તેમની 20 દિવસની દીકરીઓને લગ્ન માટે ઓફર કરી રહ્યા છે લોકો, એક એક રુપિયા મારે મરી રહ્યા છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ત્યાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે લોકો પૈસા કમાવવાની મજબૂરીમાં પોતાની 20 દિવસની નવજાત છોકરીઓને ભવિષ્યમાં લગ્ન માટે ઓફર કરી રહ્યા છે.

Image Source

અફઘાનિસ્તાનમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે
યુનિસેફના જણાવ્યા અનુસાર, ‘અફઘાનિસ્તાનમાં અત્યંત ભયાનક આર્થિક સ્થિતિ વધુ પરિવારોને ગરીબીમાં ધકેલી રહી છે. બાળકોને રોજગારી આપવા અને નાની ઉંમરમાં છોકરીઓ સાથે લગ્ન કરવા જેવા ભયાવહ પસંદગીઓ કરવામાં આવી રહી છે.

Image Source

યુનિસેફે કહ્યું, ‘તાલિબાને છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે સ્થિતિ વધુ ખતરનાક બની ગઈ છે. કારણ કે મોટાભાગની કિશોરીઓને શાળાએ જવા દેવામાં આવતી નથી. જેથી બાળલગ્નનું જોખમ વધુ વધી ગયું છે.

લોકો તેમની નવજાત છોકરીઓ વેચે છે
યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરીએટા ફોરે કહ્યું, ‘અમને એવા અહેવાલો મળ્યા છે કે પરિવારો પૈસાના બદલામાં ભાવિ લગ્ન માટે તેમની 20 દિવસ સુધીની દીકરીઓને ઓફર કરી રહ્યા છે.’

Image Source

જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની અડધી વસ્તી પહેલાથી જ ગરીબ હતી અને તેમની પાસે સ્વચ્છ પાણી અને પૌષ્ટિક ખોરાક પણ ન હતો. આ વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો ત્યારથી સ્થિતિ વણસી ગઈ છે. લોકો માટે રોજગાર, ખોરાક, પાણી અને વીજળીની તીવ્ર અછત છે. આવી સ્થિતિમાં લોકો પૈસા કમાવવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે બધું દાવ પર લગાવવા મજબૂર છે.

Image Source

બાળ લગ્ન અને વેચાણના કિસ્સાઓ વધી રહ્યા છે
યુનિસેફના રિપોર્ટ અનુસાર, 2018 અને 2019માં અફઘાનિસ્તાનના હેરાત અને બગદીસ પ્રાંતમાં બાળ લગ્નના 183 અને બાળકોના વેચાણના 10 કેસ નોંધાયા હતા. લગ્ન કરનાર બાળકોની ઉંમર 6 મહિનાથી 17 વર્ષની વચ્ચે હતી. યુનિસેફનો અંદાજ છે કે 15-49 વર્ષની વયની 28 ટકા અફઘાન મહિલાઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *