કોરોના કાળ વચ્ચે લોકોએ 2020ને કહ્યું અલવિદા, આ ફની મીમ્સ વાંચીને હસી-હસીને દુખી જશે તમારું પેટ

વર્ષ 2020 એ આખી દુનિયા માટે ખૂબ જ ખરાબ સાબિત થયું. આવી સ્થિતિમાં દરેક આતુરતાથી નવા વર્ષ 2021 ની રાહ જોઈ રહ્યા હતા. દરેકને આશા છે કે શરૂ થયેલુ વર્ષ 2021 બધા માટે સારું રહેશે. નવા વર્ષ 2021 ની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા પર ફની મીમ્સ અને જોક્સ વાઈરલ થઈ રહ્યા છે.

લોકોએ ઓફિસને બદલે ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું

આમ જોવા જઈએ તો વર્ષ 2020 માં કોરોના વાયરસ રોગચાળાએ આપણા બધાની જીવનશૈલીને સંપૂર્ણપણે બદલી નાખી છે. ખબર નથી કે કેટલા લોકોએ ઓફિસને બદલે ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું હતું અને બાળકો હવે વર્ગખંડોને બદલે ઓનલાઈન વર્ગ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. કોરોનાવાયરસે લોકોને ન ઈચ્છતા હોવા છતા લોકોને ઘરોમાં રહેવા મજબૂર કરી દીધા, જેથી આ રોગચાળો વધુ ફેલાય નહીં.

ભૂતકાળની ખરાબ યાદોને ભૂલાવી દેશે

2020 નો આટલો ખરાબ તબક્કો જોયા પછી હવે દરેક વ્યક્તિ કંઈક નવું અને સારું જોવાની રાહ છે. આવી સ્થિતિમાં લોકોના દિમાગમાં રાહત આપવા માટે સોશિયલ મીડિયાએ ખૂબ સારી ભૂમિકા ભજવી છે. આ દિવસોમાં, ટ્વિટર પર રમૂજી મીમ્સ અને જોક્સ વાયરલ થઈ રહ્યા છે, જે તમારા બધાના મનને ચોક્કસ હળવું કરશે અને ભૂતકાળની ખરાબ યાદોને ભૂલાવી દેશે.

મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ

આવા જ કેટલાક મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં લોકો જણાવી રહ્યા છે કે તેઓ તેમના નવા વર્ષની પૂર્વ સંધ્યાને કેવી રીતે માણશે. રોગચાળાને લીધે, મોટાભાગના લોકો નવા વર્ષે તેમના ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ચાલો એક નજર કરીએ કે કેવી રીતે ટ્વિટર યૂઝર્સ નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે.

દર વર્ષની જેમ આ વખતે પણ લોકો નવા વર્ષ માટે રેસોલ્યૂશન કરી રહ્યા છે. નવા વર્ષમાં ત્રણ નવી આદતો અપનાવશે અને કોને છોડી દેશે.

આ વર્ષે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ પણ કેટલાક મનોરંજક મીમ્સ શેર કર્ય હતા. કે ભારતમાં લોકોએ 2020 માં કેવા જમવાના ઓર્ડર કર્યા હતા.

દેશમાં ધામધૂમથી થઈ નવા વર્ષની ઉજવણી

2021 આવી ગયું છે. દેશભરમાં લોકોએ નવી આશાની સાથે ભારે ઉત્સાહથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. 2020 પાછળ છૂટી ગયું છે. સાથે છૂટી ગઈ તે આશંકાઓ અને પરેશાનીઓ જે કોરોનાને કારણે આખા વર્ષ દરમિયાન લોકોના મનમાં હતી. 2021માં વેક્સિનની આશા છે, નવા જીવન શૈલીને અપનાવવાના સપનાંઓ છે. સંક્રમણને હરાવવાનો પડકાર છે. પરંતુ આપણો વિશ્વાસ અતૂટ છે અને તૈયારીઓ પણ સારી છે. આ જ આશા આંખોમાં સેવીને દેશભરમાં નવા વર્ષનું સ્વાગત કરાયું, પરંતુ નાઈટ કર્ફ્યૂની પહેલાં અને કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત