13 ઓક્ટોબરે લોન્ચ થઈ શકે છે આઈફોન 12 સિરીઝના 4 સ્માર્ટફોન, ફીચર્સ અને કિંમત થઇ લીક, જે જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

વિશ્વભરમાં જાણીતી એપલ કંપની આજે તેના કેટલાક નવા ફોન બજારમાંલોન્ચ કરવા જઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોક એપલની પ્રોડક્ટના દિવાના છે. એપલ તેના નવા આઈફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

image source

ઈન્વાઈટ પ્રમાણે, કંપની આજે આઈફોન 12 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ આ ઈવેન્ટને ‘Hi, Speed’ નામ આપ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા આઈફોન 5G કનેક્ટિવિટીથી સજ્જ હશે. કંપનીએ 15 સપ્ટેમ્બરની ઈવેન્ટમાં એપલ વોચ 6 સિરીઝ, એપલ આઈપેડ 8th જનરેશન સાથે એપલ ફિટનેસ પ્લસ સર્વિસ અને એપલ વન સર્વિસ પહેલાં જ લોન્ચ કરી ચૂકી છે.

નવો આઈફોન ઘણી રીતે ખાસ હોઈ શકે છે

સેલ્ફ ડ્રાઈવિંગ કાર, વર્ચ્યુઅલ રિયાલિટી, સ્માર્ટ સિટી ટેક્નોલોજી, રોબોટ સહિત ઘણી વસ્તુઓ 5G સ્પીડથી જોડાયેલી છે. તેવામાં નવો આઈફોન ઘણી રીતે ખાસ હોઈ શકે છે. 5G હેન્ડસેટ સાથે એપલ ગૂગલ, મોટોરોલા, સેમસંગ, હુવાવે જેવી કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ શકે છે. આ તમામ કંપનીઓ 5G સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે.

વેરિઅન્ટની કિંમત

image source

એક લીક અનુસાર, આઈફોન 12 મિનીનાં 64GB વેરિઅન્ટની કિંમત $649 (આશરે 47 હજાર રૂપિયા), 128GB વેરિઅન્ટની કિંમત $699 (આશરે 51 હજાર રૂપિયા) અને ટોપ એન્ડ વેરિઅન્ટ 256GBની કિંમત $799 (આશરે 59,000 હજાર રૂપિયા ) હોઈ શકે છે.

પ્રો મોડેલના 128GB વેરિઅન્ટની કિંમત $999 (આશરે 73,000 રૂપિયા), 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1099 (આશરે 80,500 રૂપિયા) અને ટોપ એન્ડ 512GB વેરિઅન્ટની કિંમત $1299 (આશરે 95,600 રૂપિયા) હોઈ શકે છે. આઈફોન 12 પ્રો મેક્સના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1099 (આશરે 80,500 રૂપિયા), 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1199 (આશરે 88,000 રૂપિયા) અને ટોપ એન્ડ 512GB વેરિઅન્ટની કિંમત $1399 (આશરે 1,02,000 રૂપિયા) હોઈ શકે છે.

આઈફોન 12 મિની

image source

64GB: $649 (આશરે 47,000 રૂપિયા)

128GB: $699 (આશરે 51,000 રૂપિયા)

256GB: $799 (આશરે 59,000 રૂપિયા)

આઈફોન 12

image source

64GB: $749 (આશરે 55,000 રૂપિયા)

128GB: $799 (આશરે 59,000 રૂપિયા)

256GB: $899 (આશરે 66,000 રૂપિયા)

આઈફોન 12 પ્રો

image source

128GB: $999 (આશરે 73,000 રૂપિયા)

256GB: $1099 (આશરે 80,500 રૂપિયા)

512GB: $1299 (આશરે 95,600 રૂપિયા)

આઈફોન 12 પ્રો મેક્સ

image source

128GB: $1099 (આશરે 80,500 રૂપિયા)

256GB: $1199 (આશરે 88,000 રૂપિયા)

512GB: $1399 (આશરે 1,02,000 રૂપિયા)

13% સ્માર્ટફોનનું જ વેચાણ થયું

રિસર્ચ ફર્મ કેનાલિસના એનાલિસ્ટ બેન સ્ટેંટનના જણાવ્યા અનુસાર, 2020ના જૂન મહિનામાં 5G કનેક્ટિવિટીવાળા માત્ર 13% સ્માર્ટફોનનું જ વેચાણ થયું છે. તો માત્ર 5% જ ગ્રાહકો તેમનો નેક્સ્ટ સ્માર્ટફોન 5G લેવા ઈચ્છે છે. એક રિપોર્ટ પ્રમાણે, એપલ 5G સ્માર્ટફોન બનાવામાં મોડી નથી પડી કારણકે હાલ મોટા પાયે 5Gની ડિમાન્ડ નથી.

નવી આઈફોન 12 સિરીઝમાં શું ખાસ મળશે?

image source

આઈફોન 12 પણ 6.1 ઈંચ સાથે લોન્ચ થઈ શકે છે. તમામ આઈફોન A14 બાયોનિક ચિપસેટથી સજ્જ હોઈ શકે છે. તેને એપલની તાજેતરની ટાઈમ ફ્લાઈઝ ઈવેન્ટમાં જ શૉકેસ કરાયું હતું.

આઈફોન મિનીમાં 5.4 ઈંચની સ્ક્રીન મળી શકે છે. તો પ્રોમાં 6.1 અને પ્રો મેક્સમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.

image source

આઈફોન 12 અને આઈફોન 12 પ્રોનું બુકિંગ 16 અને 17 ઓક્ટોબરથી તેમજ વેચાણ 23 અને 24 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. તો આઈફોન 12 મિનીનું પ્રિ બુકિંગ 6 અથવા 7 નવેમ્બરથી અને વેચાણ 13 અને 14 નવેમ્બરથી શરૂ થઈ શકે છે. આઈફોન 12 પ્રો મેક્સનું બુકિંગ 13 અને 14 નવેમ્બરથી તેમજ વેચાણ 20 અથવા 21 નવેમ્બરથી કરી શકે છે.

આ સિવાય એપલ નોચ ઓછું કરવા માટે ફ્લેટ એજ અને આઈપેડ પ્રો જેવી ડિઝાઈન રજૂ કરી શકે છે. આઈફોન 12 મિની સિવાય તમામ મોડેલમાં 5G કનેક્ટિવિટી મળી શકે છે.

આઈફોન 12 સિરીઝમાં 4 નવા આઈફોન લોન્ચ કરી શકે છે

image source

એપલ ઈવેન્ટના લીક રિપોર્ટ પ્રમાણે, કંપની આઈફોન 12 સિરીઝમાં 4 નવા આઈફોન લોન્ચ કરી શકે છે. તેમાં આઈફોન 12, આઈફોન 12 પ્રો, આઈફોન 12 પ્રો મેક્સ અને આઈફોન 12 મિની લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોન OLED સુપર રેટિના XDR ડિસ્પ્લે સાથે આવશે. તમામ નવા સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સાથે લોન્ચ થઈ શકે છે. આઈફોન 12નાં લોન્ચિંગ પહેલાં જ લીક ઈમેજ સામે આવી છે. આઈફોન 12 મિની અને આઈફોન 12 સ્માર્ટફોનનાં બ્લેક, વ્હાઈટ, રેડ, બ્લૂ અને ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સના ગોલ્ડ, સિલ્વર, ગ્રેફાઈટ અને બ્લૂ શેડ કલર લોન્ચ થઈ શકે છે. નવા આઈફોન 12 સાથે આ ઈવેન્ટમાં કંપની હોમપેડ મિની પણ રજૂ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત