2020 ને લોકોએ આ રીતે કર્યું કેમેરામાં કેદ, જૂઓ વર્ષના છેલ્લા સુર્યાસ્તની યાદગાર તસવીરો

2021 નું વર્ષ આવી ગયું છે. દેશભરમાં લોકોએ નવી આશાની સાથે ભારે ઉત્સાહથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. 2020 પાછળ છૂટી ગયું છે. સાથે છૂટી ગઈ તે આશંકાઓ અને પરેશાનીઓ જે કોરોનાને કારણે આખા વર્ષ દરમિયાન લોકોના મનમાં હતી. 2021માં વેક્સિનની આશા છે, નવા જીવન શૈલીને અપનાવવાના સપનાંઓ છે. સંક્રમણને હરાવવાનો પડકાર છે.

પરંતુ આપણો વિશ્વાસ અતૂટ છે અને તૈયારીઓ પણ સારી છે. 2020ના અંતિમ દિવસે લોકો કેટલીક યાદો પોતાના કેમેરામાં કેદ કરી છે. આજે અમે તમને 2020ના અંતિમ સૂર્યાસ્તનો નજારો દેખાડવા જઈ રહ્યાં છીએ. તસવીરોમાં જુઓ વર્ષના અંતિમ દિવસે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામથી લઈને ગુજરાત સુધી કઈ રીતે અસ્ત થયો દિવસ. તો માણીએ વર્ષના અંતિમ સુર્યાસ્તને

image source

શ્રીનગરના ડાલ લેક વર્ષના અંતિમ સૂર્યાસ્તને લોકોએ મન ભરીને માણ્યો

image source

માયાનગરી મુંબઈના માહિમ બીચ પર વર્ષના છેલ્લા દિવસે સન્નાટો જોવા મળ્યો

image source

ગુજરાતના કચ્છમાં સુર્યાસ્તનો નયનરમ્ય નજારો જોવા મળ્યો

image source

કન્યાકુમારીના તિરુવલ્લુવર સ્ટેચ્યુ ખાતેનો નજારો લોકોએ કેમેરામાં કેદ કર્યો

image source

રાજધાની દિલ્હીના નિઝામુદ્દાનનો ઝાકળ વચ્ચે જોવા મળ્યો નઝારો

image source

ગોવાના મિરામાર બીચ લોકોએ વર્ષના આખરી સુર્યાસ્તને કેમેરામાં કેદ કર્યો

image source

પર્યટન સ્થળ શિમલામાં સુર્યાસ્તનો આનંદ માણવા મોટી સંખ્યમાં લોકો એકત્ર થયા

image source

તિર્થસ્થળ પ્રયાગરાજ ખાતે 2021નું સ્વાગત કરવા યુવતીઓ સરસ પોઝ આપ્યો

image source

પટનામાં સાંજે સાઈકલિંગ કરતા બાળકોએ 2020 ને બાય બાય કહ્યું

image source

સિલિગુડી સનસેટના દ્રશ્યો જોઈને મન મોહી જશે

સમગ્ર દેશમાં 2021 ના આગમનની ઉજવણી

image source

તો બીજી તરફ નવી આશા આંખોમાં સેવીને દેશભરમાં નવા વર્ષનું સ્વાગત કરાયું, પરંતુ નાઈટ કર્ફ્યૂની પહેલાં અને કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને. મુંબઈની બીચ પર ભીડ ઊમટી, પરંતુ લોકો સાવધાની દાખવતા જોવા મળ્યાં. બંગાળમાં ડીજેની ધુન પર લોકોએ ઠૂમકા લગાવીને નવા વર્ષનું સ્વાગત કર્યું.

image source

તમને જણાવી દઈએ કે અનેક ટૂરિસ્ટ સ્પોટ અને આલીશાન હોટલ માટે પ્રખ્યાત રાજસ્થાનમાં ન્યૂયર નાઈટ ફિક્કી જોવા મળી. નાઈટ કર્ફ્યૂ ન હટાવવાને નિર્ણયને કારણે રાત્રે 8 વાગ્યાથી લોકો ઘરોમાં જ કેદ થઈ ગયા. બહારથી આવેલા હોટલમાં રોકાયેલા અનેક પર્યટકો પરત ફરી ગયા. તેઓએ બીજા રાજ્ય તરફ પ્રયાણ કર્યું. એકલા જયપુરમાં જ સાંજ 7 વાગ્યાથી 120 જગ્યાઓ પર રાત્રે વધુ 90 જગ્યાએ નાકાબંધી કરવામાં આવી.

તો બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રાત્રે 11 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લાગી ગયો હતો. તે પહેલાં મોટી સંખ્યામાં ભીડ જૂહુ બીચ પર ઉમટી પડી હતી. રસ્તાઓ પર પણ અનેક જગ્યાએ લોકો મસ્તી કરતા જોવા મળ્યા. અહીં અનેક મોલ પણ આકર્ષક રોશની શણગારવામાં આવ્યા હતા. લોકો અહીં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા અને નવા વર્ષના વધામણા કર્યા હતા.

તો વાત કરીએ મધ્ય પ્રદેશની તો સરકારે ન્યૂયર નાઈટ માટે છૂટ આપવાનો અધિકાર કલેક્ટરોને સોંપી દીધો હતો. દરેક શહેર મુજબ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી પાટનગર ભોપાલમાં લોકોને રાત્રે 12:30 વાગ્યા સુધી જશ્ન મનાવવાની છૂટ આપી હતી, પરંતુ ઓપન સ્પેસ કે ગાર્ડનમાં 200થી વધુ લોકો એકઠાં થાય તેના પર પ્રતિબંધ હતો. હોટલ, કલબ કે પબ પણ 50% ક્ષમતા સુધી જ ખોલવાના આદેશ હતા. ઈન્દોર સહિત અન્ય શહેરોમાં બહારથી સેલિબ્રિટીને આવવાની મનાઈ હતી. જબલપુરમાં DJ પર પ્રતબિંધ લગાડવામાં આવ્યો હતો.

image source

હવે વાત કરીએ રાજધાની દિલ્હીની તો કોરોનાને પગલે દિલ્હીમાં અનેક પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. પરંતુ રસ્તા પર લોકો જશ્ન મનાવતા જોવા મળ્યા. હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પાર્ટીઓ થઈ. કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ, લોટસ ટેમ્પલ સહિત અનેક પર્યાટન સ્થળો પર પોલીસ તેહનાત કરવામાં આવી હતી કે જેથી લોકોની ભીડ એકઠી ન થઈ શકે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કલમ-144 લાગુ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સમગ્ર શહેરમાં તહેનાત કરવામાં આવી હતી. લોકોને પોતાના ઘરોમાં જ ન્યૂયર સેલિબ્રેટ કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ અને કોરોનાનું સંક્રમણ ન વધે.

image source

તો બીજી તરફ ટુરિસ્ટ પ્લેસ શિમલા, કાંગડા, કુલ્લુ અને મંડીમાં રાત્રે 10 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લાદુ કરવામાં આવ્યો હતો. તેમ છતાં અનેક જગ્યાએ ટૂરિસ્ટ ફરતા જોવા મળ્યા. પોલીસે પણ તમામ ચેતવણી આપીને પરત હોટલમાં જવાનું કહ્યું હતું.

દક્ષિણ ભારતમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે મોટી પાર્ટી યોજાય ન હતી. ચેન્નાઈમાં તમામ પ્રતિબંધો વચ્ચે પણ નવા વર્ષની ખુશીઓ ઓછી નથી થઈ. અહીં નેપિયર બ્રિજને મનમોહક રોશનીથી શણગારવામાં આવ્યો હતો. લોકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે નવા વર્ષને આવકાર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત