2020નુ આખુ વર્ષ છે જોરદાર ભારે, ચેતીને રહેજો કારણકે આગામી 6 મહિનામાં તો થઇ શકે છે…

આખી દુનિયા છેલ્લા ત્રણ- ચાર મહિનાથી ચીનના વુહાન શહેર માંથી ફેલાયેલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી સામે લડી રહ્યું છે.

image source

આખી દુનિયામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણએ પોતાનો આતંક ફેલાવી દીધો છે. વર્ષ ૨૦૧૯ના અંત થાય એ પહેલા જ ડીસેમ્બર મહિનામાં સૂર્ય ગ્રહણ થવા પામ્યું હતું. દેશના પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ આ સૂર્ય ગ્રહણ દુનિયા માટે ઘણા ખરાબ પરિણામ લાવ્યું છે. આજે આખી દુનિયા નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

image source

વર્ષ ૨૦૨૦માં પણ જુન મહિનામાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની ઘટનાઓ થઈ શકવાની સંભાવનાઓ બની રહી છે. જુન, ૨૦૨૦માં થનાર ચંદ્રગ્રહણ તો ફક્ત છાયા ગ્રહણ જેવો સાબિત થશે. પરંતુ જુન, ૨૦૨૦માં થનાર સૂર્યગ્રહણ અત્યંત મહત્વ પૂર્ણ સાબિત થઈ શકે છે. ૨૧ જુન, ૨૦૨૦ના રોજ થનાર સંભવિત સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થવાની સંભાવના છે જયારે આ સૂર્યગ્રહણ થવાની શક્યતા છે તે વખતે અવકાશમાં આવેલ નવ ગ્રહો માંથી છ ગ્રહ એકીસાથે જ વક્ર થઈ શકે છે. તેનો અર્થ એવો પણ થઈ શકે છે કે, મોટાભાગના અવકાશી ગ્રહો સૂર્યગ્રહણ સમયે વક્રી થઈ જશે. અવકાશમાં આ રીતનું થવું જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ સામાન્ય ઘટના માનવામાં આવતી નથી. આવી ઘટનાની અસર લાંબા સમયે જોવા મળી શકે છે.

image source

આવી રીતે થતા અસામાન્ય સૂર્યગ્રહણનો પ્રભાવ ઘણા લાંબા સમય સુધી જોવા મળે છે. તેમજ આવા અસામાન્ય સૂર્યગ્રહણનો પ્રભાવ ખુબ જ વધારે પ્રમાણમાં અને અંદાજીત છ મહિના જેટલા લાંબા સમય સુધી પ્રભાવિત કરે છે. આ વર્ષે જુન, ૨૦૨૦માં થનાર આવું જ અસામાન્ય સૂર્યગ્રહણનો પ્રભાવ આવનાર નવા વર્ષના જાન્યુઆરી, ૨૦૨૧ સુધી પ્રભાવિત કરી શકે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવી રીતે સૂર્યગ્રહણના સમયે એકસાથે છ ગ્રહોનું વક્ર થવું દુનિયામાં કેટલીક મોટી કુદરતી ઘટનાઓનો સામનો આવવાનો સંકેત આપી રહી હોય છે.

image source

છેલ્લા ત્રણ- ચાર મહિનાથી આખી દુનિયામાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી સામે લડત આપવા માટે હજી પણ વધારે સાવધાન અને મજબુત થવાની જરૂરિયાત છે. તેમજ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને હટાવ્યા પછી એવો પણ અડાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કોરોના વાયરસ ફરીથી ઉથલો મારી શકે છે. આવું ના બને તે માટે દરેક વ્યક્તિઓ પોતાની તરફથી અત્યંત સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે.

image source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જુન, ૨૦૨૦માં થનાર સૂર્યગ્રહણના સમયે ગ્રહો અને યુતિ એ સંકેત કરી રહ્યા છે કે આવનાર સમયમાં દુનિયામાં કેટલીક જગ્યાઓએ ભૂકંપ, ભૂસ્ખલન, વાવાઝોડા જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ કોરોના વાયરસ હજી પણ કેટલાક સમય સુધી લોકોની વચ્ચે રહી શકે છે. એટલે આપણે બધાએ એકઠા થઈને એકબીજાના સહયોગથી આ કોરોના વાયરસ સંક્રમણની મુશ્કેલી સામે લડત આપવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત