લોકડાઉન વચ્ચે પંજાબ પોલીસના 17 કર્મચારીઓના જીવ ચોરને પકડ્યા બાદ મુકાયા જોખમમાં

લોકડાઉન વચ્ચે પંજાબ પોલીસના 17 કર્મચારીઓના જીવ ચોરને પકડ્યા બાદ મુકાયા જોખમમાં

image source

સામાન્ય રીતે જ્યારે કોઈ ગુનેગાર પોલીસના હાથમાં આવી જાય છે તો પોલીસકર્મીઓ ખુશ થાય છે કે તેમણે સમાજમાં દુષણ ફેલાવતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પરંતુ પંજાબ પોલીસ સાથે તાજેતરમાં એવી ઘટના બની જેના કારણે ચોરને પકડ્યા પછી એક-બે નહીં અનેક પોલીસ કર્મીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ.

પંજાબના લુધિયાણામાં ચોરને પકડ્યા બાદ પોલીસ મથકમાં હાહાકાર મચી ગયો. કારણ કે પોલીસ કર્મી જે ચોરને પકડી લાવ્યા હતા તે કોરોના પોઝિટિવ નીકળ્યો હતો.

ઘટનાની વિગતોનુસાર લુધિયાણામાં એક ચોરને પોલીસએ પકડી જેલમાં પૂર્યો હતો. થોડા દિવસમાં તેની તબિયત ખરાબ થતાં તેનું ચેકઅપ કરાવવામાં આવ્યું. આ ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે તેને કોરોના વાયરસ છે… પછી શું પોલીસ મથકના 17 પોલીસ અધિકારીઓના જીવ અદ્ધર થઈ ગયા કારણ કે તેઓ આ ચોરના સંપર્કમાં આવી ચુક્યા હતા.

image source

આ વાત વાયુવેગે ફેલાઈ જતાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા અને 17 પોલીસ કર્મીને કોરોન્ટાઈન કરવામાં આવ્યા. આ સાથે જ પંજાબના મોહાલી જિલ્લામાં ડેરા બસ્સીના જવાહરપુર ગામમાં કોરોનાના 21 કેસ સામે આવ્યા. આ જગ્યાને તંત્રએ હોટસ્પોટ જાહેર કરી દીધી છે. અધિકારીઓ હવે અહીં કોરોના પોઝિટિવ આવ્યા હોય તે તમામ લોકોની તપાસ કરી રહી છે. જિલ્લા પ્રશાસનએ અહીં આવવા જવાનો મુખ્ય માર્ગ પણ બંધ કરી દીધો છે.

દિલ્હી-અંબાલા રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક આ ગામ આવેલું છે જ્યાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકી પોલીસ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ચાર એપ્રિલએ ગામના 42 વર્ષીય પંચ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ અન્ય 20 લોકોને ચેપ લાગી ચુક્યો છે. અહીં 14 કેસ તો પંચના પરીવારમાંથી જ નોંધાયા છે.