121 રૂપિયા બચાવી LICની આ પોલિસી લઇ લો, દીકરીના લગ્ન પર મળશે પુરા 27 લાખ રૂપિયા, જાણો વિગત

પોતાના કાળજાના કટકા લગ્ન માટે માતા-પિતા વર્ષોથી બચત કરતા હોય છે. જેથી તેની દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે. દીકરીના લગ્નને લઈને માતા-પિતાની ચિંતાની શરૂઆત ખર્ચાથી જ થાય છે. હાલમાં સરકાર દ્વારા દીકરીઓ માટે અલગ-અલગ યોજના હોય છે. પરંતુ સરકારી વીમા કંપની એલઆઇસી એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા એક ખાસ સ્કીમ કાઢી છે. આ સ્કીમ હેઠળ દીકરીના લગ્નમાં 27 લાખ રૂપિયા મળશે. જો તમે તમારી દીકરીના લગ્ન ધૂમધામથી કરવા માંગતા હો, તો LIC તમારા માટે એક યોજના લઇને આવ્યું છે: LIC કન્યાદાન પોલિસી. આ પોલિસી લીધા પછી તમે પુત્રીના લગ્નની ચિંતાઓથી મુક્ત થઈ જશો. નામ સૂચવે છે તેમ આ પોલિસી ફક્ત વિશેષ દિકરીઓના લગ્ન માટે જ તૈયાર કરવામાં આવી છે. ચાલો તમને આ પોલિસી વિશે સંપૂર્ણ માહિતી આપીએ

image source

આ પોલિસીમાં તમારે દરરોજ રૂપિયા 121 એટલે કે મહિને લગભગ 3600 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. જો તમે ઇચ્છતા હોવ તો આ પોલિસી નીચા પ્રીમિયમ પર પણ લઈ શકો છો. પરંતુ આમાંથી મળતી રકમ પણ ઓછી થશે. દરરોજ 121 રૂપિયાનું રોકાણ કરીને 25 વર્ષ પછી તમને 27 લાખ રૂપિયા મળશે.

ડેથ બેનિફિટનો પણ છે પોલિસીમાં સમાવેશ

image source

ભગવાન ન કરે પણ જો પોલિસીધારક પોલિસી લીધા પછી મૃત્યુ પામે છે, તો તેના પરિવારજનોએ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. જો મૃત્યુ આકસ્મિક છે, તો પરિવારને 10 લાખ રૂપિયાની રકમ મળશે. જો મૃત્યુ સામાન્ય સંજોગોમાં થાય છે, તો 5 લાખ રૂપિયા મળશે. તેમજ પરિવારને મેચ્યોરિટી સુધી દર વર્ષે 50,000 રૂપિયા પણ મળશે. એટલે કે, આ યોજનામાં ડેથ બેનિફિટ પણ શામેલ છે. 25 વર્ષ બાદ 27 લાખની રકમ નોમિનીને આપવામાં આવશે.

શું છે પોલિસી લેવાની શરતો?

image source

જો તમારે તમારી દીકરી માટે પોલિસી લેવી છે તો તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ, પુત્રીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષની હોવી જોઈએ. આ પોલિસી 25 વર્ષ માટે છે, પરંતુ પ્રીમિયમ માત્ર 22 વર્ષ માટે ચૂકવવું પડશે. બાકીના 3 વર્ષ સુધી કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. પરંતુ એ પણ નોંધવું રહ્યું કે દીકરીની ઉંમર પ્રમાણે આ પોલિસીનો સમયગાળો પણ ઘટાડી શકાય છે.

ભણતર માટે પણ વાપરી શકાય છે

image source

આ પોલિસીની મર્યાદા 25 વર્ષની જગ્યાએ 13 વર્ષની પણ ગોઠવી શકાય છે. આ ભંડોળનો ઉપયોગ દીકરીના લગ્ન ઉપરાંત તેના ભણતર માટે પણ કરી શકાય છે. બધું મળીને આ પોલિસી જોવા જઈએ તો તમને તમારી દીકરીના લગ્ન અને ભણતર બંનેની ચિંતાથી મુક્ત કરી દે છે.

કયા ડોક્યુમેન્ટની પડશે જરૂરત?

image source

ફોર્મ ભરવા માટે તમારે આધારકાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, એડ્રેસ પ્રુફ અને પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર રહેશે. આ ઉપરાંત પહેલા પ્રીમિયમ માટે હસ્તાક્ષર કરેલ એપ્લિકેશન ફોર્મ અને જન્મ પ્રમાણપત્ર સાથેનો ચેક અથવા રોકડ આપવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત