Site icon News Gujarat

બ્રેકિંગ ન્યૂઝ: PM મોદીએ આખરે લઈ લીધો સૌથી મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે

દેશમાં દિવસેને દિવસે વણસી રહેલી કોરોનાના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ કરવા જઈ રહી છે. આજે આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર આગામી 1 મેથી દેશભરના 18 વર્ષથી વધુની વયના તમામ લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવશે. આ નિર્ણય આજે વડાપ્રધાન મોદીની એક મહત્વની બેઠક બાદ લેવાયો છે.

image source

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી સરકાર પુર્ણ પ્રયત્ન કરી રહી છે કે દેશમાં વધુને વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવે. તેના ભાગરૂપે તબક્કાવાર અત્યાર સુધીમાં જેમના માટે રસી વધુ જરૂરી હતી તેમને રસી આપવાની શરુઆત કરવામાં આવી હતી. જ્યારે હવે દેશના દરેક નાગરિકને રસી આપવામાં આવશે.

18 વર્ષથી વધુની વયના દરેક વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ટુંક સમયમાં આ અંગેના પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ તમામ લોકોને રસી માટે ફી ચુકવવી પડશે કે તેમને ફ્રીમાં રસી મળશે તે અંગે સરકાર ટુંક સમયમાં જાણકારી શેર કરશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ માંગ કરી હતી કે કોરોનાની વેકસીન લેવા માટેની લોકોની ઉંમર ઘટાડવામાં આવે, તેવામાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુની વયના લોકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે 18 વર્ષથી વધુની વયના લોકોને પણ રસી આપવામાં આવશે.

રસી લેવામાં માટે અગાઉની જેમ જ લોકોએ તેનું આધાર કાર્ડ લઈને જવું પડશે. ભારત સરકાર અનુસાર આ વેકસીનેશન અભિયાનું ત્રીજુ ચરણ હશે. વડાપ્રધાન મોદીએ આજે વેકસીન બનાવતી કંપની સાથે ચર્ચા કરી હતી. વેકસીન નિર્માતા કંપનીઓને તેમણે પ્રોત્સાહિત કરી અને રસીનું ઉત્પાદન વધારવા કહ્યું છે. વેકસીન નિર્માતા કંપનીઓને રાજ્યોને 50 ટકા સપ્લાઈ દેવા સશક્ત કરવામાં આવશે. આ સાથે દેશમાં 45 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ અભિયાન પણ યથાવત રહેશે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતાં કેસને લઈને અનેક રાજ્યોમાં કેટલાક દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ હવે કેન્દ્ર સરકારે રસીકરણ અંગે પણ આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે હવે વધુ લોકોને કોરોના સામે સુરક્ષિત કરી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version