હીરો બનવા મુંબઈ જઈ રહ્યો હતો 12 વર્ષનો બાળક, એરપોર્ટ પર કરી આ ભુલ એમાં ખુલી ગઈ પોલ

સપનાની નગરી મુંબઈના હાલ વર્તમાન સમયમાં તો કોરોનાના મારના કારણે બેહાલ થઈ ગયા છે. પરંતુ મુંબઈ લાખો લોકોની સપનાની નગરી છે અને રહેશે જ. કોરોનાના સંકટમાંથી પણ બહાર આવી આ શહેર ટુંક સમયમાં ફરીથી ધમધમતું થશે.

image source

મુંબઈને સપનાની નગરી કહેવામાં જ એટલે આવે છે કે અહીં લાખો લોકો પોતાના અરમાનોના સપના લઈ આવ્યા છે અને આજે તે ટોચના ઉદ્યોગપતિ, અભિનેતા અને અભિનેત્રીઓ છે. મોટાભાગના યુવાનો અહીં હીરો, મોડલ બનાવાના સપના લઈને આવે છે. કેટલાક લોકોના આ સપના મુંબઈએ સાકાર પણ કર્યા છે. એટલે જ તો આજે પણ લોકો બોલિવૂડમાં નામ કમાવવા માટે મુંબઈની વાટ પકડે છે. આવો જે એક 12 વર્ષનો બાળક તાજેતરમાં એરપોર્ટ પરથી ઝડપાયો હતો.

image source

બોલિવૂડમાં જઈ હીરો બનવાનું ભૂત એક 12 વર્ષના બાળક પર એવું તો છવાયું કે તેણે દિલ્હીથી મુંબઈની વાટ પકડી. આ અંગે જાણવા મળ્યાનુસાર દિલ્હીના 12 વર્ષના એક બાળકે જેમ તેમ કરી પૈસા એકઠા કર્યા અને દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં ટિકિટ પણ બુક કરાવી લીધી અને તે એરપોર્ટ પણ પહોંચી ગયો. જો કે હાલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક હોવાથી આ બાળકનો ભાંડો અધિકારીઓની પુછપરછ દરમિયાન ફુટી ગયો.

image source

દિલ્હીના રહેવાસી આ બાળકે પરીવારને ખબર પણ ન પડી તે રીતે ટિકિટ બુક કરાવી અને તે આઈજીઆઈ એરપોર્ટના ટી-3 સુધી પહોંચી પણ ગયો. પરંતુ જ્યારે એરપોર્ટ પર મુંબઈની ફ્લાઈટ માટે બોર્ડિંગ પાસ લેવા તે પહોંચ્યો ત્યારે અધિકારીએ તેને પુછ્યું કે તેની સાથે કોઈ છે ? તે શા માટે મુંબઈ જઈ રહ્યો છે ? કોની પાસે જઈ રહ્યો છે ? ત્યારે બાળકે જણાવ્યું કે જેમ બધા મુંબઈ હીરો બનવા જાય છે તેમ તે પણ જઈ રહ્યો છે.

image source

બાળકની આ વાત સાંભળી અધિકારીઓ સમજી ગયા કે તે ઘરેથી ભાગી અને મુંબઈ જઈ રહ્યો છે. આ વાતની જાણ અધિકારીઓ સુરક્ષા એજન્સીને કરી અને બાળક સાથે વાત કરી તેના પરિવાર વિશે જાણી અને પરીવારને ત્યાં બોલાવ્યો. પરિવારના સભ્યો એરપોર્ટ આવ્યા એટલે અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને તેમને સોંપી દીધો.

image source

બાળકે આ દરમિયાન અધિકારીઓને જણાવ્યું કે તેને અભ્યાસ કરવો ગમતો નથી એટલે તેણે પોકેટ મની જમા કરી અને થોડા પૈસા મિત્રો પાસેથી લઈ સાઈબર કાફેમાંથી મુંબઈની ટિકિટ બુક કરાવી હતી. ત્યારપછી તે કેબ કરી અને એરપોર્ટ આવી ગયો. પરંતુ બાળકને ખબર ન હતી કે તેને આઈડી પ્રુફ અને બોર્ડિગ પાસની જરૂર પડશે. તેણે ટિકિટ દેખાડી અને અધિકારીને પુછ્યું કે મુંબઈની ફ્લાઈટ ક્યાંથી મળશે. આ વાત પરથી જ અધિકારીઓને શંકા ગઈ હતી.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત