મોદી સરકારે 2 સપ્તાહ માટે વધાર્યું લોકડાઉન, 17 મે સુધી યથાવત

21 દિવસના લોકડાઉન બાદ વડાપ્રધાન મોદીએ લોકડાઉનના બીજા તબક્કાની ઘોષણા કરી હતી અને લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યાની જાહેરાત કરી હતી.

image source

હવે આ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થવામાં જ હતો અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તેમને લોકડાઉનમાંથી મુક્તિ મળ્યાની જાહેરાત સાંભળવા મળશે પરંતુ એમ થયું નહીં.

આજે લોકોના આશ્ચર્ય વચ્ચે ગૃહ મંત્રાલયે લોકડાઉન લંબાવ્યાની જાહેરાત કરી દીધી છે. લોકડાઉનનો આ ત્રીજો તબક્કો 4 મેથી 17 મે સુધીનો રહેશે. સરકારે આજે જ નવી માર્ગદર્શિકા દેશના વિવિધ જિલ્લા માટે બહાર પાડી હતી. જેમાં કોરોનાના કેસ અનુસાર જિલ્લાનું વિભાજન રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યું હતું.

image source

આ સાથે જ ગૃહ મંત્રાલયે લોકડાઉનના ત્રીજા તબક્કા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આટલા દિવસોના લોકડાઉન દરમિયાન સ્થિતિ થોડી સુધરી છે. પરંતુ હજુ પણ કોરોના સામે જંગમાં સમયની જરૂર છે. તેથી જ લોકડાઉનને વધારી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના દર્દીની સંખ્યા 35000થી વધુ થઈ છે અને 1100થી વધુ લોકોના જીવ ગયા છે.

લોકડાઉનના ત્રીજા તબક્કામાં આ જગ્યા રહેશે બંધ

શાળા, કોલેજ, શિક્ષણ સંસ્થાન બંધ રહેશે

મોલ, સિનેમા, જિમ, સ્પોર્ટસ સેન્ટર બંધ રહેશે.

image source

મેટ્રો અને ટ્રેનન પણ બંધ રહેશે.

હવાઈ યાત્રા બંધ રહેશે.

મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા બંધ

ગ્રીન ઝોન માટે છૂટછાટ

image source

– 130 જિલ્લામાં 50 ટકા બસ ચાલશે.

– ગ્રીન અને ઓરેન્જ ઝોનને રાહત મળશે.

– ગ્રીન ઝોનમાં 50 ટકા સુધી બસ ચાલશે.

– રેડ ઝોનને લોકડાઉનમાં રાહત નથી.

image source

આ સાથે જ જો ગ્રીન ઝોનમાં કોઈ કોરોના પોઝીટીવ કેસ આ દિવસો દરમિયાન નોંધાશે તો તેને તુરંત ઓરેન્જ ઝોનમાં લેવામાં આવશે અને ત્યાં ઓરેન્જ ઝોનના નિયમો લાગુ થઈ જશે.