16 લાખની નોકરી છોડી આ યુવાને કરી ઓર્ગેનિક ખેતી, હવે કમાય છે વર્ષે 25 લાખ

ઓડિશાના સંબલપુર જીલ્લાના રહેવાસી સંદીપ ખંડેલવાલએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ પુણેથી એમબીએ કર્યું છે. અભ્યાસ પૂરો થતાં જ તેણે મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવાનું શરૂ કર્યું. બેંગલુરુ અને પુણેમાં લગભગ આઠ વર્ષ સુધી કોર્પોરેટ સેકટરમાં કામ કર્યું. કોર્પોરેટ સેકટરમાં ટોચે પહોંચનારા પૈકી અમુક લોકોમાં જ એવું સાહસ હોય છે કે તેઓ પોતાના ગામ પાછા ફરી શકે. પરંતુ સંદીપ ખંડેલવાલે 16 લાખ રૂપિયાની નોકરી છોડીને પોતાના ગામ પરત આવી ખેતીવાડી શરૂ કરી.

image source

નોકરીના સમય દરમિયાન સંદીપને એવો અનુભવ થયો કે તે જે કંઈ કરી રહ્યો છે તે બધા પોતાના માટે કરે છે બીજા લોકો માટે તે કંઈ પણ નથી કરી રહ્યો. અને ત્યારબાદ તેને પોતાના ગામ અને સમાજ માટે કઈંક કરવાનો વિચાર આવ્યો. સંદીપ પોતાના ગામ માટે કઈંક એવું કરવા માંગતો હતો જેનાથી અન્ય લોકોના જીવન સારા બની શકે. ઘણો વિચાર કર્યા બાદ સંદીપે પોતાના ગામ જઈને પ્રોફેશનલ રીતે ખેતીવાડી કરવાનો નિર્ણય કર્યો જેથી ગામલોકોને પણ રોજીરોટી મળી શકે.

image source

વર્ષ 2014 માં તે પોતાના મૂળ ગામે પરત ફર્યો અને ઓર્ગેનિક ખેતી કરવાનું કામ આરંભ કર્યું. શરૂઆતમાં સંદીપના કુટુંબીજનો તેના આ નિર્ણયથી નારાજ થયા.

image source

શરૂઆતના બે થી અઢી વર્ષ તો ખેતરને જૈવિક રીતે તૈયાર કરવામાં અને ખેતીકામ શિખવામાં જ વીતી ગયા. સંદીપે તેના માટે અનેક જગ્યાએ જઈને ઓર્ગેનિક ફાર્મિંગની ટ્રેનિંગ લીધી. લગભગ અઢી વર્ષ બાદ તેણે ધીમે ધીમે પોતાની ખેતી વધારવાનું કામ શરૂ કર્યું.

image source

ઉલ્લેખનીય છે કે સંદીપ સાતથી આઠ એકરમાં જૈવિક રીતે ખેતીવાડી કરે છે અને સાથે જ તે બકાલુ અને ફૂલ પણ ઉગાડે છે. બીજી બાજુ તેણે બે એકરમાં મરચા વાવ્યા છે અને તેમાંથી તે વર્ષની 500 કવીંટલ લીલા મરચાનો પાક ઉગાડે છે. સંદીપે પોતાના ફાર્મમાં લગભગ 20 લોકોને કામે રાખ્યા છે અને આ બધા કાયમી કર્મચારીઓ છે. સંદીપ આ જૈવિક ખેતી દ્વારા વર્ષે 25 લાખ રૂપિયા કમાણી કરી લે છે.

 

image source

ખેતી અને લોકોને રોજગાર આપવાની સાથે સાથે સંદીપે પોતાના ગામના બાળકોને શિક્ષણ મળે તે માટે Eduventive ના નામથી એક પહેલ શરૂ કરી છે. તેના દ્વારા બાળકોને એકેડેમીક શિક્ષણ તથા સાંસ્કૃતિક કલામાં આગળ વધારવામાં મદદરૂપ બની શકે. સંદીપ ખંડેલવાલની આ જીવનગાથા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત