200 ફૂટની ઉંચાઈએ ખરાબ થયું રોલર કોસ્ટર, લોકોના જીવ પડિકે બંધાયા

રોમાંચના શોખીન લોકો તેમની ઉત્સુકતાને વિવિધ સ્તરે લઈ જવા માટે દરરોજ કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. તમે રોલર કોસ્ટર વિશે સાંભળ્યું અથવા જોયું હશે. કેટલાક લોકોએ જોખમી ઝુલામાં બેસવાનો આનંદ પણ કર્યો હશે. તમે ક્યારેય વિચાર્યું છે કે ઉંચાઇએ પહોંચ્યા પછી જો ઝુલામાં કંઇક ખરાબી આવી જાય અને એ પરિસ્થિતિમાં કેવી રીતે જીવ બચાવી શકાય? આવી જ એક ભયાનક ઘટના બ્રિટનના સૌથી ઉંચા રોલર કોસ્ટર પર સવારી લેનારા પ્રવાસીઓ સાથે બની છે.

image source

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રોલર કોસ્ટરના પાટા પર લગભગ 200 ફૂટની ઉંચાઇએ ચાલતા નજરે પડે છે. ઘણા લોકો આ વીડિયો જોઈને પણ આશ્ચર્યચકિત થઈ ગયા, તેઓને ડર હતો કે જો લોકો નીચે પડી જશે તો તેમની મોત નક્કી છે. જો કે, વિડિયોમાં આવું કશું થતું નથી અને દરેક સુરક્ષિત રીતે નીચે આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ લોકોએ આવું કેમ કર્યું?

તમને જણાવી દઈએ કે આ કોઈ રોમાંચના કારણે નહી પરંતુ મજબૂરીના કારણે કરવામાં આવ્યું હતું, ખરેખર, વાયરલ થઈ રહેલા આ વિડિયો બિગ વન સ્ટીલ રોલર કોસ્ટરનો છે જે યુકેના લેન્કશાયરમાં બ્લેકપૂલ પ્લેઝર બીચ પર સ્થિત છે. આ થીમ પાર્ક વર્ષ 1994 માં ખોલવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે એક સમયે બિગ વન વિશ્વનો સૌથી ઉંચો અને સૌથી લાંબો રોલર કોસ્ટર કહેવાતો હતો.

જો કે, તે યુકેમાં હજુ સૌથી લાંબો રોલર કોસ્ટર છે. બિગ વન રોલર કોસ્ટરની લંબાઈ 213 ફુટ છે. પાછલા દિવસોની જેમ, રાઇડર્સ માટે રોલર કોસ્ટર ચાલુ હતો પરંતુ અચાનક કંઈક ખરાબી આવી ગઈ અને રોલર કોસ્ટર ટ્રેક પર અટકી ગયો ત્યારે તે ઉચ્ચતમ પોઇન્ટ પર હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો પગપાળા નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર હવે ઘણી કોમેન્ટો આવી રહી છે.

તો બીજી તરફ વિશ્વની સૌથી લાંબા અને સૌથી ઝડપી રોલર કોસ્ટર ફ્લાઇટ માટેની ઉત્સુકતા વધી રહી છે. કેમ કે તેની ડિઝાઈનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાઉદી અરેબિયાના કિડિયામાં એક થીમ પાર્ક બનાવવાની યોજના છે, જેમાં આ રોલર કોસ્ટર સ્થાપિત કરવામાં આવશે.

આ થીમ પાર્ક વર્ષ 2023માં શરૂ કરવામાં આવશે. આ કેસ્ટર આશરે ચાર કિલોમીટરના અંતરને આવરી લેશે અને તેની ઝડપ કલાકના 250 કિલોમીટરની રહેશે. આ સિવાય આ સવારીની સૌથી રસપ્રદ વાત એ છે કે આ સવારી તમને 525 ફૂટની ખીણમાં ડાઇવ કરશે.

image source

આ આખી સવારીનો સમયગાળો લગભગ ત્રણ મિનિટનો રહેશે અને તે એક સમયે 20 મુસાફરોને લઇ શકશે. આ ઉપરાંત, આ રોલર કોસ્ટર પેરાબોલિક એરટાઇમ હિલની સુવિઘા આપશે. જે એક વજન વિનાના એરટાઇમ અનુભવ માટે પરવાનગી આપે છે. 2019 માં, જ્યારે રોલર કોસ્ટર ફેલ્કન્સ ફ્લાઇટની યોજના બધાને બતાવવામાં આવી હતી, ત્યારે એક વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં બતાવવામાં આવ્યું હતું કે સવારી પર બેઠેલા લોકો કેટલો આનંદ માણી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!