16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે કર્યુ સ્યુસાઇડ, પાંચ દિવસ પહેલા જ વિડીયો કર્યો હતો શેર, અનેક ફેન્સ થયા દુખી

મનોરંજન જગતને લાગ્યો વધુ એક આંચકોઃ16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે કરી લીધી આત્મહત્યા

ભારતના મનોરંજન જગતમાં લોકો હજી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની વેદનમાંથી ઉગરયા નહોતા ને વધુ એક ખરાબ સમાચાર આવી ગયા છે. ફક્ત16 વર્ષની ઉંમરની ટિકટોક સ્ટાર સિયા કક્કડે ગુરૂવારનાં રોજ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવી લીધું છે. તેણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તેની પાછળની હકીકત હજી સુધી સામે નથી આવી. પણ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

image source

સિયાએ શા માટે આવું પગલું ભર્યું, સમજાતુ નથી

મળેલી જાણકારી અનુસાર ગઇ કાલે રાત્રે જ એક ગીતને અંગે સિયાએ પોતાનાં મેનેજર અર્જુન સરીન સાથે વાત કરી હતી. અર્જુને સરીને આ વિશે પૂછતાં જણાવ્યું કે,

“સિયા બિલકુલ ઠીક લાગતી હતી અને જરાય પરેશાન પણ ન હોતી લાગી રહી પરંતુ તેઓને પણ સમજણ નથી પડી રહી કે આખરે સિયાએ આવું પગલું કેમ ભર્યું.”

5 દિવસ પહેલાં જ સિયાએ શેર કર્યો હતો એક વીડિયો.

image source

સિયાએ 5 દિવસ પહેલાં જ પોતાના ટિકટોક એકાઉન્ટમાં પોતાનો ડાન્સ કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સિયા પંજાબી ગીત પર ડાન્સ મુવસ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તેને એક દિવસ પહેલાં જ એટલે કે ગઇ કાલે જ આ વીડિયોને પોતાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં પણ શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર સિયાનાં 91 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.

સિયાના ફેન્સને વિશ્વાસ નથી થઇ રહ્યો

 

View this post on Instagram

 

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

સિયાની આત્મહત્યાનાં સમાચાર બાદ તેનાં ફેન્સમાં ગમગીની છવાઈ ગઈ છે. તેના ફેન્સને પણ એ વિશ્વાસ નથી થઇ રહ્યો કે આખરે સિયાએ ક્યાં કારણોના લીધે આ પગલું ભર્યું? તેનાં ફેન્સ પણ સતત કોમેન્ટ કરીને સિયાની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

એક પછી એક ખરાબ સમાચાર મનોરંજન જગતમાંથી આવી જ રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ 14 જૂને બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપુતે પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળેલી માહિતી અનુસાર સુશાંત સિંહ રાજપુતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે.

image source

એપ્રિલ મહિનાથી મનોરંજન જગત સાથે જોડાયેલી કોઈને કોઈ ખરાબ ખબરો આવી રહી છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર,વાજીદ ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા નામચીન લોકોના મૃત્યુના આઘાતમાંથી લોકો હજી સુધી બહાર નથી આવી શક્યા. એવામાં આ 16 વર્ષની સિયા કક્કડનું આવું પગલું ઘણું જ શોકિંગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત