કોરોનાની મહામારી વચ્ચે UPથી 200 બસ મોકલાઈ કોટા

કોરોના વાયરસ વિરુદ્ધ દેશભરમાં હાલ એક જંગ ચાલી રહી છે. તેવામાં ઉત્તર પ્રદેશના જે બાળકો રાજસ્થાનના કોટામાં ફસાયેલા છે તેમને બચાવવા માટે યુપી સરકાર આગળ આવી છે. તેમને પરત યુપી લાવવા માટે આગરાથી 200 બસ રવાના કરવામાં આવી છે.

image source

એસપી પ્રમોદ કુમારએ જણાવ્યું હતું કે બાળકોને પરત લાવવામાં તકેદારી રાખવામાં આવશે. એક બસમાં 25થી 30 બાળકોને જ બેસાડવામાં આવશે. સાથે જ દરેક બસમાં 2 પોલીસકર્મી હશે આ પોલીસ સ્ટાફ પણ આગરાથી મોકરવામાં આવ્યા છે. સાથે જ તેમને માસ્ક, સેનિટાઈઝર આપવામાં આવ્યા છે.

આજે આ બાળકો આગરા પહોંચી જશે. ત્યારબાદ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને પછી જ તેમને ઘરે મોકલવામા આવશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે 200 બસ આગરાથી ગઈ છે જ્યારે 100 બસની વ્યવસ્થા આગરાથી કરવામાં આવી છે. આ 300 બસની મદદથી 6000 બાળકો પરત પહોંચશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાજિક અંતરનો ભંગ ન થાય તે માટે એક બસમાં મર્યાદિત બાળકોને જ બેસાડવામાં આવશે તેમને ત્યાં સેનિટાઈઝ કરવામાં આવશે અને માસ્ક આપી બસમાં બેસાડવામાં આવશે.