અહિંયા 12થી 15 વર્ષનાં બાળકોને કોરોનાની વેક્સિન અપાશે, ફાઇઝરની વેક્સિનને અપાઇ મંજૂરી, જાણો આ વિશે તમામ માહિતી

COVID-19 Vaccine: આ દેશમાં હવે 12-15 વર્ષના બાળકોને પણ અપાશે રસી, જાણો કઈ કંપનીને મળી મંજૂરી!

કોરોનાકાળ વચ્ચે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)એ સોમવારે મહત્વપૂર્ણ ફેંસલો લીધો હતો. જે મુજબ 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. એફડીએના અધિકારીએ આ પગલાંને કોરોના મહામારી સામે ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

image source

અમેરિકામાં હવે કોરોનાવાયરસ સામે બાળકોને પણ વેક્સિનનું કવચ મળશે. અમેરિકાના ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફાઈઝર- બાયોએનટેક (Pfizer-BioNTech)ની બાળકો માટે બનાવેલી વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. હવે 12થી 15 વર્ષનાં બાળકોને વેક્સિન આપી શકાશે.

FDAએ કોરોનાવાયરસ સામે લડવાને આને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. અમેરિકાના FDAનું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની COVID-19 વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. 12થી 15 વર્ષના 2000થી વધુ વોલન્ટિયર્સને વેક્સિન અપાઈ હતી. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યું છે કે વેક્સિનેશન પછી બાળકોમાં સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.

image source

રિવ્યુ પછી મંજૂરી મળી

FDAના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે વેક્સિનેશનને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. દરેક માતા-પિતા એ બાબતે નિશ્ચિંત રહે કે અમે તમામ ડેટાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ જ આ વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે. FDAનું કહેવું છે કે આ કોવિડ-19ની વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટેસ્ટમાં વેક્સિનેશન પછી એકપણ બાળકમાં સંક્રમણનો કેસ નોંધાયો નથી. કંપનીનો દાવો છે કે આ વેક્સિન 100 ટકા અસરકારક છે. 18 વર્ષના લોકોની સરખામણીમાં 12થી 15 વર્ષનાં જે બાળકોને વેક્સિનનો ડોઝ અપાયા છે તેઓ સંક્રમિત થયાં નથી.

image source

વેક્સિનને મંજૂરીથી લોકો ખુશ

બાળકોની વેક્સિનને મંજૂરી મળતાં વાલીઓમાં ખુશીનો માહોલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સાંભળીને સારું લાગ્યું કે બાળકો માટે વેક્સિન આવી ગઈ છે. પહેલાં બાળકોની વેક્સિન ન હતી તો અમને ચિંતા થતી હતી, હવે તેઓ સુરક્ષિત છે. કોરોનાની ત્રીજી લહેર અંગે કહેવાય રહ્યું છે કે બાળકો સૌથી વધારે પ્રભાવિત થશે. આ બધાની વચ્ચે આ સમાચાર રાહત આપનારા છે. ફાઇઝરે માર્ચના આંકડા જાહેર કરીને જણાવ્યું 12-15 વર્ષના 2260 વોલિંટિયર્સને વેક્સીન આપી હતી. જેમાં કોઈ બાળકમાં ઈન્ફેક્શન જોવા મળ્યું નહોતું.

image source

રસી બાળકો પર 100 ટકા અસરદાર હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. કંપનીએ કહ્યું કે, 18 વર્ષવાળા લોકોની તુલનામાં 12 થી 15 વર્ષની ઉંમરના બાળકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો તે કોરોનાથી સંક્રમિત નહોતા થયા. જેનેટે માતા પિતાને આ રસીને લઇને વિશ્વાસ અપાવ્યો છે. તેમણે કહ્યું કે કોઇ પણ ખચકાટ વગર બાળકોને રસી અપાવો. આ રસી તમમા પરીક્ષણોમાં સફળ થઇ છે. એફડીએ દ્વારા તમામ આંકડાને ગંભીરતાથી સમીક્ષઆ કરી છે અને ત્યારબાદ જ તેને મંજૂરી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!