાં પહેલા 21 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં આંતકી હુમલો થયો હતો. પાકિસ્તાનથી આવેલા અજમલ કસાબ સહિતના આતંકવાદીઓ દરિયા મારફતે મુંબઇમાં ઘૂસ્યા હતા. જેમાં નવસારીના ત્રણ માછીમારોનો ભોગ લેવાયો હતો.

image source

બધા જાણે છે કે આ ઘટના બની એના આજે 12 વર્ષ થઇ ગયા છે. હવે છેક 12-12 વર્ષે નવસારી જિલ્લાના વાસી બોરસીના માછીમારોના પરિવારોને સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. મામલતદારે પીડિત પરિવારોને પાંચ-પાંચ લાખના ચેક ત્રણ વર્ષના લોક પિરિયડ માટે FD સ્વરૂપે આપ્યા છે. 12 વર્ષ સુધી સતત નવસારી કલેક્ટર કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને મૃતક માછીમારોના પરિવારના લોકો થાકી ગયા હતા પરંતુ તેમને કોઇપણ પ્રકારની આર્થિક સહાય ન મળી અને મળે તેવી આશા પણ નહોતી. કારણ કે ગેમાર તંત્રની વિવિધ લાંબી પ્રક્રિયાથી આ પરિવારજનો નાસીપાસ થયા હતા.

image source

ઉલ્લેખનીય છે કે હવેની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો મુંબઇ હુમલામાં આતંકવાદીઓનો ભોગ બનેલા તમામ મૃતકના પરિવારજનોને અત્યાર સુધીમાં સહાય પ્રાપ્ત થઇ ગઇ છે. માત્ર નવસારી જિલ્લાના માછીમારો વંચિત હતા. જો કે 12 વર્ષ બાદ તેમને પણ આર્થિક સહાય મળતા માછીમારોના પરિવારમાં આનંદ છવાયો હતો. જો કે આ કેસ અંગે ગામના સરપંચ સુનિલ ટંડેલે જણાવ્યું હતું કે, 26 નવેમ્બર 2008ના રોજ જે ઘટના ઘટી હતી. ત્યાર પછી આજે 12 વર્ષ પૂરા થયા છે. ત્યારે જે તે પરિવારને 5-5 લાખની સહાય મળી છે. આ સહાય મેળવવા માટે વિવિધ ટ્રસ્ટ અને જે-તે સમયના અને હાલ સુધીના સરપંચો અને અંગ્રણીઓ સાથ સહકાર આપ્યો છે. તેમનો હું આભાર માનું છું

image source

સરપંચે માન્યું કે 12 વર્ષનો સમય મુશ્કેલ હતો અને પ્રોસેસ પણ ચાલતી હતી. તંત્રને એટલી જ વિનંતી છે કે હવે આવું કંઇ થાય તો જે-તે સમય મર્યાદામાં જ મદદ મળે તેવી અપેક્ષા છે. તો વળી મામલતદાર રોશની પટેલે જણાવ્યું હતું કે, 2008ના મુંબઇના આતંકવાદી હુમલામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના ત્રણ ક્રૂ મેમ્બર, નટુભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ અને બળવંતભાઈ ટંડેલના વારસદારોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય સ્પેશિયલ કિસ્સામાં આજે આપવામાં આવી છે.

image source

26/11ના મુંબઇ હુમલાનો ભોગ બનેલા માછીમાર બળવંત ટંડેલના પત્ની દમયંતીબેન ટંડેલે જણાવ્યું હતું કે, જે રાહત મળી છે તે બદલ આભાર માનું છું. 12 વર્ષથી અમે સહાય મેળવવા માટે ધક્કા ખાતા હતા. અમને બધાની મદદ મળી એટલે અમે 12 વર્ષ સુધી લડી શક્યા. અને આજે આ મહેનત આખરે ફળી છે. ઉલ્લેખનીય છે કે દેશના ઇતિહાસમાં કાળી શાહીથી લખાયેલ 26/11 આતંકવાદી હુમલામાં પાકના નાપાક આતંકવાદી અજમલ કસાબે દરિયાઇ માર્ગે મુંબઇ પહોંચવા માટે કુબેર બોટમાં સવાર નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામના ત્રણ માછીમારો નટુ નાનુ રાઠોડ, મુકેશ અંબુ રાઠોડ અને બળવંત પરભુ ટંડેલને મધદરિયે મોતને ઘાટ ઉતારી તેમની લાશ દરિયાના પાણીમાં ફેંકી દીધી હતી. જે લાશ પણ આજ દિન સુધી મળી ન હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત