Site icon News Gujarat

હોલીડે કેલેન્ડર 2021: નવા વર્ષની આટલી બધી રજાઓનું લિસ્ટ જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

નવું વર્ષ નવી અપેક્ષાઓ લાવી રહ્યું છે. લોકો લાંબા સમયથી રજાઓની રાહ જોતા હતા. કોરોના વાયરસને કારણે, મોટાભાગના લોકોએ આ વર્ષની યોજનાઓને રદ કરવી પડી હતી. કોરોનાના કેસો ઓછા આવવાના અને રસી જલ્દીથી આવવાના અહેવાલો પછી, લોકો ફરીથી મસ્તી કરવા માટે તૈયાર થઇ ગયા છે. લોકોને નવા વર્ષમાં ઘણી રજાઓ મળવાની છે. આવતા ​​વર્ષમાં કેલેન્ડરને જોતા, તમે ફરીથી તમારી રજાઓની યોજના બનાવી શકો છો.

image source

હવે વર્ષ ૨૦૨૦ ના અંતને થોડા દિવસો બાકી છે, તો નવું વર્ષ શરૂ થશે. કોરોના વાયરસને કારણે, મોટાભાગના લોકોએ આ વર્ષે તેમના ઘરોમાં વિતાવ્યું છે અને લોકોને ૨૦૨૧ ની વધારે આશા છે. લોકો આતુરતાપૂર્વક નવા વર્ષની રજાઓની રાહ જોતા હોય છે જેથી તેઓ આસપાસ ફરવાની યોજના બનાવી શકે. આ વર્ષે રવિવારે માત્ર બે રજાઓ પડી રહી છે તેથી વધુ રજાઓ વેડફાય નહીં. ચાલો ૨૦૨૧ ના ​​હોલિડે કેલેન્ડર પર એક નજર કરીએ.

જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસની રજાઓ :

image source

જાન્યુઆરી માસમા માત્ર એક જ રજા હોય છે અને તે પ્રજાસત્તાક દિવસની રજા હોય છે. ૨૦૨૧ માં, ૨૬ જાન્યુઆરી મંગળવાર પર આવી રહી છે, તેથી તમે સોમવારની રજા લઈને ૪ દિવસની રજાની યોજના બનાવી શકો છો. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોઈ રજા નથી. માર્ચ મહિનામાં ૨ રજાઓ છે. ૧૧ માર્ચ, ગુરુવારે મહાશિવરાત્રી પડી રહી છે, જ્યારે હોળી રવિવાર, ૨૮ માર્ચે પડી રહી છે.

એપ્રિલ, મે અને જૂન :

image source

૨૦૨૧મા, એપ્રિલ માસમા આવતી રજાઓ છે. ૨ એપ્રિલે ગુડ ફ્રાઈડે, ૧૪ એપ્રિલે આંબેડકર જયંતી અને ૨૧ એપ્રિલે રામ નવમી. આ બંને રજાઓ બુધવારે પડી રહી છે. મે મહિનામાં ૧૨ મી મે બુધવારે ઇદ-ઉલ-ફિત્રની રજા છે, જ્યારે ૨૬ મી મે બુધવારે બુદ્ધ પૂર્ણિમાની રજા છે. જૂન મહિનામાં કોઈ રજા હોતી નથી.

જુલાઈ :

૨૦૨૧ એ જુલાઈ માસમાં માત્ર એક રજા છે. આ મહિનાના ૨૧ જુલાઈ બુધવારે ઇદ-ઉલ જુહા (બકરી ઇદ) નો તહેવાર છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બર :

image source

લોકોને આ વખતે ૧૫ ઓગસ્ટની રજા નહી મળે કારણ કે આ દિને રવિવાર છે. મુહરમ ૧૯ ઓગસ્ટે ગુરુવારનો દિવસ છે, આવી સ્થિતિમા તમે શુક્રવારનુ વેકેશન લઈને ક્યાંક જવાનુ વિચારી શકો છો. આ વર્ષે, જન્માષ્ટમીનો તહેવાર સોમવાર, ૩૦ ઓગસ્ટના રોજ આવે છે. સપ્ટેમ્બરમા રજા નથી.

