કોરોનાના કારણે 13 દિવસની દીકરીનો જીવન-મરણ વચ્ચે સંઘર્ષ, રેમડેસિવિર પણ આપ્યું, પિતાનો વલોપાત સાંભળી રડવું આવશે

હાલમાં ભારતમાં કોરોનાએ એટલો આતંક મચાવ્યો છે કે દરરોજ દોઢ લાખ ઉપરના લોકો કોરોનાની ઝપેટમાં આવે છે. જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો ભારતમાં 1 લાખ 99 હજાર 376 નવા દર્દી મળ્યા છે. 93,418 સાજા થયા અને 1,037નાં મોત નીપજ્યાં. નવા કેસનો આંકડો ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ આવેલી પ્રથમ પીકથી બમણા કરતાં વધારે થઈ ગયો છે.

એ સમયે એક દિવસમાં સૌથી વધુ 97,860 કેસ હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 14 લાખ 65 હજાર 877 થઈ ગઈ છે. ત્યારે હાલમાં એક ભયંકર કિસ્સો સામે આવ્યો અને જેનાથી હાહાકાર મચી ગયો છે. કારણ કે કોરોનાથી સંક્રમિત 13 દિવસની બાળકીને વેન્ટિલેટર પર આજે 7 દિવસ થયા છે. એને બચાવવા 5 ડોક્ટરોની ટીમ દિવસ-રાત એક કરી રહી છે.

image source

જો આ બાળકની સારવારની વાત કરવામાં આવે તો રેમડેસિવિર ઈન્જેકશન આપ્યા પછી પણ બાળકની સ્થિતિ ન સુધરતાં આખરે બાળકીને પ્લાઝ્મા અપાયું છે. મંગળવારે સાંજે ડોક્ટરોએ બાળકીને પ્લાઝ્મા આપવાનું નક્કી કર્યું હતું અને એક જ દિવસમાં 5 ડોનર પ્લાઝ્મા આપવા તૈયાર થયા હયા. એ વિગતે વાત કરીએ તો પૂર્વ મેયર ડો.જગદીશ પટેલનું બ્લડ બાળકીનાં બ્લડ સાથે મેચ થતાં તેમણે સ્મિમેરમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું. 13 દિવસની બાળકી હોવાથી તેને 30 એમ.એલ. પ્લાઝ્મા આપવામાં આવ્યું હતું. દર કલાકે સાત એમ.એલ. એમ કુલ ચાર કલાક સુધી પ્લાઝ્મા ચઢાવવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

જો સમય સાથે વાત કરવામાં આવે તો બુધવારે સાંજે પણ ફરી વખત પ્લાઝ્મા આપવામાં આવ્યું હતું. પરંતુ એ વચ્ચે અફસોસની વાત એ છે કે જ્યારે આટલું કર્યા બાદ ફરીથી કોરોના ટેસ્ટ કર્યો તો પોઝિટિવ આવ્યો હતો. ફેફસાં ફૂલે એ માટે ઇન્જેક્શન પણ આપ્યું હતું. બાળકીના પિતાએ આ અંગે વાત કરી હતી અને એક એક દિવસની કહાની પણ વર્ણવી હતી કે આખરે બાળકીની સારવાર અત્યાર સુધી કઈ રીતે થઈ હતી.

image source

પિતા કહે છે કે પહેલા દિવસે 2.75 કિલો વજનની બાળકીને નિયોનેટિકલ વોર્ડમાં રાખવામાં આવી હતી. તેને નાકમાં ટોટી ભરાવીને ઓકિસજન અપાયો હતો. બીજા દિવસે ઓકિસજન પાઈપ હટાવી દેવાઈ અને બાળકી સ્વસ્થ થઈ ગઇ. નાકમાં ટોટીથી તેને ફીડિંગ કરાવવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે બાળકી સ્વસ્થ થતાં માતાને સોંપવામાં પણ આવી હતી.

પિતા આગળ વાત કરતાં જણાવે છે કે ચોથા દિવસે બાળકીનું શરીર પીળાશ પડતું દેખાતાં તેને તાત્કાલિક લાઈટમાં મૂકવી પડી. અને પાંચમા દિવસે બાળકીએ ઓકિસજન મેઈન્ટેન કરવાનું બંધ કરી દીધું, જેને કારણે નોઝલથી ઓકિસજન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. છઠ્ઠા દિવસે બાળકી થોડી સ્ટેબલ થઇ હતી જે સારું હતું પરંતુ સાતમાં દિવસે બાળકીને શ્વાસ ન લેવાતાં સી-પેપ પર મૂકવી પડી.

કોરોના પણ પોઝિટિવ આવ્યો. આઠમા દિવસે સી-પેપ પરથી બાળકીને ઈલેક્ટિક વેન્ટિલેટર પર મૂકવી પડી હતી અને પરિવાર ચિંતામાં મુકાયો હતો. નવમા દિવસે કોરોનાના પ્રથમ દિવસે સીઆરપી 29 અને ડી-ડાયમરનું પ્રમાણ 20 આવ્યું દસમા દિવસે લોહી પાતળું કરવાની દવા અપવામાં આવીય 11મા દિવસે સીઆરપી 29થી વધીને 80, ડી-ડાયમર 20થી વધીને 1609 થઈ ગયું.

image source

એ જ રીતે આગળ વાત કરીએ તો 12મા દિવસે પ્લાઝ્મા આપવામાં આવ્યું. સીઆરપી 109 અને ડી-ડાયમર 1672 સુધી પહોંચી ગયું. 13મા દિવસે ફેફસાં ફુલે એ માટે ઈન્જેકશન અપાયું. ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકીના પિતા આ અંગે વાત કરતાં જણાવે છે કે મારા બે ભાઈઓના પરિવારમાં આ પ્રથમ દીકરી અવતરી હોવાથી ખુશીઓનો પાર જ ન હતો. કોરોનાએ અમારી ખુશી પર પાણી ફેરવી નાંખ્યું છે. પહેલી એપ્રિલે તેનો જન્મ થયો અને પાંચમીએ કોરોનો થઈ ગયો હતો.

આજે તે વેન્ટિલેટર પર છે, બે પીડિયાટ્રિક અને બે રેસિડન્ટ ડોક્ટર સહિતની ટીમ તેને બચાવવા સંઘર્ષ કરે છે. આજે 13 દિવસ થયાં છતાં હજુ સુધી મને તેને રમાડવાનો, તેને હાથમાં લઇને સ્નેહ કરવાનો અવસર મળ્યો નથી. હાલમાં આ દીકરીના વાત ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો શેર કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. પરિવાર અને દરેક લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે દીકરી જલ્દીથી સાજી થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!