Site icon News Gujarat

૨૦૨૦ના આજના દિવસે તાળી-થાળી વગાડતાં આખો દેશ ગુંજી ઉઠ્યો હતો, વાયરલ થયા આ સમયનાં કોમેડી વીડિયો

22 માર્ચ 2020નો દિવસ બધાને લોકોને ક્યારેય નહીં ભૂલાય. આ દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશના લોકોએ પોતાને ઘરમાં કેદ કરી લીધા હતા.

આ દરમિયાન અને 22 માર્ચના રોજ વડાપ્રધાન તરફથી લોકોને કહેવામાં આવ્યું હતું કે સાંજે બધા લોકો કોરોના સામેની આ લડતમાં જે લોકો સેવા કરી રહ્યાં છે તેવાં દરેક વ્યક્તિને તેમનાં કાર્યને વધવવા માટે પાંચ મિનિટ તાળી અને થાળી વગાડવી. આ પછીથી 22 માર્ચ 2020નો દિવસ જનતા કર્ફ્યુ તરીકે ઓળખાય છે.

image source

આજે જનતા કર્ફ્યુનું એક વર્ષ પૂર્ણ થયું છે, જનતા કર્ફ્યુમાં લોકોના ડરની વચ્ચે પણ ઘણી યાદો એવી છે કે જે હજુ પણ યાદ છે. આજે અહીં આવા જ એક વીડિયો વિશે વાત થઈ રહી છે. ત્યારે જાહેર કરફ્યુની મનોરંજક મેમરીને ફરી એકવાર તાજી કરીએ. કોરોના મહામારી વચ્ચે આખો દેશ એક થતો દેખાયો.

આ મહામારીમાં આખું વિશ્વ જપેટમાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન વિશ્વમાંથી ચીનમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયાં હતાં. આખા વિશ્વમાં ફેલાયેલી આ ગંભીર સમસ્યા વચ્ચે વડા પ્રધાન મોદીએ રવિવાર 22 માર્ચ, 2020ના રોજ સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી જાહેર કરફ્યુની ઘોષણા કરી હતી.

વડા પ્રધાને લોકોને પોતાને જોખમમાં મૂકતા ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને મીડિયામાં કામ કરનાર વ્યક્તિ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરતાં લોકોને તેમનો આભાર વ્યકત કરવા કહ્યું હતું.

આ માટે તેમણે લોકોને અપીલ કરી કે સાંજે બરાબર પાંચ વાગ્યે તેના દરવાજા અથવા બાલ્કનીમાં ઉભા રહેવું અને કોરોના સામેની લડતમાં પોતાનો જીવ દાવ પર લગાવીને સેવા કરતાં લોકોના માનમાં પાંચ મિનિટ તાળી પડાવી કે પછી થાળી વગાડવી.

પ્રધાનમત્રીની આ ઘોષણાનો લોકોએ સ્વીકાર કર્યો અને નિયત સમયે તાળીઓ અને થાળીઓ અવાજ સાથે આખો દેશ ગુંજી ઉઠ્યો. જો કે, આ સમય દરમિયાન આવા ઘણા દ્રશ્યો જોવા મળ્યા હતા જે એકદમ રમૂજી હતા.

image source

જે રીતે કેટલાક લોકો તાળીઓ પડતાં હતાં અને રમતા હતા. આ દરમિયાન એક ખુબ જ રમુજી વીડિયો વાયરલ થયો હતો. ભલે તાળીઓ પાડીને કોરોના સાથે કંઈ થયું નથી, પરંતુ કેટલાક એવા ફોટો અને વીડિયો સામે આવ્યો કે લોકોનું ખૂબ મનોરંજન મળી ગયું.

image source

પીએમ મોદીની અપીલને કેટલાક લોકોએ વધુ જ ગંભીરતાથી લીધી હતી તેવા લોકો ઘરની બહાર નીકળ્યા હતા અને મશાલ પ્રગટાવી અને શેરીઓમાં બહાર નીકળી તાળીઓ પાડી. દરેક વ્યક્તિને તે દિવસ યાદ આવે છે.

કોરોના વાયરસે એવી મહામારી ફેલાવી કે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું જેના કારણે રસ્તાઓ પર સન્નાટો છવાઈ ગયો હતો. લોકો ઘરોમાં કેદ થયા હતાં. પરિસ્થિતિ એવી લાગતી હતી કે જાણે જીવન અટકી પડ્યું હોય. આ પછી 22 માર્ચના દિવસે લોકો મીણબત્તીઓ પ્રગટાવી અને થાળી વગાડીને એકબીજાને ખુશ કર્યા હતા.

image source

હવે કોરોના પર ઘણાં અંશે કાબૂ મેળવી લેવાયો છે. જાહેર કરફ્યુનું આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ એક વર્ષમાં ભારત કોરોના સામેની આ પરિસ્થતિ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યું છે.

છતાં હજુ પણ આ કોરોનાનાં નવા કેસો સામે આવી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. આ સમયે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે ત્યારે આગળનાં સમયમાં જોવાનું રહ્યું કે કોરોનને ફેલાતો રોકવા રસીકરણથી કેટલી સફળતાં મેળવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version