Site icon News Gujarat

વર્ષ 2021માં આ ચાર રોમાંચક અનુભવનો તમે પણ લેજો આનંદ, જલદી જાણો લો આ વિશે તમે પણ

આગામી વર્ષ 2021 માં સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સ્થિતિ વિશ્વભરના ખગોળ પ્રેમીઓને એક પૂર્ણ ચંદ્રગ્રહણ અને એક પૂર્ણ સૂર્યગ્રહણ સહિત ગ્રહણના અન્ય ચાર રોમાંચક અનુભવ પૂરો પાડશે. જો કે ભારતમાં આ પૈકી માત્ર બે ખગોળીય ઘટના જ નિહાળી શકાશે. આગામી વર્ષની શરૂઆત પૂર્ણ ચંદ્રગ્રહણથી થશે.

image source

ઉજજેનની પ્રતિષ્ઠિત શાસકીય જીવાજી વેધશાળાના અધિક્ષક ડોકટર રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તએ જણાવ્યું હતું કે આગામી વર્ષની આ ખગોળીય ઘટનાની શૃંખલા 26 મે સુધી થનારા પૂર્ણ ચંદ્રગ્રહણથી શરૂ થશે.

image source

રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તએ વધુમાં જણાવ્યું કે નવા વર્ષનું આ પહેલું ગ્રહણ સિક્કિમ સિવાય ભારતના પૂર્વોત્તર રાજ્યો, પશ્ચિમ બંગાળના અમુક ભાગ અને ઓડિશાના તટીય ક્ષેત્રોમાં જોવા મળશે જ્યાં ચંદ્રોદય દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ વહેલો થાય છે. આ ખગોળીય ઘટના સમયે ચંદ્ર પૃથ્વીના છાયાથી 101.6 ટકા ઢંકાઈ જશે.

image source

પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સુરજ અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય અને પોતાના ઉપગ્રહ એટલે કે ચંદ્રને પોતાના છાયામાં ઢાંકી દે. ચંદ્ર આ સ્થિતિમાં પૃથ્વીની આડમાં સંપૂર્ણ રીતે છુપાય જાય છે અને તેના પર સૂરજનો પ્રકાશ નથી પડતો. આ ખગોળીય ઘટના સમયે પૃથ્વી પર રહેનારાઓને ચંદ્ર લાલ આભા સાથે દેખાય છે અને એટલે તેને બ્લડ મુન પણ કહેવાય છે.

રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તએ ભારતીય સંદર્ભમાં કરવામાં આવેલી કાલગણનાનો હવાલો આપી જણાવ્યું કે 10 જૂને થનારૂ વલય આકારનું સૂર્યગ્રહણ આપણા દેશમાં નહીં દેખાય. આ ખગોળીય ઘટના સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જશે. આ કારણે પૃથ્વીવાસીઓને સૂર્ય આગની ચમકદાર ધાર (રિંગ ઓફ ફાયર) જેવો દેખાશે. આ દરમિયાન સૂર્યનો 94.3 ટકા જેટલો ભાગ ઢંકાયેલો હશે.

image source

તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે 19 નવેમ્બરના રોજ થનારા આંશિક ચંદ્રગ્રહણને અરુણાચલ પ્રદેશ અને અસમના અમુક ભાગમાં બહુ ઓછા સમય માટે દેખાશે. આ ખગોળીય ઘટના દરમિયાન ચંદ્રનો 97.9 ટકા ભાગ પૃથ્વીના છાયાથી ઢંકાઈ જશે.

image source

લગભગ બે સદી જૂની વેધશાળાના અધિક્ષક એવા રાજેન્દ્ર કુમારે એમ પણ જણાવ્યું હતું કે ચાર ડિસેમ્બરે થનારા સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર એવી રીતે આવશે કે સુરજ 103.6 ટકા જેટલો ઢંકાઈ જશે. જો કે વર્ષ 2021 ના તે અંતિમ ગ્રહણને ભારતવાસીઓ નહીં જોઈ શકે. ઉલ્લેખનીય છે કે વીતી રહેલા વર્ષ 2020 માં બે સૂર્યગ્રહણ અને ચાર ચંદ્રગ્રહણ સહિત ગ્રહણના છ રોમાંચક દ્રશ્ય જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version