રોજ રાત પડે અને ઘરમાંથી નીકળવા લાગે છે કોબરા સાપ, 7 દિવસમાં નીકળ્યા 123 સાપ

મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના એક ઘરમાંથી છેલ્લા 1 સપ્તાહ દરમિયાન રોજ ઝેરી સાપ નીકળે છે.

image source

રોજ નીકળતા કોબરાના કારણે પરીવારના લોકોની ચિંતા વધી ગઈ છે અને રાતની ઊંઘ પણ ઊડી ગઈ છે. રાત્રે સુવાની સાથે જ તેમને ડરામણા સપના આવે છે. સાપોથી કંટાળી અને પરીવારના કેટલાક સભ્યો તો ઘર છોડી અને બીજી જગ્યાને પોતાનું ઠેકાણું બનાવી ચુક્યા છે.

જેના કારણે આ ઘર લોકોનું નહીં પણ સાપોનું બની ગયું હોય તેવું લાગે છે. પરીવારના મુખઅય વ્યક્તિનું જણાવવું છે કે છેલ્લા 7 દિવસની અંદર ઘરમાંથી 123 કોબરા નાગ નીકળ્યા છે. જીવન કુશવાહાએ જણાવ્યું છે કે તેણે પંચાયતના સચિવને આ બાબતે જાણ કરી છે. પરંતુ તેમણે કોઈ મદદ કરવાને બદલે એમ કહી દીધું કે સાપ નીકળે તો તેને દૂધ પીવડાવો.

આ ઘટના ભિંડ જિલ્લાના રૌન તાલુકાના ચચાઈ ગામની છે. ચચાઈ ગામમાં જીવન કુશવાહા નામના વ્યક્તિનું ઘર સાપનો રાફડો બની ગયું છે. તેમના ઘરમાંથી અચાનક કોબરા પ્રજાતિના સાપ મોટી સંખ્યામાં નીકળવા લાગ્યા છે. જીવનનું કહેવું છે કે આ ઘટનાક્રમ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘરમાંથી 123 કોબરા પકડવામાં આવ્યા છે. હવે તો સાપની સાથે સાપોલિયા પણ નીકળવા લાગ્યા છે. ઝેરી નાગ એક પછી એક નીકળવાથી અહીં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે.

image source

આ પરીવારને સ્થાનિક સ્તરે કોઈ મદદ ન મળતાં તેમણે એક વીડિયો બનાવીને લોકો પાસે મદદ માંગી છે. પરંતુ તેમ છતાં કોઈ અધિકારી તેની મદદે આવ્યા નથી. જીવનસિંહનું કહેવું છે કે સાપના ડરથી તેમના પરીવારના લોકો ચિંતામાં છે. આ લોકો ઘણા દિવસોથી આરામ કરી શક્યા નથી. હવે તો સ્થિતિ એવી છે તેઓ ઘરમાં અંદર જતા પણ ડરે છે. જીવન સિંહના જણાવ્યાનુસાર સાપ રાત્રિ થતાં જ ઝેરી સાપ નીકળવા લાગે છે. જીવન તેના ભાઈ સાથે બેસી અને રાત્રે સાપ પકડે છે. ભય એવો છે કે તે રાત્રે તેના ઘરના લોકોને ઘરમાંથી બહાર રહેવું પડે છે. આ ઘરમાં રહેતા લોકો પણ જાણી શક્યા નથી કે આ સાપ ક્યાંથી નીકળે છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત