આ દેશમાં લોકડાઉનનું થાય છે આ રીતે પાલન, નિયમ તોડનારને મોતની સજા

આ ઘટના જે દેશની છે ત્યાં કોરોના વાયરસથી એટલા લોકોના મૃત્યુ નથી થયા જેટલા મૃત્યુ લોકડાઉનનો નિયમ તોડવાના કારણે અહીં કરવામાં આવ્યા છે. આ દેશમાં કોરોના વાયરસથી 13 લોકોના મોત થયા છે પરંતુ લોકડાઉન તોડનાર 18 લોકોને પોલીસએ ગોળી મારી દીધી છે.

image source

આ ઘટના બની છે નાઈઝીરીયામાં. અહીં કોરોનાના કારણે જે સ્થિતિ છે તેનો ખ્યાલ આ વાત પરથી જ આવી જાય છે કે અહીં તંત્ર કેટલું કડક વલણ દાખવે છે. કોરોનાના કારણે અન્ય દેશોમાં જે સ્થિતિ છે તે અહીં ન થાય તે માટે પોલીસ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવે છે.

કોરોના વાયરસના કારણે હજારો લોકો વિશ્વમાં સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકોના જીવ ગયા છે. આ કેસના નવા નવા દર્દી રોજ સામે આવે છે. જેમની સારવાર થઈ રહી છે તેમાંથી કેટલાક સ્વસ્થ પણ થયા છે. કોરોના વાયરસએ આજે દુનિયાભરના દેશોને પોતાનામાં જકડી લીધા છે. તેના કારણે વિશ્વ મંદી તરફ ધકેલાઈ રહ્યું છે.

આ સ્થિતિથી લોકોના મોત વધારે ન થાય તે માટે દુનિયાના મોટા ભાગના દેશ લોકડાઉન અને કર્ફ્યુનું પાલન કરાવે છે. કોરોના ખૂબ ઝડપથી લોકોને શિકાર બનાવી રહ્યું છે તેથી કેટલાક દેશ ખૂબ કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે.