વડોદરામાં 16 મહિનાના બાળકને પિકઅપ વાને કચડી નાખ્યું, અને પછી થયું…

વડોદરામાં માત્ર 16 મહિનાના નાનકડા બાળકને પિકઅપ વાને કચડી નાખ્યું, સમગ્ર ઘટના કેદ થઈ CCTVમાં

અકસ્માતના બનાવોથી રોજ છાપા ભરાયેલા હોય છે એ વાતથી આપણે સૌ જરાય અજાણ નથી આવો જ એક અકસ્માત વડોદરા શહેરમાં બનવા પામ્યો છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરના લક્ષ્મીનગરમાં 16 મહિનાનું બાળક અકસ્માતથી હડફેટે આવી ગયું. હજી તો માંડ પોતાના પગ પર ચાલવ શીખેલું બાળક પોતાના ઘરઆંગણે રમી રહ્યું હતું ત્યારે મરઘી ભરેલા એક ટેમ્પાએ આ નાનકડા બાળકને કચડી નાખ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે આ ગંભીર અકસ્માતમાં ટેમ્પો બાળક પર ફરી વળતાં આ નાનકડા બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. વડોદરાના આજવા રોડ પર એકતાનગરમાં આવેલા લક્ષ્મીનગરમાં મૂળ ઉત્તરપ્રદેશના બસતી જિલ્લાના હમીદઉલ્લા અંસારી લેડીઝ ટ્રેલર તરીકે કામ કરતા હતા. એમના પરિવારમાં એમના 2 બાળકો અને પત્ની છે.

હમીદઉલ્લા અંસારીનો 16 મહિનાનો દીકરો હમમદહસીન અંસારી રવિવારે સવારે ઘરની બહાર રમી રહ્યો હતો. એ સમયે અચાનક જ ત્યાં પૂરઝડપે આવેલા એક મરઘી ભરેલા ટેમ્પોએ આ નાનકડા બાળકને અડફેટે લીધો હતો. મરઘી ભરેલો ટેમ્પો હમ્માદહાસીન પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

image source

એકાએક થયેલા આ અકસ્માત બાદ ત્યાં બૂમાબૂમ મચી ગઇ હતી જેના કારણે ત્યાં લોકનાં ટોળાં ભેગા થયાં હતાં. લોકો અકસ્માત કરનાર ટેમ્પો પર રોષે ભરાયા હતા અને લોકોના આક્રોશ જોઇ ટેમ્પોનો ચાલક અને ક્લીનર સ્થળ પરથી ફરાર થયા હતા.

રોષે ભરાયેલા આ ટોળાંએ ઉશ્કેરાઈને અકસ્માતને અંજામ આપનાર ટેમ્પો ઉપર પથ્થરમારો કર્યો હતો. આ અકસ્માત થયો એ બાદ પિતા હમીદઉલ્લા અંસારી પોતાના 16 મહિનાના પુત્ર હમ્માદહાસીનને લઈને સયાજી હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ ત્યાં તેમને તેમના પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

image source

આ સમગ્ર ઘટના બની એ પછી આ અકસ્માતમાં જીવ ગુમાવનાર 16 મહિનાના હમમાદહાસીન અંસારીના કાકા આસિફ અલીએ જણાવ્યું હતું કે મારો 16 મહિનાનો ભત્રીજો ઘરઆંગણે રમી રહ્યો હતો, ત્યારે તેની ઉપર પિકઅપ ગાડીના ટાયર ફરી વળ્યું હતું. એ દરમિયાન ગાડી ચાલકે ગાડીને બ્રેક પણ મારી નહોતી અને મારા નાનકડા ભત્રીજા પર ગાડી ચડાવી દીધી હતી.

તેમને આગળ કહ્યું હતું કે અમને ફક્ત ન્યાય જોઇએ, બીજું કંઇ જોઇતું નથી. ખરેખર અકસ્માતનો ભોગ બનેલા આ નાનકડા 16 મહિનાના બાળક વિશે સાંભળી આપના ય રૂંવાટા ઉભા થઇ જાય ત્યારે એના માતા પિતા પર શુ વિતતી હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!