ઓક્ટોમ્બર મહિનાની રજા :

image source

૨ ઓક્ટોબરે શનિવારે ગાંધી જયંતી છે. ૭ ઓક્ટોબર ગુરૂવારે અગ્રસેન જયંતી છે. ૧૫ ઓક્ટોબર શુક્રવારે દશેરાનો તહેવાર છે. આ અઠવાડિયામાં તમે ત્રણ દિવસની રજાની યોજના બનાવી શકો છો. ૧૯ ઓક્ટોમ્બરના દિવસે ઈદ-એ-મિલાદ મંગળવારે છે અને ૨૦ ઓક્ટોબર બુધવારે મહર્ષિ બાલ્મિકી જયંતિ છે.

નવેમ્બર અને ડિસેમ્બર :

૨૦૨૧ માં દિવાળીનો તહેવાર ગુરુવાર, ૪ નવેમ્બરે આવી રહ્યો છે. આ અઠવાડિયામાં પણ તમે શુક્રવારનું વેકેશન લઈને ચાર દિવસની યોજના બનાવી શકો છો. ૨૦૨૧માં ૨૦ ડિસેમ્બરના રોજ નાતાલનો તહેવાર શનિવારે આવે છે, લોકોની રજા ઓછી થશે.

પ્રતિબંધિત રજા :

image source

નવું વર્ષ (શુક્રવાર) ૧ જાન્યુઆરી, ૧૩ જાન્યુઆરી – લોહરી (બુધવાર), ૧૪ જાન્યુઆરી – પોંગલ અને મકરસંક્રાંતિ (ગુરુવાર), ૨૦ જાન્યુઆરી – ગુરુ ગોવિંદસિંહ જયંતી (બુધવાર), વસંત પંચમી – ૧૬ ફેબ્રુઆરી (મંગળવાર), શિવાજી જયંતિ પર રજા – ૧૯ ફેબ્રુઆરી (શુક્રવાર), હઝરત અલીનો જન્મદિવસ – ૨૬ ફેબ્રુઆરી (શુક્રવાર), ગુરુ રવિદાસ જયંતી – ૨૭ ફેબ્રુઆરી (શનિવાર), મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ – ૮ માર્ચ (સોમવાર), હોલિકા દહન – 28 માર્ચ (રવિવાર), ઇસ્ટર દિવસ – ૪ એપ્રિલ (રવિવાર), ચૈત્ર સુખાલ્ડી – ૧૩ એપ્રિલ (મંગળવાર), વૈસાખી – ૧૪ એપ્રિલ (બુધવાર), પારસી નવું વર્ષ – ૧૬ ઓગસ્ટ(સોમવાર), ઓણમ – ૨૧ ઓગસ્ટ(શનિવાર) , ગણેશ ચતુર્થી – ૧૦ સપ્ટેમ્બર (શુક્રવાર), મહા સપ્તમી – ૧૨ ઓક્ટોમ્બર(મંગળવાર) થી મહા નવમી – ૧૪ ઓક્ટોમ્બર(ગુરુવાર), કરવા ચોથ – ૨૪ ઓક્ટોમ્બર(રવિવાર), નરક ચતુર્દશી – ૪ નવેમ્બર (ગુરુવાર), ગોવર્ધન પૂજા – ૫ નવેમ્બર (શુક્રવાર), ભાઈદુજ – ૬ નવેમ્બર (શનિવાર), છઠ પૂજા – ૧૦ નવેમ્બર (બુધવાર), ગુરુ તેગ બહાદુરનો શહીદ દિવસ – ૨૦ નવેમ્બર (બુધવાર), નાતાલના આગલા દિવસે – ૨૫ ડિસેમ્બર (શુક્રવાર).

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version