Site icon News Gujarat

17 જુલાઇ શનિવારના રોજ શનિદેવની પૂજાનો બની રહ્યો છે વિશેષ યોગ, મિથુનથી લઇને આ રાશિના લોકો રહેજો સચેત નહિં તો..

તા. ૧૭ જુલાઈ, ૨૦૨૧ શનિવારના રોજ શનિદેવની પૂજાનો બની રહ્યો છે વિશેષ યોગ, મિથુન, તુલા, મકર, ધનુ અને કુંભ રાશિના જાતકોએ ધ્યાન આપવું.

મકર રાશિ (Capricorn) માં શનિદેવ (Shanidev) વિરાજમાન છે. તા. ૧૭ જુલાઈ, ૨૦૨૧ શનિવાર (Saturday) છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાનો વિશેષ યોગ બની રહ્યો છે.

image source

શનિદેવની મહિમા:

શનિ દેવને તમામ ગ્રહોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. વર્તમાન સમયમાં શનિ દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. શનિ દેવ હાલના સમયે પોતાની વક્રી અવસ્થામાં છે. વર્ષ ૨૦૨૧માં શનિ દેવ કોઇ રાશિ પરિવર્તન કરશે નહી. શનિદેવ આ વર્ષ દરમિયાન ફક્ત નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. હાલમાં શનિ ગ્રહ શ્રવણ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે.

image source

શનિ ગ્રહની સાડાસાતી અને શનિ ગ્રહની ઢેય્યા

શનિ ગ્રહની ચાલને ખુબ જ ધીમી માનવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, શનિ એક રાશિ માંથી બીજી રાશિમાં જવા માટે અંદાજીત અઢી વર્ષનો સમય લે છે. આ ૫ રાશિઓના જાતકો પર છે શનિ ગ્રહની દ્રષ્ટિ-

image source

અષાઢ માસ દરમિયાન શનિ દેવની પૂજા.

અષાઢ માસ દરમિયાન શનિ દેવની પૂજાનું વિશેષ મહત્વ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં અષાઢ માસ ચાલી રહ્યો છે અને અષાઢ માસના શુક્લ પક્ષની શરુઆત થઈ ગઈ છે. હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ માસને ચોથો મહિનો માનવામાં આવે છે. અષાઢ માસને ખાસ ધાર્મિક રીતે મહત્વનો માનવામાં આવે છે.

image source

અષાઢ માસમાં આવનાર પર્વ અને વ્રત ભક્તોને વિશેષ ફળદાયી જણાવવામાં આવ્યા છે. અષાઢ માસની અગિયારસનું વ્રત, પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રીનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. અષાઢ માસના શુક્લ પક્ષના શનિવારના દિવસે શનિ ગ્રહની પૂજા કરવાનો વિશેષ યોગ બની રહ્યો છે.

તા. ૧૭ જુલાઈ, ૨૦૨૧ના દિવસનું પંચાંગ.

તા. ૧૭ જુલાઈ, ૨૦૨૧ શનિવારના પંચાંગ મુજબ, અષાઢ માસના શુક્લ પક્ષની આઠમની તિથિ આવી રહી છે. અંક જ્યોતિષ શાસ્ત્રમાં આઠના આંકડાના સ્વામી શનિ દેવ છે. આ દિવસે શિવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિ દેવને ભગવાન શિવના ઉપાસક માનવામાં આવે છે. શનિ દેવએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. ત્યાર બાદ શનિ દેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવએ શનિ દેવને બધા જ ગ્રહોમાં ન્યાયાધીશ બનાવી દીધા હતા.

image source

શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાયો (Shani Ke Upay):

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version