ધો. 12 સાયન્સનું પરિણામ આવતા ટ્વિન્સ ભાઈની 17 વર્ષની જોડી તૂટી ગઈ, માસ પ્રમોશને અલગ કરતાં દુ:ખ થયું

આજનો દિવસ ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારો રહ્યો. કારણ કે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર થયું અને બધા પાસ પણ થઈ ગયા. બોર્ડના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની છે કે 100 ટકા પરિણામ આવ્યું હોય. એમાં પણ ગ્રેડ પ્રમાણે વાત કરીએ તો 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. પરંતુ આ ગ્રેડની રામાયણ વચ્ચે બે ભાઈઓની કહાની વાયરલ થઈ રહી છે. જો વાત કરીએ તો અમદાવાદમાં નારણપુરાની સ્કૂલમાં ટ્વિન્સ ભાઈ લવ અને કુશ પણ પરિણામ લેવા પહોંચ્યા હતાં.

image source

જો કે ઘટના એવી બની કે પરિણામ આવતાની સાથે જ એક ભાઈમાં ખુશી અને બીજા ભાઈમાં નિરાશા જોવા મળી હતી. લવને A1 અને કુશને B1 ગ્રેડ મળ્યો હતો જેના કારણે આ માહોલ થયો હતો. જેથી બંને ભાઈઓને હવે અલગ અલગ ભણવું પડશે જેનું તેમને અને માતા પિતાને પણ ભારોભાર દુઃખ છે. મળતી માહિતી પ્રમાણે નારાણપુરાની વિજયનગર સ્કૂલમાં અભ્યાસ કરતા ટ્વિન્સ ભાઈ લવ અને કુશ નાનપણથી જ સાથે અભ્યાસ કરતા આવ્યા છે. બંને ભાઈઓ સાથે મહેનત કરીને ધોરણ 12 સુધી પણ પહોંચ્યા હતા. ધોરણ 12માં પણ બંને ભાઈઓએ મહેનત કરી હતી.

image source

જો કે હવે એવું બન્યું કે કોરોનાના કારણે પરીક્ષા લેવાના પરંતુ માસ પ્રમોશનન કારણે બંને ભાઈઓએ હવે અલગ થવું પડશે. લવને A 1 ગ્રેડ છે જ્યારે કુશને B 1 ગ્રેડ છે જેથી હવે અલગ અલગ કોલેજમાં એડમિશન લેવું પડશે. આ વિશે વાત કરતાં લવ ચૌધરી કહે છે કે 12 સાયન્સ શરૂ થયું ત્યારથી મહેનત શરૂ કરી હતી. માટે A 1 ગ્રેડ આવ્યો છે. મહેનત પ્રમાણે સારા માર્કસ આવ્યા છે પરંતુ મારા ભાઈને ઓછા માર્કસ આવ્યા એનું મને દુખ છે. પરીક્ષા યોજાઇ હોત તો હજુ પરિણામ સારું આવી શક્યું હોત એવું મને લાગે છે.

image source

લવ આગળ વાત કરે છે કે હવે એન્જીન્યરીંગ ફિલ્ડમાં આગળ વધવાનું છે સાથે મારા ભાઈને પણ તેમાં જ આગળ વધવું છે. ધોરણ 11માં કુશનું પરિણામ ઓછુ આવ્યું જેથી માસ પ્રમોશનમાં 11મા ધોરણના પણ માર્કસ ઉમેરવામાં આવ્યા છે. જેની પરિણામ પર અસર પડી છે. એ જ રીતે કુશ ચૌધરીએ પણ વાત કરી હતી કે પરીક્ષાની તૈયારી તો કરી જ હતી પરંતુ સરકારે કોરોનાને કારણે માસ પ્રમોશન આપ્યું છે.

જો કે કુશ એ પણ વાત કરે છે કે અગાઉના વર્ષના પ્રમાણે પરિણામ આપવામાં આવ્યું છે જેથી પરિણામ ઓછું આવ્યું છે. મારે પણ એન્જીન્યરીંગમાં એડમિશન લેવાની ઈચ્છા છે પરંતુ મારા ભાઈને પરિણામ વધુ છે તેથી તેને સારી કોલેજમાં એડમીશન મળશે જેથી અમે હવે અલગ અલગ ભણીશું. પરંતુ પરીક્ષા યોજાઈ હોત તો અત્યારે પરિણામ આવ્યું તેના કરતા વધુ પરિણામ આવ્યું હોત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!