વરસાદની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ પર પાણી જ પાણી, જોઇ લો પુરાવા તરીકે તસવીરો

જોત જોતામાં માત્ર બે દિવસમાં ૧૫ ઇંચ જેટલો વરસાદ, આખાય માંડવીમાં બસ પાણી જ પાણી

image source

હાલમાં વરસાદ અને ઉકળાટ વચ્ચે ક્યાંક ક્યાંક ભારે અને અતિભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જો કે આહ્લની પરિસ્થિતિ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ભાર ઉકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે આવા સમયે કચ્છના માંડવી શહેરમાં જાણે આભ ફાટ્યું છે. છેલ્લા બે દિવસથી કચ્છ જીલ્લાબા અનેક વિભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે.

આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર, રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ વરસાદના કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે માંડવીમાં પાછળના બે દિવસમાં ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી નદીઓ બંને કાંઠે વહી રહી છે, ત્યારે આખાય શહેરમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

image source

આખાય કચ્છમાં ઠંડક પ્રસરી

આપને જણાવી દઈએ કે કચ્છના માંડવી શહેરમાં બે દિવસથી ભારે વીજળીના કડાકાઓ સાથે વરસાદ પડયો હતો. જો કે રવિવારે અહીના અનેક વિસ્તારો ધોધમાર પડેલા વરસાદના કારણે જળબંબાકાર હાલતમાં આવી ગયા છે. રવિવારના દિવસે લગભગ ૬ ઇંચ જેટલા ભારે વરસાદ પછી સોમવારે પણ ૮ ઇંચ જેટલો મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. જો કે ભારે વરસાદને કારણે આખાય કચ્છમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નદીના પ્રવાહો ગાંડાતુંર બન્યા

image source

માંડવીમાં પાછળના બે દિવસમાં ૧૫ ઇંચ જેટલો વરસાદ આકસ્મિક ખાબકી પડતા શહેર ભરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય માંડવીના અનેક ગામોમાં પણ આવો જ વરસાદ જોવા મળ્યો હતો. માંડવી સહિતના અન્ય ગામોમાં કમર કમર સુધીના પાણી જોવા મળ્યા હતા. એવું પાણી કે ગાડીઓ પણ તરતી હોય એવા દર્શ્યો સામે આવ્યા છે. જો કે વરસાદના કારણે નદીના પ્રવાહો ગાંડાતુંર બની રહ્યા છે, જેને જોવા માટે પણ લોકો ઠેર ઠેર આવી રહ્યા છે.

અનેક ગામોમાં પાણી ફરી વળ્યા

image source

કહેવાય છે કે આ વખતે માંડવી પર મેઘરાજા વધારે મહેરબાન થઇ જતા આ આફત સર્જાઈ હતી. આ મહેરબાનીના કારણે અનેક નીચાણવાળા પરિવારોમાં રહેતા પરિવારોના જીવ જોખમમાં મુકાયા હતા, તેમજ એમના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. જો કે બે દિવસમાં ખાબકી પડેલા ૧૫ ઇંચ વરસાદના કારણે માંડવી તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. આ ગામોમાં શીરવા, કાઠડા, નાના લાયજા, મોટા લાયજા, પાંચોટીયા બાયડ, મેરાઉ, ગોધરા, દુર્ગાપુર, મોટી રાયણ, કોડાય, ડોણ, ભાડઈ, બિદડા, મસ્કા, બાગ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે અમુક જગ્યાએ ૪ ઈચ વરસાદે પણ નુકશાન પહોચાડ્યું છે.

ગામનું કૃષ્ણ તળાવ પણ ઓવરફલો

image source

જો કે ઉપરના ભાગના મુન્દ્રામાં પડેલા વરસાદને કારણે તાલુકામાં કારાઘોઘા ગામનું કૃષ્ણ તળાવ પણ ઓવરફલો થઈને ઉભરાયું હતું. જો કે, મુન્દ્રા તાલુકાના ભુજપુર, બોરાણા, કપાયા, સિવાયના અનેક ગામડાઓમાં પણ હળવો થી ભારે વાસદ જોવા મળ્યો હતો. આ સહીત ગાંધીધામ, અંજાર, નલીયા સહિતના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા. જો કે સમગ્ર જીલ્લામાં વહેલી સવારથી જ વાદળીયો માહોલ જોવા મળ્યો હતો.

26 કલાકમાં 10 ઈંચ વરસાદ

image source

આખાય માંડવીમાં માત્ર 26 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો. પરિણામે રસ્તા પર જ નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમર સુધીનાં પાણી પણ જોવા મળ્યાં હતાં. જો કે આ પાણીમાં અમુક લોકોના મજા માણતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. માંડવી સિવાયના જીલ્લા અને તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ પડતા જગતના તાત પણ ખુશીથી ઝૂમી ઉઠયા હતા.

કાઠડા ગામ બેટમાં ફેરવાયુ

image source

આપને જાણવી દઈએ કે ભારે વરસાદને પગલે આખુય કાઠડા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. નદીમાં આવેલા પૂરનું પાણી કાઠડા ગામમાં આવી ગયું હતું. તેમજ આ પાણીથી કોઠરા ગામ પાસેથી પસાર થતા ઝરણાઓ પણ સજીવન થયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જો કે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું.

પાણી લોકોના ઘરમાં પ્રવેશ્યા હતા

image source

આ સિવાય અબડાસા અને માંડવી તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે માંડવીના રસ્તા પાણીથી ઉભરાઈ ગયા હતા. જ્યારે બીજી તરફ વરસાદી પાણી લોકોના ઘરમાં પણ પ્રવેશી ચુક્યા હતા. અબડાસામાં તો ભારે વરસાદના પરિણામે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીના પાણી ગામમાં પ્રવેશી રહ્યા છે.

સૌરાષ્ટ્રના આભમાં ચક્રવાતી હવાનું ક્ષેત્ર

image source

આપને જણાવી દઈએ કે હાલના સમયે માંડવી અને મુદ્રામાં મોનસુન સપર્શી રહ્યું છે. હાલ સમુદ્રની સપાટીથી 3.1થી 4.5 કિલોમીટરની ઉંચાઈ વચ્ચે સૌરાષ્ટ્રના આભમાં ચક્રવાત જેવી હવાનું ક્ષેત્ર બનેલું છે એટલે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયેલું છે. આ સર્ક્યુલેશનના કારણે કચ્છના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે. જો કે અમુક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જો કે આ સ્થિતિ આગામી 24 જુન સુધી યથાવત રહશે.

વરસાદી માહોલ યથાવત રહેશે

image source

આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે, એવી આગાહી કરાઈ છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામતું જઈ રહ્યું છે. આવનારા બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જો કે અમદાવાદ, આણંદ, સુરત અને નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ અને સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત