9 વર્ષના આ ટેણિયાએ 2020માં યુટ્યુબ પર કરી 220 કરોડ રૂપિયાની કમાણી, ત્રણ વર્ષથી બનાવી રહ્યો છે રેકોર્ડ

2020નું વર્ષ પુરું થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે તેવામાં યૂટ્યૂબના દરેક ક્ષેત્રમાં આખું વર્ષ ઉપલબ્ધિઓ મેળવનારા યૂટ્યૂબ કંટેટ ક્રિએટર્સ અને વિડિયો લીસ્ટને જાહેર કરવામાં આવ્યું છે.

image source

હાલમાં જ ફોર્બ્સ મેગેઝીને દુનિયાના સૌથી વધારે વિડિયો સર્ચ એજિન યૂટ્યૂબ પર વર્ષ 2020માં સૌથી વધારે કમાણી કરનારા ક્રિએટરનું લિસ્ટ જાહેર કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિસ્ટમાં સૌથી ઉપર 9 વર્ષનો યૂડ્યૂબ કંટેન્ટ એડિટરનું નામ છે, જેની કમાણી જાણી તમારા હોશ ઉડી જશે.

ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં ટોપ પર

image source

વાસ્તવમાં, ફોર્બ્સ મેગેઝીનની યાદી પ્રમાણે વર્ષ 2020માં યૂડ્યૂબ પર સૌથી વધારે કમાણી કરનારા કંટેટ ક્રિએટર 9 વર્ષના રેયાન કાજી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નાનકડો છોકરો ભલભલા મોટા યૂડ્યૂબર્સને પાછળ પાડી રહ્યો છે. તેણે આ વર્ષે સૌથી વધારે 29.5 મિલિયન ડોલરની કમાણી પોતાની વિડોયઝ દ્વારા કરી છે. તેની સાથે સાથે રેયાન કાજી વર્ષ 2020માં યૂટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરનાર કંટેટ ક્રિએટર બની ગયો છે.

2015માં શરૂ કરી હતી યૂટ્યૂબ ચેનલ

image source

તમને જણાવી દઈએ કે યૂટ્યૂબ પર રેયાન કાજીની ચેનલનું નામ રેયાન્સ વર્લ્ડ છે. 2020ના સૌથી મોટા યૂટ્યૂબર કહેવાતા રેયાન કાજીનું સાચુ નામ રેયાન ગુઆન છે. તેમણે વર્ષ 2015માં માત્ર ચાર વર્ષના ઉંમરમાં યૂટ્યૂબ પર વિડિયોઝ બનાવવાનું શરૂ કર્યું હતું. રેયાન પોતાના યૂટ્યૂબ ચેનલ પર માર્કેટમાં અવનારા નવા-નવા રમકડાનો રિવ્યૂ કરે છે, સાથે સાથે તે રોજ સાયન્સ સાથે જોડાયેલા એક્સપરિમેન્ટ પણ કરતો રહે છે.

27.7 મિલિયન કરતાં પણ વધારે સબ્સ્ક્રાઇબર

image source

આ ઉપરાંત તે પોતાના ફેન્સ અને ફોલોઅર્સને મનોરંજન માટે પણ હંમેશા અલગ અલગ પ્રકારના કંટેટ ધરાવતા વિડિયો પોસ્ટ કરતો રહે છે. તમને જણાવી દઈએ કે હાલમાં રેયાનની ચેનલ પર 27.7 મિલિયન કરતાં પણ વધારે સબ્સ્ક્રાઇબર છે, આશ્ચર્યની વાત એ છે કે તેણે માત્ર પાચં વર્ષની ઉંમરમાં જ આટલા બધા સબ્સ્ક્રાઈબર્સ મેળવી લીધા. ચાર વર્ષની ઉંમરમાં રેયાને યૂટ્યૂબ ચેનલને તેના માતાપિતાએ બનાવી હતી.

ત્રણ વર્ષથી બનાવે છે રેકોર્ડ

image source

તમને જણાવી દઈએ કે રેયાન માત્ર 2020માં જ નહીં પણ છેલ્લા બે વર્ષથી યૂટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરતા કંટેંટ ક્રિએટર છે. તેણે વર્ષ 2018માં 22 મિલિયન ડૉલર અને 2019માં 26 મિલિયન ડોલરની કમાણી કરી હતી. રેયાને 2020માં પણ સૌથી વધારે કમાણી કરી અને પાતનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. શરૂઆતમાં રેયાનની ચેનલનું નામ રયાન ટોય્ઝ રિવ્યુ રાખવામા આવ્યું હતું. પહેલાં રેયાન મોટેભાગે ટોય્ઝ અનબોક્સિંગની વિડયો જ અપલોડ કરતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત