12માં 2 વિષયમાં નાપાસ, 3 વર્ષ કડિયાકામ, રસોઈયાનું કામ, પછી બની કોન્સ્ટેબલ અને હવે CRPF બની આ દીકરી

અમુક કહાનીઓ ખરેખર પથ્થરમાંથી પાણી કાઢે એવી સંઘર્ષ કહાની લઈને આવતી હોય છે અને સહજ રીતે તેને વધાવી લેવાનું મન થઈ જાય,. આમ પણ કહેવાય કે ગુજરાતના પાણે પાણે સંઘર્ષની વાતુ પડી છે અને એમાં પણ જો વાત દેશસેવાની આવે તો પછી કંઈ જ ન ઘટે.

ત્યારે આજે એવા જ એક ઘરની વાત કરવી છે અને એવી છોકરી વિશે વાત કરવી કે જેણે કડિયા કામ કરીને દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે. આ વાત છે પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીની કે જેણે પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી પામીને માલધારી સમાજને ગૌરવ અપાવ્યું છે.

આ દીકરીનું નામ છે ભાવના ખાંભલા. કે જેઓ હાલમાં વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની પાછળનો સંઘર્ષ ખરેખર લોકોને પ્રેરણા આપે એવો છે. આ બધું એમનેમ નથી મળ્યું. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો સગરામભાઈ ખાંભલાના 5 સંતાનમાંની ભાવનાએ આર્થિક સહયોગ આપવા આગળનો અભ્યાસ છોડવા પડ્યો હતો.

image source

પરંતુ સપનું સાકાર કરવા મજૂરીકામ કરીને ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જો કે કે 2 વિષયમાં નાપાસ પણ થઈ. પરંતુ તેમ છતાં હિંમત હાર્યા વિના બીજા પ્રયત્ને ધો 12માં તે ઉત્તીર્ણ થઈ હતી. સગરામભાઈએ જણાવ્યું કે, મારી દીકરીએ આકરી મહેનત કરીને કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આ વિશે વાત કરતાં ભાવનાએ વિસ્તારથી જણાવ્યું હતું કે, મેં આર્મીમેન અબ્દુલભાઈ કુરેશીના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પાસ કરી હતી. કોઈને સુખ હોય, કોઈને દુ:ખ હોય. મમ્મી-પપ્પા પાસે મેં 1 વસ્તુ માગી છે તો 2 વસ્તુ મળી છે.

ધોરણ 1થી 6 સુધી મેં દુ:ખ નહોતું જોયું, પરંતુ 8મા ધોરણ પછી પપ્પાની સ્થિતિ એવી હતી કે મારે 9મા ધોરણથી કડિયાકામ શરૂ કરવું પડ્યું. મેં 3 વર્ષ સુધી કડિયાકામ કર્યું. મને અત્યારે પણ કામ કરવામાં કોઈ જ શરમ નડતી નથી.જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ અને મારું લક્ષ્ય હતું યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું.

આગળ વાત કરતાં ભાવના કહે છે કે મારે એ સમયે આ બધું કરવા માટે પૈસાની જરૂર હતી. પૈસા કમાવા માટે ઘરની સ્થિતિ નહીં જોવાની અને મા-બાપને પણ ટોર્ચર કરવા ગમતા નહોતા. મેં મારા ભણવાનો ખર્ચ જાતે કાઢવાનું નક્કી કર્યું. મેં રસોઈયાની નોકરી પણ કરી છે અને અત્યારે પણ હું નોકરી કરું છું. દેવું કરીને ભણીએ તો ભાર વધે, એ કરતાં જાતે કમાઈ લેવું એવું માનનારી આ ભાવના ખાંભલા વાત કરે છે કે મને કડિયાકામ કરવામાં કોઈ જ શરમ નહોતી નડતી.

image source

કઈ રીતે કામ કર્યું અને પરીક્ષા પાસ કરવા માટે કેવા કેવા ભોગ આપ્યા એ વિશે પણ ભાવનાએ વાત કરી હતી કે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી હતી એટલે હું સવારે, સાંજે અને ક્યારેક રાત્રે 1 વાગ્યે પણ દોડવા જતી હતી. હાઈસ્કૂલમાં છોકરીઓ ભણવા આવતી નહોતી છતાં મેં 1 વર્ષ મહેનત કરી. લોકો અત્યારે મારા વિષે ગમે તે કહેતા હોય પરંતુ જ્યારે હું મારું લક્ષ્ય પૂરું કરીશ ત્યારે એ જ લોકો મને યોગ્ય ઠેરવશે.

આ સાથે જ ભાવનાના વાંચનના અને લેખનના શોખ વિશે વાત કરી કે ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ વાંચીને મેં પણ ડાયરી લખવાનું શરૂ કર્યું છે. મને લખતાં નહોતું આવડતું છતાં હું પ્રયત્ન કરતી, અંગ્રેજી નહોતું આવડતું પરંતુ મારે એ શીખવું જરૂરી છે એટલે હું શીખું છું. ભાવનાએ કહ્યું કે, ઘણી વાર રડવાનું, મહેનત કરવાનું છોડી દેવાનું મન થાય પણ હું ક્યારેય હિંમત નહોતી હારી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત