Site icon News Gujarat

બે છોકરીઓએ બતાવી પોતાની આગવી અદાઓ, તો પવન સિંહ બોલ્યા….’બદનામ કરી દેશો’

હવે સમય બદલાઈ રહ્યો છે અને મનોરંજન મેળવવાના માધ્યમો પણ વધ્યા છે. અને હવે બોલીવૂડ હોલીવૂડની સાથે સાથે સ્થાનિક રીતે મનોરંજન પુરુ પાડતા સ્ટાર્સની લોકપ્રિયતા પણ વધી રહી છે. થોડા સમય પહેલાં ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા ઓછા લોકો જાણતા હતા પણ હવે તેની લોકપ્રિયતા માત્ર કેટલાક રાજ્યો પુરતી જ સિમિત નથી રહી પણ વધી પણ છે.

image source

ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને સિંગર પવન સિંહના આમ તો ઘણા બધા ગીતો હિટ થઈ ગયા છે, પણ પોતાના હિટ ગીતોમાંથી એક ગીત યૂડ્યૂબ પર સૌથી વધારે ખાસ છે. આ ગીતનુ ટાઇટલ છે બદનામ કર દોગી. આ ગીતના વિડિયોનું ફિલ્માંકન રસપ્રદ છે.

image source

આ ગીતના વિડિયોમાં બે છોકરીઓ પવન સિંહને પોતાની અદાઓ દેખાડની રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. પવન સિંહ પણ જવાબ આપી દે છે. પવન સિંહ કહે છે કે ‘મારી સાથે નામ જોડીને પોતાનું નામ બનાવી લેશે, ત્યાર બાદ મને બદનામ કરી દેશે.’ આ ગીતમાં તેમની સાથે આકાંક્ષા શરદા અને સ્નેહા ગરુડને પણ જોઈ શકાય છે. આ ગીતમાં ત્રણેએ કમાલની એક્ટિંગ કરી છે અને કેમેસ્ટ્રી પણ શાનદાર
દેખાઈ છે.

image source

બદનામ કર દોગી ગીત ગયા વર્ષે ઓક્ટોબરમાં વર્લ્ડવાઇડ રેકોર્ડ્સ ભોજપુરીએ પોતાના યૂટ્યૂબ ચેનલ પર રિલિઝ કર્યુ હતું. આ ગીતને અત્યાર સુધીમાં 4 કરોડ 94 લાખ કરતાં પણ વધારે વાર જોવામાં આવ્યું છે. તેના વ્યૂઝ હાલ 49,439,811 છે. આ ગિતને પવન સિંહ પ્રિયંકા સિંહે મળીને ગાયું છે. આ ગીતને શ્યામ દેહાતી અને આઝાદ સિંહે લખ્યુ છે. છોટે બાબએ આ ગીતને મ્યૂઝિક આપ્યું છે.પોપ્યુલર મ્યૂઝિક
વિડયોને સુમિત ભાર્દ્વાજે ડીરેક્ટ કર્યો છે.

image source

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ તેમાં રેપ ગાયું છે. આ ગીતના બોલથી લાગી રહ્યું છે કે તે દ્વારા પરોક્ષ રીતે ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ પર નિશાનો સાધવામાં આવ્યો છે. ગીતમાં સક્સેસ મેળવવા માટે એક છોકરી છોકરાનો યૂઝ કરે અને સફળતા મેળવે છે અને ત્યાર બાદ તેના પર જૂઠો આરોપ મુકીને તેને છોડી દેવાની વાત દર્શાવવામાં આવી છે. પવન સિંહ અને તેના સમર્થકોએ અક્ષરા પર આ પ્રકારનો
આરોપ વાસ્તવિક રીતે લગાવ્યો હતો.

image source

2019માં અક્ષરા સિંહે પવન સિંહ અને તેના ઘરના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અક્ષરાએ તેમના પર અશ્લીલ મેસેજ મોકલવા, જીવથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ પવન સિંહ અને તેના સમર્થકોએ આ ગીતની જેમ જ તેણી પર બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version