Site icon News Gujarat

ટ્રેન નથી ચાલતી તેવું માની ટ્રેક પર રોકાયા મજૂરો, માલગાડી નીચે કચડાઈ મર્યા 15 લોકો

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં એક કમકમાટીભરી દુર્ઘટના બની છે. અહીં રેલ્વેના પાટા પર પ્રવાસી મજૂરો એક માલગાડી નીચે કચડાઈ ગયા છે.

image source

ઔરંગાબાદના જાલના રેલ્વે લાઈન પાસે દુર્ઘટના બની છે જેમાં 16 મજૂરોના મોત થયા છે. જ્યારે અન્ય મજૂર ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલ્વે લાઈન પર સવારે 5.30 કલાક આસપાસ થઈ હતી. આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

આ તમામ મજૂર પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ સ્થાનીય પ્રશાસન અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બધાજ શ્રમિકો મધ્ય પ્રદેશના રહેનાર હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતક શ્રમિકોના પરીવારને 5 -5 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. તેમણે રેલ્વે મંત્રી સાથએ વાત કરી ઘાયલોને મદદ કરવાની વાત પણ કરી છે.

image source

દક્ષિણ સેન્ટ્રલ રેલ્વેના ચીફ પબ્લિક ઓફિસરનું કહેવું છે કે ઔરંગાબાદમાં કર્માડ પાસે એક દુર્ઘટના થઈ છે. જ્યાં માલગાડીનો એક ખાલી કોચ કેટલાક લોકો ઉપર ચઢી ગયો હતો. ઘટના બાદ આરપીએફ અને સ્થાનીય પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

ભારતીય રેલ્વે તરફથી આ અંગે એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઔરંગાબાદથી કેટલાક મજૂર મુસાફરી કરી આવ્યા હતા. થોડા કિલોમીટર ચાલ્યા બાદ આ લોકો ટ્રેક પર આરામ કરવા રોકાયા હતા. તે સમયે જ અહીંથી માલગાડી આવી અને તેની આ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.

આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે ઔરંગાબાદની ઘટના અંગે તેમણે આ અંગે રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કરી છે અને ઘટના વિશે તપાસ કરવા આદેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે દેશભરમાં ફસાયેલા લોકો હવે પગપાળા પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે. તેવામાં આ મજૂરો ટ્રેન નથી ચાલતી તેવું માની ટ્રેક પર આરામ કરવા રોકાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version