13 વર્ષનો દીકરો માતા પિતાની કોરોનાની વાતો સાંભળીને એકલો રહેવા લાગ્યો, જાણો કોરોનાએ લોકોની હાલત કેવી કરી નાંખી

હાલમાં એક વાત તો નક્કી થઈ ગઈ કે કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ છે. લોકોને સતત એવા જ વિચાર આવ્યા કરે છે અને મોતના ઓથાર હેઠળ આ લોકો જીવી રહ્યા છે. કારણ કે કોરોનાથી થતાં મોત વિશે સાંભળીને કોરોના નથી થયો એવા લોકોને પણ ડર લાગી રહ્યો છે. હાલમાં સાઇકોલોજિસ્ટ પાસે એવા ઘણા કેસ આવી રહ્યા છે, જેમાં બાળકો રાત્રે ડરીને જાગી જાય છે અથવા તો તેમને માતા-પિતા ગુમાવી દેવાનો ભય પણ તેમને સતાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

image source

જે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે એમાંથી એક કિસ્સામાં તો માતા-પિતા ડોક્ટર હોવાથી તેઓ ઘરે કોરોના કહેરની વાતો કરતાં, એ વાતો સાંભળી 13 વર્ષનો પુત્ર ડરને કારણે એકલો રહેવા લાગી ગયો છે. મનોચિકિત્સક પાસે આવેલા આવા જ કિસ્સાઓ ભારે ચર્ચાય રહ્યા છે. એમાથી જો વાત કરીએ તો ડો. હિતેશ અંગાન જણાવ્યું હતું કે ‘13 વર્ષના બાળકનાં માતા-પિતા તબીબ હોવાથી ઘરે કોરોનાની વાતો કરતા હતા.

જેથી તે દરેકનું તાપમાન-ઓક્સિજન ચેક કરતા, વાત કરવાનું છોડી એકલો રહેવા લાગ્યો હતો. પછી એમને કહ્યું કે પહેલા તો માતા-પિતાને બાળક સામે કોરોનાની વાત કરવાની ના પાડી અને ક્રિકેટ સહિતની ફિઝિકલ એક્ટિવિટી કરવાનું કહેવામાં આવ્યું હતું

image source

જો આવા જ એક બીજા કેસ વિશે વાત કરીએ તો ડો. ભાવેશ કંઠારિયાએ કહ્યું કે 15 વર્ષના બાળકના દાદાનું કોરોનાથી અવસાન થયા બાદ પિતાનું પણ નિધન થયું, જેથી બાળકના મનમાં ડર ફેલાયો કે કોરોનાથી તે પણ મરી જશે તો, તો આવી બધી વાતોથી તે સતત ચિંતામાં રહેતો. એમને સલાહ આપી કે બાળકને સાઇકોથેરપી સાથે દવા આપવી પડી હતી.

ડો. ઉર્વેશ ચૌહાણે પણ એક કેસ વિશે વાત કરી હતી કે16 વર્ષના બાળકે કોરોનાથી પિતા ગુમાવ્યા, માતા પણ વેન્ટિલેટર પર હતી. જેથી તે બાળક દાદાને કહેતો કે ‘મમ્મી હોસ્પિટલમાં છે, તે સારી થઇને આવશે કે નહીં ?’ બાળકનું ત્રણ સેશનમાં કાઉન્સિલિંગ કરાયું હતું, જેમાં તેને માનસિક રીતે તૈયાર થાય અને આખરે આવા માહોલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સોમવારે રાહતના સમાચાર આવ્યા છે. નવા દર્દીઓની સંખ્યા 5 દિવસમાં પ્રથમ વખત 4 લાખથી નીચે આવતા ખુશીન માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 3 લાખ 66 હજાર 317 લોકોમાં કોરોનાએ પુષ્ટિ થઈ. 3 લાખ 53 હજાર 580 લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે 3,747 લોકોએ જીવ ગુમાવ્યો.

આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, એમાં ફક્ત 8,907નો વધારો થયો છે. છેલ્લા 55 દિવસમાં આ સૌથી ઓછા છે. આ પહેલાં 15 માર્ચે 4,103 એક્ટિવ કેસ વધ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!