એક વખત આંખ મીંચીને ખોલો ત્યાં 144 માળની ઇમારત છૂમંતર, બની ગયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

બિલ્ડિંગ બનાવવા માટે વર્ષો લાગે છે પરંતુ તેને નષ્ટ કરવામાં થોડીક સેકંડનો સમય લાગે છે. યુએઈના અબુ ધાબીમાં પણ કંઈક આવું જ બન્યું હતું જ્યાં 144 માળનો ટાવર માત્ર 10 સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યો હતો. ટૂંક જ સમયમાં મીના પ્લાઝાના 144 માળના ટાવરને તોડી નાખ્યા બાદ તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થઈ ગયું. આ પહેલાં આટલું ઉંચું મકાન આટલા જ ટૂંકા સમયમાં ક્યારેય તોડી પાડવામાં નથી આવ્યું.

image source

આ 165 મીટર ઉંચા ટાવરમાં નિયંત્રિત ડાયનામાઇટ લગાવીને બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઇમારત મીના પ્લાઝાનો ભાગ હતી. આ ઇમારતને તોડી પાડવા માટે 9000 કિલો વિસ્ફોટકો, 3000થી વધુ ડિટોનેટર્સ સક્રિય કરવામાં આવ્યા હતા, જેના પછી બિલ્ડિંગ આંખ મીંચતા જ અદૃશ્ય થઈ ગઈ હતી.

image source

સૌથી મહત્ત્વની બાબત એ છે કે 144 માળની આ ઇમારતને ગ્રાઉન્ડિંગ થયા પછી ટૂંકા સમયમાં તોડી પાડવા બદલ તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ ઇમારતની ઉંચાઈ 165.032 મીટર (541.44 ફુટ) હતી. સંયુક્ત અરબ અમીરાતના અબુ ધાબીમાં 27 નવેમ્બર 2020ના રોજ તેને મોડન પ્રોપર્ટીઝ (યુએઈ) દ્વારા ખરીદ્યો હતો. વિસ્ફોટ પછી તરત જ અબુ ધાબી મીડિયા ઓફિસ અને મ્યુનિસિપલ અને ટ્રાન્સપોર્ટ વિભાગ (ડીએમટી) ના અબુ ધાબીના મ્યુનિસિપલ રેગ્યુલેટર દ્વારા ઇમારત તોડવાની જાહેરાત કરવામાં આવી હતી.

image source

બિલ્ડિંગને તોડી પાડતા પહેલા બંદર વિસ્તારની દુકાનો અને બજારો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા. મોડેનના ચીફ એક્ઝિક્યુટિવ બિલ ઓરેગોનએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું હતું કે, ઈમારત તૂટી ગયા બાદ હાલમાં તે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

image source

આ પહેલાં ચીનમાંથી પણ એક સમાચાર આવ્યા હતા જે ભારે ચર્ચામાં હતા. એક તરફ શહેર જેમ જેમ વિકસતા જાય તેમ દિવસેને દિવસે બિલ્ડિંગ્સની સંખ્યામાં વધારો થતો જાય છે, પરંતુ કેટલી એવી બિલ્ડિંગ હોય છે જેને ધરાશયી કરવી જરૂરી બની જાય છે. શહેરની વચ્ચે આવેલી આવી ઊંચી બિલ્ડિંગ્સને ધરાશયી કરવા માટે પણ ખાસ ટેક્નિક અપનાવાતી હોય છે. આવી જ એક બિલ્ડિંગને ચીનમાં ધરાશીય કરવામાં આવી છે.

વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ બિલ્ડિંગને એક્સપ્લોઝન કરીને પાડવામાં આવી હતી. આશ્વર્યની વાત એ છે કે માત્ર 5 સેકન્ડમાં જ આ બિલ્ડિંગને ધરાશયી કરી દેવામાં આવી હતી. 18 માળની આ બિલ્ડિંગ મધ્ય ચીનના એક શહેરની વચ્ચો વચ્ચ હતી. આજુબાજુની અન્ય બિલ્ડિંગ્સને નુકસાન ન થાય તે માટે તેને ખાસ ટેક્નિકથી પાડવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત