Site icon News Gujarat

હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા

અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આજે કોઈ પણ વિઘ્ન વિના સંપન્ન થઈ છે. નોંધનિય છે કે કોરોના મહામારીના કારણે આ વખતે રથયાત્રામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા હતા. આ વખતે ભક્તોને રથયાત્રા સામેલ થવા પર પ્રતિબંધ હતો. આ રથયાત્રાએ 22 કિમીનું અંતર માત્ર 4 કલાકમાં પૂર્ણ કરી નિજમંદિરે પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ હતી. નોંધનિય છે કે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથજીની વહેલી સવારે થતી મંગળા આરતીમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈ કાલે જ આવી પહોંચ્યા હતા, આજે તેમણે મંગળા આરતી કરી હતી તેમની સાથે ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા છે.

નોંધનિય છે કે કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી. આજે રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. નાથની નગરચર્યા સમયે પોલીસના જવાનો સતત ખડે પગે રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભગવાનની રથયાત્રા મહારાષ્ટ્રીયન ઠાઠ સાથે નીકળી હતી. આ રથયાત્રા કોરોના નિયમો સાથે 3 કલાકને 40 મિનિટમાં સંપન્ન થઈ છે. તો બીજી તરફ લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીના રથ નિજ મંદિરે પહોંચ્યા હતા.

નોંધનિય છે કે ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જેના કારણે ઘણો વિવાદ પણ થયો હતો. તો બીજી તરફ આજે રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથ આશિર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version