અ’વાદમાં નોન ડાયાબિટિક 16 વર્ષના સગીરને મ્યુકરમાઈકોસિસનો ગુજરાતનો પહેલો કિસ્સો, તાળવું-દાંત કઢાવવા પડ્યાં

કોરોના ભલે હવે જવાના એંધાણ તરફ હોય પણ ત્યાં તો ગુજરાત ઉપર બીજું સંકટ આવી રહ્યું છે. આનું નામ એટલે કે મ્યુકર માઈકોસિસ. હવે ગુજરાતમાં એવો પહેલો કિસ્સો સામે આવ્યો છે કે 16 વર્ષના કિશોરને મ્યુકર માઈકોસિસ થયો હોય એવો રાજ્યનો સૌપ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે અમદાવાદના 16 વર્ષના કિશોર અને નોન ડાયાબિટિક એવા દિવ્યને કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ થતાં મોઢામાં જમણી તરફનું જડબુ અને દાંત કઢાવવાં પડ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવે મ્યુકર માઈકોસિસની મહામારી શરૂ થઇ છે. મ્યુકર માઇકોસિસના અમદાવાદમાં 500થી વધુ કેસો નોંધાયા છે.

image source

આ વાત છે અમદાવાદના એક 16 વર્ષના કિશોરની. જો વિગતે વાત કરીએ તો નિકોલ વિસ્તારમાં રહેતો દિવ્ય નામનો 16 વર્ષીય સગીર 14 એપ્રિલે કોરોના સંક્રમિત થયો હતો, જેના કારણે તેનું ઓક્સિજન લેવલ અચાનક જ ડાઉન આવી ગયું છે. જેથી તેને ચાંદખેડાની એપલ હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને રોજ બે લિટર ઑક્સિજનની જરૂર પડતી હોવાનું પણ સામે આવ્યું છે. નવ દિવસની સારવાર બાદ દિવ્ય સાજો થઈને ઘરે આવી ગયો હતો અને ઘરે આવ્યા બાદ બીજા દિવસથી તેના દાંતમાં દુઃખાવો શરૂ થયો હતો.

image source

જ્યારે તેને દુખાવો થયો તો 26 એપ્રિલે ફરીથી તે ડોક્ટર પાસે ગયો હતો. પરંતુ ત્યારે સામાન્ય દુઃખાવો થતા મ્યુકરમાઈકોસિસ અંગે ખ્યાલ ન આવ્યો. પરંતુ ત્યારબાદ ચાર દિવસ બાદ ફરીથી દુઃખાવો થતા દાંતના ડોક્ટર પાસે ગયો હતો. જ્યાં મ્યુકરમાઈકોસિસના લક્ષણો જણાતા તેની બાયોપ્સી કરવામાં આવી હતી. જેમાં દિવ્યને મ્યુકરમાઈકોસિસ હોવાનું સામે આવ્યું અને પરિવારમાં પણ ચિંતા વ્યાપી હતી. કારણ કે ગુજરાતમાં આવો પહેલો કેસ હતો કે કોઈ 16 વર્ષના સગીરને આ રીતે આ રોગ આવી ગયો છે. મ્યુકરમાઈકોસિસ હોવાનું નિદાન થયા બાદ 5 મેના રોજ દિવ્યની નિર્ણયનગરમાં આવેલી ત્રિશા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. જેમાં જમણી તરફનું તાળવું અને ઉપરના દાંત કાઢી દેવા પડ્યા હતા.

image source

જો આ સર્જરી બાદની વાત કરવામાં આવે તો હવે તેને ઘરે રાખવામાં આવ્યો હતો, પરંતુ મ્યુકરમાઇકોસિસ હોવાને કારણે 15મે એ વધુ સારવાર માટે એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 16મેથી રોજ લિપોસોમલ એમ્ફોટરસિન બી ઈન્જેક્શન આપીને સારવાર કરવામાં આવી રહી છે. ઈન્જેક્શનની કિડની પર આડ અસર ન થાય તે માટે ઈન્જેક્શન સાથે દિવ્યને અન્ય દવા પણ હાલમાં આપવામાં આવી રહી છે. આ કેસ અને ઓપરેશન અંગે દિવ્યના કાકા રાકેશભાઈએ વાત કરી હતી કે દિવ્ય સૌ પ્રથમ કોરોના સંક્રમિત થયો હતો. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો બાદમાં તેને ડિસ્ચાર્જ મળતા ઘરે લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને દાંતનો દુઃખાવો થતાં ફરીથી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દિવ્યને મ્યુકરમાઈકોસિસ હોવાની જાણ થતાં સારવાર શરૂ કરાઇ.

image source

એ જ રીતે સાજા થયેલા દિવ્યએ પણ વાત કરી હતી કે તેને કોઈનો ચેપ લાગતાં કોરોના થયો હતો, જેથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. બાદમાં સાજો થઈને ઘરે પરત ફર્યો હતો પણ દાંતમાં દુઃખાવો થતા ફરીથી હોસ્પિટલમાં આવ્યો હતો. પરંતુ ત્યારે સામાન્ય સ્થિતિ જણાતા ઘરે ગયો, પરંતુ થોડા દિવસ બાદ મોઢામાં ચાંદી પડી હતી અને દાંતમાં દુઃખતું હતું. જેના કારણે દાંતના ડોક્ટર પાસે ગયો ત્યારે જાણ થઈ કે મ્યુકરમાઈકોસિસ છે. ત્યાર બાદ તેની સારવાર કરાવી અને આજે એકદમ સ્વસ્થ છું. ત્યારે હવે આ કિસ્સો ચારેકોર વાયરલ થઈ રહ્યો છે અને લોકો હવે કહી રહ્યાં છે કે આ રોગથી ચેતવું પણ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!