નવાં વર્ષે મોટી મોટી 8 કંપનીઓ કરશે તગડો ભાવવધારો, કોઈ સીધા ₹28 હજાર તો કોઈ ₹35 હજાર વધારશે

હાલમાં કોરોનામાં બધા જ ધંધા રોજગાર ઠપ છે. ત્યારે હાલમાં પણ રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યું છે અને લોકોના ધંધા બંધ છે. એમાં પણ હોટલના બિઝનેસ ધરાવતા લોકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. પણ આ સિવાય 2021માં કાર અને ગાડી ખરીદનારા માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે એક તો કોરોના તરીકે ઓળખાતું વર્ષ 2020 ઓટો ઈન્ડસ્ટ્રી માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નથી રહ્યું. એપ્રિલમાં કંપનીઓનું 0% વેચાણ રહ્યું હતું. પણ જો કે સારી વાત એ છે કે સમય પસાર થતો ગયો અને સેક્ટરમાં તેજી આવતી ગઈ અને ઇન્ડસ્ટ્રી ઝડપથી રિકવરી તરફ આગળ વધી.

image source

એ વચ્ચે કંપનીઓએ પણ એક આઈડિયા અપનાવ્યો અને સેલ્સના આંકડા વધારવા માટે લગભગ તમામ કંપનીઓએ આકર્ષક ઓફર રજૂ કરી. પરંતુ નવા વર્ષમાં કાર ખરીદવાનું મોંઘું સાબિત થઈ શકે છે. કારણ કે, લગભગ તમામ મોટી કંપનીઓએ તેમની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે, જો કે, કિંમત કેટલી વધારવામાં આવશે તે અંગે હજી કોઈ નકોર કિમતો સામે આવી નથી. પણ જો આપણે વિગતે વાત કરીએ તો કઈક આ રીતે કંપનીઓ ભાવ વધારે એવી વાતો સામે આવી રહી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

image source

જો વાત કરવામાં આવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની તો જાન્યુઆરીથી પેસેન્જર અને મુસાફરી બંને સેગમેન્ટના વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. એક્સચેન્જમાં ફાઈલિંગ દ્વારા કંપનીએ તેની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર નવી કિંમતો આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે. કંપનીનું કહેવું છે કે વાહનોના નિર્માણમાં ઈનપુટ કોસ્ટ વધવાથી અને કોમોડિટી કિંમતોમાં તેજીના કારણે વાહનોની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે, હજી આ અંગે કંપનીએ કોઈ સ્પષ્ટા નથી કરી કે વાહનોની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે. કંપની ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

image source

આ સાથે જ એક મોટી જાહેરાત કરતાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરની જાહેરાત કરી કે 1 જાન્યુઆરી 2021થી કંપની પોતાના ટ્રેક્ટરોની રેન્જની કિંમતમાં વધારો કરશે. જે તમામ મોડેલ માટે લાગુ હશે. કોમોડિટીની કિંમતમાં વધારો થવાને કારણે આવું કરવામાં આવ્યું છે.

ફોર્ડ

image source

વાત મળી રહી છે કે, 1 જાન્યુઆરીથી ફોર્ડ ઇન્ડિયાની તમામ ગાડીઓ મોંઘી થઈ જશે. કંપનીએ તેની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમના ભાવમાં 3 ટકાનો વધારો થશે. વધતા ઇનપુટ કોસ્ટને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે. ફોર્ડ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ સેલ્સ એન્ડ સર્વિસ) વિનય રૈનાએ જણાવ્યું હતું કે, ભાવવધારો 1 ટકાથી 3 ટકાની રેન્જમાં રહેશે. આ રીતે ભાવ આશરે 5,000 રૂપિયાથી વધીને 35,000 રૂપિયા થશે.

BMW 4

image source

હંમેશા ચર્ચામાં રહેતી BMWમાં પણ ભાવ વધવાના છે. BMW ગ્રુપ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે એક અભૂતપૂર્વ વર્ષમાં BMW ગ્રુપ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને બેસ્ટ ઇન ક્લાસ પ્રોડક્ટ અને સર્વિસિસ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 4 જાન્યુઆરી 2021થી કંપની BMW અને મિનિ પોર્ટફોલિયોના માટે નવી કિંમતો રજૂ કરશે. વધતા ઇનપુટ ખર્ચને કારણે કિંમતમાં 2 ટકાનો નજીવો વધારો કરવામાં આવશે. ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદિત ગાડીઓની રેન્જમાં BMW 2 સિરીઝ ગ્રેન કૂપ, BMW 3 સિરીઝ, BMW 3 સિરીઝ ગ્રેન ટૂરિસ્મો, BMW 5 સિરીઝ, BMW 6 સિરીઝ ગ્રેન ટૂરિસ્મો, BMW 7 સિરીઝ, BMW X1, BMW X3, BMW X 4, બીએમડબ્લ્યુ એક્સ 5, બીએમડબ્લ્યુ એક્સ 7 અને મિનિ કન્ટ્રીમેનનો સમાવેશ થાય છે.

મારુતિ સુઝુકી

સૌથી મોટી કાર કંપનીમાં સમાવેશ થાય એવી કાર માર્કેટની લીડર કંપની મારુતિ સુઝુકી જાન્યુઆરીથી પોતાની ગાડીઓની કિંમતમાં વધારો કરશે. તેનું કારણ રો મટિરિયલની કિંમત વધવાનું છે. આ કિંમતો છેલ્લા એક વર્ષથી સતત વધી રહી છે. તેનાથી કાર બનાવવાના ખર્ચમાં પણ વધારો થયો છે. જો કંપનીના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો ઈનપુટ ખર્ચથી કારની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. શેર માર્કેટમાં આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે, ગ્રાહકોએ પણ કેટલાક ખર્ચ ઉઠાવવા પડશે.

image source

કંપનીના જણાવ્યા પ્રમાણે, દરેક મોડેલ પર જુદા-જુદા ભાવો વધશે. અત્યારે મારુતિ સુઝુકી એન્ટ્રી લેવલની નાની કાર, જેમ કે અલ્ટોથી લઈને સિયાઝ જેવી મોટી કાર વેચે છે. તેની કિંમત 3 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. કંપનીનો આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે કાર કંપનીઓ કોવિડ-19 બાદ રિકવરી કરી રહી છે. નવેમ્બરમાં તેના ડોમેસ્ટિક કારના વેચાણમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કુલ 1.35 લાખ કાર વેચાઈ હતી. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં તેણે 1.39 લાખ કાર વેચી હતી. ત્યારે હવે આગળના મહિને જોવાનું એ રહ્યું કે ક્યારે કઈ કાર મોંઘી થાય છે અને આ અટકળો કેટલી સાચી પડે છે.

ઇસુઝુ

image source

આ જ રીતે ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાએ તેની કમર્શિયલ પીકઅપ રેન્જ – ડી-મેક્સ રેગ્યુલર કેબ અને ડી-મેક્સ એસ-કેબના ભાવ 01 જાન્યુઆરી 2021થી વધારવાની જાહેરાત કરી છે. હાલના એક્સ શો રૂમ ભાવ કરતાં આશરે 10,000 રૂપિયા વધારો થવાની ધારણા છે. કંપનીનું કહેવું છે કે, વધતા જતા ભાવના ઇનપુટ અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટને કારણે આ વધારો થયો છે. કંપનીનું કહેવું છે કે, ગ્રાહકો વધુ માહિતી માટે તેની નજીકના ઇસુઝુ ઓથોરાઇઝ્ડ સેલ્સ આઉટલેટનો સંપર્ક કરી શકે છે.

હોન્ડા

image source

હોન્ડા કંપની પણ આ જ અરસામાં જોડાઈ રહી છે અને કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જાપાની કાર નિર્માતા કંપની હોન્ડા કારની ભારતીય સબ્સિડિયરી હોન્ડા કાસ ઈન્ડિયા લિમિટેડ (HCIL)એ પણ જાન્યુઆરીથી પોતાના તમામ મોડેલની કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ અંગે કંપનીએ તમામ ડીલર્સને જાણકારી આપી છે. જો કે, કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે, તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. કંપનીના એક ડીલરે જાન્યુઆરીથી કિંમતોમાં વધારો થવાની પુષ્ટિ પણ કરી છે. ડીલરનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટના દબાણ અને કરન્સીની અસરના કારણે કંપની કિંમતોમાં વધારો કરી રહી છે.

રેનો

જો વાત કરીએ રેનો ઈન્ડિયાની તો 28 હજાર સુધી કિંમત વધારી શખે છે. રેનો ઈન્ડિયાએ શુક્રવારે નિવેદનમાં કહ્યું કે પ્રોડક્શન ખર્ચ વધવાથી આ તેને પગલું ભરવું પડ્યું છે. કાર નિર્માતા રેનો ઈન્ડિયાએ તેના તમામ મોડેલોના ભાવમાં આવતા મહિનાથી 28,000 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ભારતીય માર્કેટમાં ક્વિડ, ડસ્ટર અને ટ્રાયબર મોડેલોનું વેચાણ કરે છે.

કિઆ મોટર્સ

image source

કિઆ મોટર્સ ઇન્ડિયાએ ડોમેસ્ટિક માર્કેટમાં તેના પહેલાં વર્ષમાં રેકોર્ડ ઓપરેશનલ પ્રોફિટ નોંધાવ્યો છે અને તેને સફળતામાં કંપનીની બે SUV – સેલ્ટોસ અને સોનેટનો મોટો રોલ રહ્યો. આ એકદમ સામાન્ય બાબત છે કે ઓટોમોબાઈલ કંપની કોઇપણ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં અનેક કારણો દર્શાવીને તેમનાં વાહનોના ભાવમાં વધારો કરે છે અને વર્ષ 2021માં પણ કંઇક આવું જ જોવા મળશે. કિઆ મોટર્સ તેની બંને SUV સેલ્ટોસ અને સોનેટ બંનેના ભાવમાં વધારો કરવા જઈ રહી છે જ્યારે પ્રીમિયમ, પ્રેસ્ટિજ અને લિમોઝિન જેવા ત્રણ વેરિઅન્ટમાં વેચાતી કિઆ કાર્નિવલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. HTE ટેક લાઇન પેટ્રોલમાં 20 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય ટેક લાઇનના વેરિઅન્ટના ભાવમાં 30,000 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત