121 વર્ષના ઇતિહાસમાં ત્રીજી વાર બની આ મોટી ઘટના, જે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!

૧૨૧ વર્ષના ઇતિહાસમાં આવા પ્રકારની ઘટના ત્રીજી વાર બનવા પામી છે, આ ઘટના વિષે જાણીને આપનો પરસેવો છૂટી જશે.

ભારત દેશના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કોરોના વાયરસ સંક્રમણની સાથે ગરમીએ પણ પોતાની હાજરી આપી દીધી છે. ૧૨૧ વર્ષના ઇતિહાસમાં ત્રીજી વાર એવું બન્યું છે કે, ઉનાળાની ઋતુનો શરુઆતનો માર્ચ મહિનો સૌથી વધારે ગરમ રહ્યો હોય છે.

૧૨૧ વર્ષના ઇતિહાસમાં ત્રીજીવાર બની આવી ઘટના.

image source

માર્ચ મહિનો જુન મહિના જેટલો જ ગરમ રહ્યો.

કોરોના વાયરસ સંક્રમણની સાથે ગરમીએ કર્યો મુશ્કેલીમાં વધારો.

આ વર્ષે માર્ચ મહિના ૧૧ વર્ષના છેલ્લા ૧૧ વર્ષના માર્ચ મહિના કરતા સૌથી વધારે ગરમ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે, માર્ચ મહિનામાં દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો હતો. આની પહેલા વર્ષ ૨૦૧૦માં દેશનું સામાન્ય તાપમાન ૩૩.૦૯ ડીગ્રી અને વર્ષ ૨૦૦૪માં ૩૨.૮૨ ડીગ્રી જેટલું રહ્યું હતું. આની પહેલા ૨ વર્ષમાં માર્ચ મહિના દરમિયાન ગરમીમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

આ વર્ષે હોળીના તહેવાર પર પણ ગરમીમાં વધારો જોવા મળ્યો હતો એટલું જ નહી, હોળીના દિવસે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

image source

હોળીના દિવસે આવી પરિસ્થિતિ રહી.

વર્ષ ૧૯૪૫ પછી હોળીના દિવસે માર્ચ મહિનામાં સૌથી વધારે તાપમાન નોંધવામાં આવ્યું છે. હોળીના દિવસે દિલ્લીમાં ૪૦.૦૧ ડીગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. ૭૬ વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે, માર્ચ મહિનામાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો છે.

સોમવારના રોજ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી જાણકારી.

image source

હવામાન વિભાગ દ્વારા સોમવારના રોજ કહેવામાં આવ્યું છે કે, મહિનાના આધારે સરેરાશ તાપમાનનો અંદાજ આવી શકે છે કે, માર્ચ, ૨૦૨૧માં ગરમી ૧૨૧ વર્ષમાં ત્રીજા નંબરે આવી છે. એનો અર્થ એવો થાય છે કે, ૧૨૧ વર્ષમાં આવી ઘટના બીજીવાર થવા પામી છે. જયારે માર્ચ ૨૦૨૧માં તેના કરતા પણ માર્ચ મહિનો ગરમ રહ્યો છે. માર્ચ મહિનામાં જ ગરમીએ પોતાનું પ્રચંડ સ્વરૂપ જોવા મળી ગયું છે.

image source

માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો છે તો શક્ય છે કે, એપ્રિલ મહિનો, મે મહિનો અને જુન મહિના દરમિયાન ગરમીનો પારો પણ વધારે વધી શકે છે. એટલા માટે વર્ષ ૨૦૨૧માં ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીનું પ્રચંડ સ્વરૂપ લાંબા સમય સુધી જોવા મળી શકે છે. એટલા માટે આ વર્ષે દેશના કેટલાક વિસ્તારમાં રહેતા નાગરિકોએ અસહ્ય ગરમીનો અને કોરોના વાયરસ સંક્રમણનો પણ સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *